Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

વૈશ્વિક સ્તરે ભારતનું ગૌરવ: PM Modi ને કૃષિ ક્ષેત્રનું સર્વોચ્ચ 'Agricola Medal' એનાયત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રોમમાં સંયુક્ત રાષ્ટ્રના ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન (FAO) દ્વારા પ્રતિષ્ઠિત 'એગ્રીકોલા મેડલ' એનાયત કરવામાં આવ્યો છે. ભારતમાં કૃષિ ઉત્પાદકતા, ખાદ્ય સુરક્ષા અને વૈજ્ઞાનિક ખેતીને પ્રોત્સાહન આપવા બદલ તેમને આ આંતરરાષ્ટ્રીય સન્માન મળ્યું છે. પીએમ મોદીએ આ મેડલ દેશના 'અન્નદાતા' ખેડૂતોને સમર્પિત કર્યો હતો અને જણાવ્યું હતું કે ખેતીનું ભવિષ્ય માત્ર વધુ નહીં, પરંતુ બહેતર ઉત્પાદનમાં રહેલું છે.
વૈશ્વિક સ્તરે ભારતનું ગૌરવ  pm modi ને કૃષિ ક્ષેત્રનું સર્વોચ્ચ  agricola medal  એનાયત
Advertisement
  • પીએમ મોદીનું આંતરરાષ્ટ્રીય સન્માન: FAO દ્વારા એગ્રીકોલા મેડલ એનાયત!
  • રોમમાં યોજાયેલા ભવ્ય સમારોહમાં પીએમ મોદીનું સન્માન
  • FAO ના મહાનિર્દેશક ડૉ. ક્યૂ ડોંગયુએ પીએમ મોદીને સોંપ્યો મેડલ
  • ખેતી અને ખાદ્ય સુરક્ષા ક્ષેત્રે પીએમના ઉત્કૃષ્ટ યોગદાનની નોંધ લેવાઈ
  • છેલ્લા 10 વર્ષમાં 3000 થી વધુ આબોહવા-અનુકૂળ પાકની જાતો વિકસાવાઈ
  • પીએમ મોદીએ આ મેડલ દેશના 'અન્નદાતાઓ'ને કર્યો અર્પણ

રોમ (Rome) ખાતે સંયુક્ત રાષ્ટ્રના ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન (Food and Agriculture Organization - FAO) ના મુખ્યાલયમાં આયોજિત એક ભવ્ય સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ને પ્રતિષ્ઠિત 'એગ્રીકોલા મેડલ' (Agricola Medal) થી સન્માનિત કરવામાં આવ્યા છે. વિદેશ મંત્રાલય (Ministry of External Affairs) ના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, આ સન્માન પીએમ મોદીના નેતૃત્વમાં ભારતમાં કૃષિ ઉત્પાદકતા (Agricultural Productivity) વધારવા, ખાદ્ય સુરક્ષા (Food Security) મજબૂત કરવા અને ગ્રામીણ વિકાસની દિશામાં થયેલી કામગીરીને બિરદાવવા માટે આપવામાં આવ્યું છે.

Advertisement

ખેતીનું ભવિષ્ય: 'વધુ' નહીં પણ 'બહેતર' ઉત્પાદન

સન્માન સ્વીકારતી વખતે પીએમ મોદીએ જણાવ્યું કે, "છેલ્લા 10 વર્ષમાં ભારતમાં લગભગ 3000 જેટલી આબોહવા-અનુકૂળ (Climate-resilient) પાકની જાતો વિકસાવવામાં આવી છે. અમારું માનવું છે કે ખેતીનું ભવિષ્ય માત્ર 'વધુ ઉત્પાદન' નહીં, પરંતુ 'બહેતર ઉત્પાદનમાં' છે. અમે રાસાયણિક ખાતરો પર નિર્ભરતા ઘટાડીને વૈજ્ઞાનિક ખેતી (Scientific Farming) અને જૈવિક વિવિધતા પર ભાર મૂકી રહ્યા છીએ."

Advertisement

વિજ્ઞાન અને પરંપરાનો સમન્વય

પીએમ મોદીએ ભારતીય કૃષિ પરંપરા પર પ્રકાશ પાડતા કહ્યું કે, "ભારત ખેતીને માત્ર પાક ઉગાડવાનું માધ્યમ નથી માનતું. આપણે ધરતીને 'માતા' અને ખેડૂતને 'ધરતી પુત્ર' કહીએ છીએ." તેમણે ઉમેર્યું કે દેશમાં 'મિશન મોડ'માં વૈજ્ઞાનિક ખેતીને પ્રોત્સાહન અપાઈ રહ્યું છે. 'સોઈલ હેલ્થ કાર્ડ' (Soil Health Card), 'પર ડ્રોપ મોર ક્રોપ' (વધુ પાક, ઓછું પાણી) અને 'માઈક્રો ઈરિગેશન' (Micro Irrigation) જેવી ઝુંબેશ દ્વારા ખેડૂતોને આધુનિક ટેકનોલોજીથી સજ્જ કરવામાં આવી રહ્યા છે.

પીએમ મોદીએ અંતમાં કહ્યું કે, "આ સન્માન માત્ર મારું નથી, પરંતુ ભારતના કરોડો ખેડૂતો (Indian Farmers), પશુપાલકો અને કૃષિ વૈજ્ઞાનિકોનું છે. હું આ એગ્રીકોલા મેડલ દેશના અન્નદાતાઓને સમર્પિત કરું છું."

આ પણ વાંચો : Giorgia Meloni Speaks Hindi : PM મોદી સામે ઈટાલીના પીએમ બોલ્યા હિન્દી, વીડિયો જોઈને તમે પણ ફેન થઈ જશો!

Tags :
Advertisement

.

×