પાકિસ્તાનના 'આંખ મારુ' જનરલની ભારતને સડકછાપ ભાષામાં ધમકી, મજા ના કરાવી તો પૈસા પાછા
. DG ISPR ના પ્રેસ બ્રીફિંગમાં અભદ્ર ભાષાનો ઉપયોગ
. પાકિસ્તાની જનરલે સડકછાપ ભાષામાં ભારતને આપી ધમકી
. મહિલા પત્રકારને આંખ મારનારા પાકિસ્તાની જનરલની લુખ્ખી ધમકી
ઈસ્લામાબાદ: ગત મહિને ભારતની સામે ખરાબ રીતે મ્હાત ખાઈને હતાશ થયેલા પાકિસ્તાની સેનાના જનરલ હવે સડકછાપ અને અભદ્ર ભાષામાં નિવેદનબાજી પર ઉતરી આવ્યા છે. તાજેતરમાં પાકિસ્તાની સેનાના પ્રવક્તા અને ઈન્ટર સર્વિસિઝ પબ્લિક રિલેશન્સ (DG ISPR)ના પ્રમુખે એક પ્રેસ બ્રીફિંગમાં ભારતને બેહદ અભદ્ર ભાષામાં લુખ્ખી ધમકી આપી છે.
પાકિસ્તાની સેનાના સૈન્ય પ્રવક્તા લેફ્ટિનેન્ટ જનરલ અહમદ શરીફ ચૌધરીએ કહ્યુ છે કે ભારત ક્યારેય પાકિસ્તાનના વજૂદને માનશે નહીં. માટે તેણે તૈયાર રહેવાની જરુર છે. પાકિસ્તાની જનરલે કહ્યુ છે કે હિંદુસ્તાન તમારું વજૂદ માનવા તૈયાર નથી. તે કહે છે કે દુશ્મનનો દુશ્મન દોસ્ત છે. અહમદ શરીફે કહ્યુ છે કે લઈ આવો જે તમારે કરવું છે. જમણી બાજુથી આવવું છે, ડાબી બાજુથી આવવું છે. ઉપરથી આવવું છે, નીચેથી આવવું છે, સાથે મળીને આવવું છે અથવા કોઈની સાથે આવવું છે, એકવાર મજા ના કરાવી દીધી, તો પૈસા પાછા.
આ એ જ લેફ્ટિનેન્ટ જનરલ અહમદ શીફ છે કે જેણે ભરી પ્રેસ કોન્ફરન્સમાં એક મહિલા પત્રકારને જવાબ આપતી વખતે આંખ મારી હતી. ત્યારે સોશયલ મીડિયા પર લોકોએ પાકિસ્તાનના આંખમારુ જનરલની આકરી ટીકા કરી હતી અને આક્રોશ પણ વ્યક્ત કર્યો હતો. હવે તેની ભાષાનો પ્રયોગ પાકિસ્તાની સેનામાં વધતી નિરાશાના સંકેત આપી રહ્યા છે.
સ્પષ્ટ બેચેની
એક ન્યૂઝ ચેનલે પોતાના રિપોર્ટમાં ટોચના ઈન્ટેલિજન્સ સોર્સને ટાંકીને કહ્યુ છેકે તે પાકિસ્તાની સેનાની અંદર ઘેરી બેચેનીને જોવે છે. ગુપ્તચર સૂત્રો મુજબ, કોઈ પ્રવર્તમાન સૈન્ય પ્રવક્તા દ્વારા આવી સડકછાપ ભાષાનો ઉપયોગ ગંભીર વાત છે.
અત્યાર સુધી સામાન્ય રીતે ડીજી આઈએસપીઆરની પ્રેસ કોન્ફરન્સમાં ભારત વિરોધી નિવેદનબાજી થતી હતી, પરંતુ આ વખતે લહેજો બદલાયેલો સડકછાપ જોવા મળ્યો. સૂત્રોનું કહેવું છે કે ઔપચારિક સૈન્ય અથવા કૂટનીતિક શબ્દોના સ્થાને વ્યંગવાળા વાક્યોનો ઉપયોગ કરવો આત્મવિશ્વાસની ઉણપ અને અસુરક્ષાની વધી રહેલી ભાવના દર્શાવે છે.


