ઘટતી વિશ્વસનીયતા વચ્ચે કેનેડામાં ઘેરાયા PM Justin Trudeau
- ઘટતી વિશ્વસનીયતા વચ્ચે કેનેડામાં ઘેરાયા PM ટ્રુડો
- ટ્રુડો સરકારના ડેપ્યુટી PM ક્રિસ્ટિયા ફ્રીલેન્ડનું રાજીનામું
- ઢગલાબંધ આરોપ સાથે ક્રિસ્ટિયાએ ટ્રુડો સરકારને ઘેરી
- કેનેડા ગંભીર પડકારનો સામનો કરી રહ્યું છેઃ ક્રિસ્ટિયા
- અમેરિકાની ધમકીઓનો પણ ક્રિસ્ટિયાએ કર્યો ઉલ્લેખ
- ક્રિસ્ટિયાના રાજીનામા બાદ કેનેડામાં મોટી ઉથલપાથલ
- જસ્ટિન ટ્રુડોના રાજીનામાની માગણી વધુ પ્રબળ બની
Canada PM Justin Trudeau : ઘટતી વિશ્વસનીયતા વચ્ચે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો બરાબર ઘેરાયા છે. ટ્રુડો સરકારના ડેપ્યુટી વડાપ્રધાન અને નાણા મંત્રી ક્રિસ્ટિા ફ્રીલેન્ડે ઢગલાબંધ આરોપ લગાવીને પદ પરથી રાજીનામું આપી દીધું છે. ક્રિસ્ટિયાએ લખેલા પત્રમાં જસ્ટિન ટ્રુડોની નીતિઓ અને આગામી સમયમાં અમેરિકા તરફથી આવનારા પડકારોનો ઉલ્લેખ કર્યો છે. જસ્ટિન ટ્રુડોની ક્રિસ્ટિયાએ આકરી ટીકા કરી હતી. આક્રમક આર્થિક રાષ્ટ્રવાદની નીતિ સાથે અમેરિકા તરફથી મળનારા પડકારો વચ્ચે ટ્રુડો બરાબર ઘેરાયા છે. ક્રિસ્ટિયાના રાજીનામા બાદ હવે અન્ય સાંસદોએ પણ ટ્રુડો સામે મોરચો ખોલ્યો છે અને ચૂંટણી પહેલા જ તેમના રાજીનામાની માગ કરવામાં આવી રહી છે.
જસ્ટિન ટ્રુડોની મુશ્કેલીઓ વધી
જસ્ટિન ટ્રુડોને મોટો ઝટકો આપતા કેનેડાના નાયબ વડા પ્રધાન ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે તેમની કેબિનેટમાંથી રાજીનામું આપી દીધું છે. નાણા મંત્રાલય સંભાળતા ફ્રીલેન્ડ ઘણા વર્ષો સુધી ટ્રુડો સરકારમાં સૌથી શક્તિશાળી મંત્રી હતા. જણાવી દઈએ કે 4 વર્ષમાં સરકાર છોડનાર તે બીજા નાણામંત્રી છે. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, ફ્રીલેન્ડે તેમના રાજીનામા પત્રમાં લખ્યું - “ગયા શુક્રવારે, તમે મને કહ્યું હતું કે તમે હવે મને તમારા નાણામંત્રી બનાવવા માંગતા નથી અને મને કેબિનેટમાં અન્ય પદની ઓફર કરી હતી. "વિચારણા કર્યા પછી, મેં તારણ કાઢ્યું છે કે મારા માટે એક માત્ર પ્રામાણિક અને વ્યવહારુ પગલું એ કેબિનેટમાંથી રાજીનામું આપવાનું છે."
કેમ છોડ્યું પદ?
બ્લૂમબર્ગે અહેવાલ આપ્યો કે ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્રના ફેરફારો માટે કેવી રીતે તૈયારી કરવી તે અંગે સરકારમાં મતભેદો હતા, જેના કારણે ફ્રીલેન્ડે કેબિનેટ છોડી દીધું. જણાવી દઈએ કે ટ્રમ્પે 25% ટેરિફ લગાવવાની ધમકી આપી હતી, જેની સામે સ્ટ્રેટેજી બનાવવામાં ફ્રીલેન્ડની મુખ્ય ભૂમિકા હતી. ફ્રીલેન્ડનું અચાનક જવું ટ્રુડો માટે એક મોટો ફટકો છે, જેઓ પહેલાથી જ સામાન્ય ચૂંટણીઓમાં ઘટી રહેલી લોકપ્રિયતા સાથે સંઘર્ષ કરી રહ્યા છે.
ક્યારે પદ સંભાળ્યું?
ફ્રીલેન્ડે સંસદમાં નાણાકીય અને આર્થિક અપડેટ આપવાના થોડા કલાકો પહેલાં જ રાજીનામું આપવાની જાહેરાત કરી હતી, અહેવાલમાં જણાવાયું છે. તે દસ્તાવેજ હજુ બહાર પાડવામાં આવશે કે કેમ તે હજી સ્પષ્ટ નથી. તેના કારણે કેનેડિયન ડોલરમાં ઘટાડો થયો અને બોન્ડ યીલ્ડમાં વધારો થયો. જાણકારી માટે તમને જણાવી દઈએ કે ફ્રીલેન્ડે 2020માં આ પદ સંભાળ્યું હતું. કોવિડ-સંબંધિત આવક સહાય કાર્યક્રમો પર ખર્ચ કરવા જેવા મુદ્દાઓ પર વડા પ્રધાનના તત્કાલિન નાણામંત્રી બિલ મોર્ન્યુ સાથે મતભેદ થયા પછી તેમને આ પદ મળ્યું હતું.
આ પણ વાંચો: ભારત-કેનેડા વિવાદમાં હવે અમેરિકાની થઇ એન્ટ્રી, જાણો શું આપી સલાહ