Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Donald Trump Threat  Zelensky: 'શાંતિ કરાર પર સહી કરો નહીં તો જેલમાં જાઓ', ટ્રમ્પે ઝેલેન્સકીને અલ્ટીમેટમ આપ્યું

Donald Trump Threat Zelensky: ડોનાલ્ડ ટ્રમ્પે યુક્રેનિયન રાષ્ટ્રપતિને તાત્કાલિક શાંતિ યોજના પર હસ્તાક્ષર કરવા કહ્યું છે, નહીં તો તેમને જેલમાં મોકલી સત્તા પરથી દૂર કરવા ધમકી આપી છે. ટ્રમ્પે રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને રોકવા માટે અમેરિકાએ 28-મુદ્દાની શાંતિ યોજના બનાવી છે.
donald trump threat  zelensky   શાંતિ કરાર પર સહી કરો નહીં તો જેલમાં જાઓ   ટ્રમ્પે ઝેલેન્સકીને અલ્ટીમેટમ આપ્યું
Advertisement

Donald Trump Threat Zelensky: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે(Donald Trump) રશિયા-યુક્રેન શાંતિ કરાર અંગે વોલોડીમીર ઝેલેન્સકીને અલ્ટીમેટમ આપ્યું છે. ટ્રમ્પે યુક્રેનિયન રાષ્ટ્રપતિને કહ્યું છે કે જો તેઓ 27 નવેમ્બર સુધીમાં 28-મુદ્દાની શાંતિ યોજના પર હસ્તાક્ષર નહીં કરે તો તેમને સત્તા પરથી દૂર કરવા ટ્રમ્પે ધમકી આપી છે. ટ્રમ્પે ઝેલેન્સ્કીને ધમકી આપતા કહ્યું "સત્તા પરથી હટાવ્યા પછી તેમને તાત્કાલિક જેલમાં મોકલી દેવામાં આવશે. અમે કોઈપણ રીતે યુધ્ધ બંધ કરવા માંગીએ છીએ." ટ્રમ્પનો આ કડક સંદેશ યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ દ્વારા ઝેલેન્સ્કીને પહોંચાડવામાં આવ્યો હતો.

ભ્રષ્ટાચારના આરોપોને કારણે ઝેલેન્સકી પર દબાણ

TRUMP_gujarat_first

Advertisement

યુક્રેનિયન રાષ્ટ્રપતિના ઘણા નજીકના સાથીઓ પર તાજેતરમાં ગંભીર ભ્રષ્ટાચારના આરોપો મૂકવામાં આવ્યા છે. તેમાંથી બે ઝેલેન્સ્કીની સરકારમાં મંત્રી હતા, અને બંનેને તેમના પદ પરથી દૂર કરવામાં આવ્યા છે. આ કેસોને કારણે ઝેલેન્સ્કી દબાણ હેઠળ છે. તેમના પર લાંબા સમયથી આ મંત્રીઓને આશ્રય આપવાનો આરોપ છે. બે કેબિનેટ મંત્રીઓ સાથે સંકળાયેલા ભ્રષ્ટાચાર કૌભાંડ ઝેલેન્સકી સુધી પણ પહોંચી શકે છે, અને અમેરિકા તેનો લાભ લેવાનો પ્રયાસ કરી રહ્યું છે.

Advertisement

અમેરિકાની શાંતિ યોજના શું છે?

TRUMP_gujarat_first'

યુએસ સરકારે રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને રોકવા માટે શાંતિ યોજના બનાવી છે. આ યોજનામાં બે મુખ્ય મુદ્દાઓ છે. પ્રથમ, યુદ્ધ પછી યુક્રેનને એક સાર્વભૌમ રાષ્ટ્ર તરીકે મળતા તમામ અધિકારો મળશે, જે ચોક્કસ શરતોને આધીન રહેશે. બીજું યુરોપ, રશિયા અને યુક્રેન વચ્ચે ત્રણ દાયકાથી ચાલી રહેલા તણાવનો સંપૂર્ણપણે ઉકેલ આવશે. આ હેતુ માટે કેટલીક શરતો સ્થાપિત કરવામાં આવી છે, જેને 28-મુદ્દાના કરાર તરીકે ઓળખવામાં આવે છે. આ શરતોમાં રશિયા પર ક્યારેય હુમલો ન કરવાની અને NATOનો વિસ્તાર કરવાથી દૂર રહેવાની પ્રતિબદ્ધતાનો સમાવેશ થાય છે.

યુક્રેન અમેરિકાની કઈ વાતો માનવા તૈયાર નથી?

રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને રોકવા માટે ઝેલેન્સકીએ તાજેતરમાં તુર્કીની મુલાકાત લીધી હતી. ઝેલેન્સકી શક્ય તેટલી ઝડપથી યુદ્ધનો અંત લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. જોકે અમેરિકા દ્વારા તૈયાર કરાયેલા 28-મુદ્દાના પ્રસ્તાવની કેટલીક શરતો ઝેલેન્સકી માનવા તૈયાર નથી. આમાં સૌથી મુખ્ય એ છે કે ક્રિમીઆ, ડોનેટ્સક અને લુહાન્સ્કને રશિયાના ભાગ રૂપે આંતરરાષ્ટ્રીય માન્યતા મળે. ખેરસન અને ઝાપોરિઝિયાના વિસ્તારોને યુક્રેનનો ભાગ આવે, જે છે તેમના તેમજ રહે. રશિયા બાકીના કબજા હેઠળના પ્રદેશોમાંથી પાછી ખેંચી લેશે. જો કે યુક્રેન માનવા તૈયાર નથી.

આ પણ વાંચોઃ India USA Trade Deal: ભારત-અમેરિકાની ડીલ થશે પાક્કી? હવે બદલાશે સમીકરણ

Tags :
Advertisement

.

×