ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ટેકઓફ બાદ રશિયામાં યાત્રી વિમાન લાપતા! 50 મુસાફરો હતા સવાર

રશિયામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જ્યાં અંગારા એરલાઈન્સનું 50 મુસાફરો લઈને ઉડેલું વિમાન ટેકઓફ બાદ અચાનક રડાર પરથી ગાયબ થઈ ગયું. ATC સાથેનો સંપર્ક પણ તૂટી ગયો છે અને ઘટનાએ ચિંતાનો માહોલ ઉભો કર્યો છે. તાત્કાલિક શોધ અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે, જ્યારે પરિવારજનો ખૂબ જ પરેશાન જોવા મળી રહ્યા છે.
12:26 PM Jul 24, 2025 IST | Hardik Shah
રશિયામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જ્યાં અંગારા એરલાઈન્સનું 50 મુસાફરો લઈને ઉડેલું વિમાન ટેકઓફ બાદ અચાનક રડાર પરથી ગાયબ થઈ ગયું. ATC સાથેનો સંપર્ક પણ તૂટી ગયો છે અને ઘટનાએ ચિંતાનો માહોલ ઉભો કર્યો છે. તાત્કાલિક શોધ અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે, જ્યારે પરિવારજનો ખૂબ જ પરેશાન જોવા મળી રહ્યા છે.
Angara Airlines plane missing in Russia

Angara Airlines plane missing : રશિયાના મોસ્કો (Moscow) માંથી એક ચોંકાવનારી અને ચિંતાજનક ઘટના સામે આવી છે, જ્યાં અંગારા એરલાઇન્સનું એક પેસેન્જર વિમાન (Angara Airlines passenger plane) ટેકઓફ કર્યા બાદ રડાર પરથી અચાનક ગાયબ થઈ ગયું છે. આ વિમાનમાં 50 મુસાફરો સવાર હતા, જેમાં બાળકોનો પણ સમાવેશ થાય છે. આ ઘટનાએ રશિયામાં ખળભળાટ મચાવી દીધો છે, અને લોકો આશંકામાં ડૂબી ગયા છે. મુસાફરોના પરિવારજનો એરપોર્ટ પર ભેગા થયા છે, જ્યાં તેમને સતત માહિતી આપવામાં આવી રહી છે.

ટેકઓફ પછી ATC સાથે સંપર્ક તૂટ્યો

અહેવાલો અનુસાર, આ વિમાન ઇર્કુત્સ્ક શહેરથી યાકુત્સ્ક (Irkutsk to Yakutsk) જવા માટે ઉડાન ભરી રહ્યું હતું. પરંતુ, ટેકઓફ કર્યા બાદ થોડી જ ક્ષણોમાં તેનો એર ટ્રાફિક કંટ્રોલ (ATC) સાથેનો સંપર્ક તૂટી ગયો. અધિકારીઓએ વિમાન સાથે સંપર્ક સ્થાપિત કરવા માટે અનેક પ્રયાસો કર્યા, પરંતુ તેમાં સફળતા મળી નથી. આ સ્થિતિને કારણે વિમાન અકસ્માતનો શિકાર થયું હશે તેવી આશંકા વધી રહી છે. હજુ સુધી સત્તાવાર રીતે વિમાનના ક્રેશ કે ઇમરજન્સી લેન્ડિંગની પુષ્ટિ થઈ નથી, જેના કારણે અનિશ્ચિતતા વધી રહી છે.

શોધ અને બચાવ કામગીરી શરૂ

રશિયન ઇમરજન્સી મંત્રાલયે આ ઘટનાને ગંભીરતાથી લઈને તાત્કાલિક શોધ અને બચાવ કામગીરી શરૂ કરી દીધી છે. ગુમ થયેલા વિમાનને શોધવા માટે હેલિકોપ્ટર અને ડ્રોનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જોકે, ખરાબ હવામાન અને ઇર્કુત્સ્ક-યાકુત્સ્ક વચ્ચેના વિસ્તારની દુર્ગમતાને કારણે શોધ કામગીરીમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ કામગીરીમાં સેના, પોલીસ અને સ્થાનિક ઇમરજન્સી ટીમો સંકલન સાથે કામ કરી રહી છે. સરકારી અધિકારીઓએ હજુ સુધી વિમાનની સ્થિતિ અંગે કોઈ નક્કર માહિતી જાહેર કરી નથી, પરંતુ શોધખોળ સતત ચાલુ છે.

દેશભરની નજર શોધ મિશન પર

આ ઘટનાએ રશિયામાં તણાવનું વાતાવરણ સર્જ્યું છે. દેશભરની નજર હવે આ શોધ અને બચાવ મિશન પર છે. મુસાફરોના સંબંધીઓ એરપોર્ટ પર ભેગા થયા છે, જેમની ચિંતા અને આશંકા સતત વધી રહી છે. અધિકારીઓ તેમને દરેક નવી માહિતી પૂરી પાડી રહ્યા છે, પરંતુ સંપર્કના અભાવે પરિવારજનોની ચિંતા વધી રહી છે. આ ઘટના રશિયન એવિએશન ઇતિહાસમાં એક મોટી ઘટના તરીકે નોંધાઈ શકે છે, જો તેનું પરિણામ નકારાત્મક આવશે તો. જોકે, હાલમાં આ વિમાનને શોધવામાં પૂરી મહેનત કરવામાં આવી રહી છે અને જલ્દી જ તેના વિષય માહિતી સામે આવશે તેવી સંભાવનાઓ પણ ચર્ચામાં છે.

આ પણ વાંચો :   Washington : હાશ........વધુ એક બોઈંગ વિમાન દુર્ઘટના ગ્રસ્ત થતાં બચ્યું !!!

Tags :
50 passengers onboardAircraft disappears from radarAngara AirlinesAngara Airlines plane missingAviation emergency RussiaEmergency landing suspectedGujarat FirstGUJARAT FIRST NEWSHardik ShahIrkutsk to Yakutsk flightLost contact with ATCMissing aircraft searchMissing passenger planePlane lost after takeoffRescue helicopters and dronesRussia plane missingRussian aviation incidentRussian emergency ministrySearch and rescue operation
Next Article