PM Modi Ghana Visit : PM Modi પહોંચ્યા ઘાના, એરપોર્ટ પર થયું ભવ્ય સ્વાગત
- PM મોદી 5 દેશની મહત્વપૂર્ણ વિદેશની મુલાકાતે
- કોટોકા એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું
- ભારત અને ઘાનાની વચ્ચે સબંધ મજબૂત બનશે
PM Modi Ghana Visit : વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવાર 2 જુલાઈએ 5 દેશની મહત્વપૂર્ણ વિદેશ યાત્રાના (PM Modi Ghana Visit)પ્રથમ તબક્કામાં ઘાના પહોંચ્યા છે. જ્યાં કોટોકા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. આ પ્રવાસ ભારત અને ઘાનાની વચ્ચે મજબૂત થઈ રહેલા દ્વિપક્ષીય સંબંધોની દિશામાં એક ઐતિહાસિક પગલું માનવામાં આવી રહ્યું છે. વડાપ્રધાન મોદી 30 વર્ષમાં ઘાનાની(Ghana) મુસાફરી કરનારા પ્રથમ ભારતીય વડાપ્રધાન બની ગયા છે.
વડાપ્રધાનને ગાર્ડ ઓફ ઓનરની સાથે 21 તોપોની સલામી આપવામાં આવી
આ પ્રવાસ ઘાનાના રાષ્ટ્રપતિ જોન ડ્રામાની મહામાના ખાસ આમંત્રણ પર થઈ રહ્યો છે. રાષ્ટ્રપતિ મહામાએ એરપોર્ટ પર તેમનું સ્વાગત કર્યુ અને વડાપ્રધાનને ગાર્ડ ઓફ ઓનરની સાથે 21 તોપોની સલામી આપવામાં આવી. વિદેશ મંત્રાલય મુજબ વડાપ્રધાનનો આ પ્રવાસ ભારત-ઘાના સંબંધોને વધુ મજબૂત કરવાની દિશામાં કેન્દ્રિત છે. વડાપ્રધાન મોદી પોતાના પ્રવાસ દરમિયાન ઘાનાના રાષ્ટ્રપતિની સાથે રોકાણ, ઊર્જા, સ્વાસ્થ્ય, સુરક્ષા અને વિકાસ જેવા મહત્વના મુદ્દાઓ પર વિસ્તૃત વાતચીત કરશે. સાથે જ બંને નેતા આર્થિક અને સંરક્ષણ સહયોગને વધારવા માટે આગળની રણનીતિ નક્કી કરશે.
PM @narendramodi arrived in Accra, Ghana a short while ago, marking the start of a historic visit. This is the first visit by an Indian Prime Minister to Ghana in over three decades. In a gracious and warm gesture, President @JDMahama personally received PM Modi at the airport,… pic.twitter.com/n7CvQ291To
— PMO India (@PMOIndia) July 2, 2025
આ પણ વાંચો -Japan Airline: ટેક ઓફ થયાના 10 મિનિટમાં પ્લેન 26000 ફૂટ નીચે....191 મુસાફરોના જીવ અધ્ધર
9 જુલાઈ સુધી વડાપ્રધાન 5 દેશની મુલાકાતે
તમને જણાવી દઈએ કે વડાપ્રધાન મોદીનો આ પ્રવાસ 2થી 9 જુલાઈ સુધી ચાલશે, જેમાં તે ઘાના, ત્રિનિદાદ અને ટોબેગો, આર્જેન્ટીના, બ્રાઝિલ અને નામિબિયાનો પ્રવાસ કરશે. આ પ્રવાસનો ઉદ્દેશ્ય ભારતના વૈશ્વિક પ્રભાવને વધુ મજબૂત કરવાનો છે. ઘાના બાદ વડાપ્રધાન 3-4 જુલાઈ સુધી ત્રિનિદાદ અને ટોબેગોની મુસાફરી પર રહેશે. જ્યાં તે રાષ્ટ્રપતિ ક્રિસ્ટીન કાર્લા કંગાલૂ અને વડાપ્રધાન કમલા પ્રસાદ-બિસેસર સાથે મુલાકાત કરશે. ત્યારબાદ વડાપ્રધાન આર્જેન્ટીના, બ્રાઝિલ અને નામીબિયાની મુલાકાત પર જશે, જ્યાં તે 17માં બ્રિક્સ શિખર સંમેલનમાં ભાગ લેશે.


