Philippines ferry fire : બુધવારે રાત્રે ફિલિપાઇન્સના પલાવાન ટાપુ નજીક સમુદ્રની મધ્યમાં એક મુસાફર ફેરીમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. ફિલિપાઇન કોસ્ટ ગાર્ડના સત્તાવાર નિવેદન અનુસાર, આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 5 લોકોના મોત થયા છે અને 80 થી વધુ લોકો હજુ પણ ગુમ હોવાની આશંકા છે.
મનીલાથી કોરોન જતી ફેરીમાં અચાનક લાગી આગ
ઉલ્લેખનીય છે કે કોરોન નજીક દરિયામાં બનેલી આ દુર્ઘટનાનો ભોગ બનેલી ફેરીનું નામ એમવી જૂન એસ્ટર હતું. આ જહાજ બેસેકો, મનીલાથી રવાના થઈને પલાવાનના કોરોન તરફ જઈ રહી હતી તે દરમિયાન અચાનક આગ ફાટી નીકળી હતી.
Advertisement ![Navratri Banner]()
પ્રાપ્ત માહિતી મુજબ, આ ફેરીમાં કુલ 134 લોકો સવાર હતા. કોસ્ટ ગાર્ડના પ્રવક્તા કોમોડોર નોએમી કાયાબ્યાબેએ મીડિયાને જણાવ્યું હતું કે ફેરીના મેનિફેસ્ટમાં 117 મુસાફરો અને 17 ક્રૂ સભ્યોની નોંધણી કરવામાં આવી હતી.
ફેરી આગ દુર્ઘટનામાં 80 થી વધુ લોકો લાપતા
ઘટનાની જાણ થતાં જ રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું હતું, જેમાં અત્યાર સુધીમાં 43 લોકોને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા છે. જોકે, મોટાભાગના મુસાફરો હજુ પણ લાપતા હોવાથી મૃત્યુઆંક વધવાનીી દહેશત વ્યક્ત કરવામાં આવી રહી છે. કોસ્ટ ગાર્ડ દ્વારા જારી કરવામાં આવેલા વિડિયો ફૂટેજમાં આખી ફેરી આગની લપેટમાં સળગતી જોવા મળી હતી અને બચાવ ટીમો દરિયામાં સઘન શોધખોળ ચલાવી રહી છે. હાલમાં ફેરીમાં આગ લાગવાનું ચોક્કસ કારણ અકબંધ છે અને મેરીટાઇમ સત્તાવાળાઓ દ્વારા તેની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો : Surat News : માસૂમ બાળકોના માથેથી છીનવાયો પિતાનો સાયો, ઉધનામાં કાપડના કારખાનામાં કરંટ લાગતા યુવકનું મોત