PM Modi ને અપાયું 'ધ ઓર્ડર ઓફ ધ રિપબ્લિક ઓફ ત્રિનિદાદ એન્ડ ટોબેગો' જેવું સર્વોચ્ચ સન્માન
- વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના 5 દેશોના પ્રવાસનો બીજા તબક્કો શરુ
- PM Modi ત્રિનિદાદ અને ટોબેગો પહોંચ્યા
- Guard of Honour સાથે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું
- 'ધ ઓર્ડર ઓફ ધ રિપબ્લિક ઓફ ત્રિનિદાદ એન્ડ ટોબેગો' જેવું સર્વોચ્ચ સન્માન અપાયું હતું
Port of Spain : વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના 5 દેશોના પ્રવાસના બીજા તબક્કામાં ગુરુવારે ત્રિનિદાદ અને ટોબેગો પહોંચ્યા. પિયાર્કો આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર તેમનું સ્વાગત ત્રિનિદાદ અને ટોબેગોના વડાપ્રધાન કમલા પ્રસાદ-બિસેસર દ્વારા કરવામાં આવ્યું હતું. ગાર્ડ ઓફ ઓનર સાથે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. એરપોર્ટ પર ઘણા કેબિનેટ મંત્રીઓ અને સાંસદોએ પણ તેમનું સ્વાગત કર્યુ હતું.
'ધ ઓર્ડર ઓફ ધ રિપબ્લિક ઓફ ત્રિનિદાદ એન્ડ ટોબેગો' સન્માન અપાયું
એરપોર્ટ પર ભારતીય સંસ્કૃતિની ઝલક જોવા મળી હતી. જ્યાં લોકો ભારતીય પૌરાણિક પાત્રોના પોશાકમાં હાજર હતા. સાંસ્કૃતિક પ્રદર્શનોએ વાતાવરણને વધુ ભારતીય બનાવ્યું હતું. ત્રિનિદાદ અને ટોબેગોએ પણ PM મોદીને તેના સર્વોચ્ચ સન્માન 'ધ ઓર્ડર ઓફ ધ રિપબ્લિક ઓફ ત્રિનિદાદ એન્ડ ટોબેગો' (The Order of the Republic of Trinidad and Tobago) થી સન્માનિત કર્યા હતા.
આ પણ વાંચોઃ PM મોદીનું ઘાનાની સંસદમાંથી સંબોધન, ભારત-ઘાનાની દોસ્તી ચીનને ભારે પડશે!
ત્રિનિદાદ અને ટોબેગોના પ્રધાનમંત્રીએ સ્વપ્નદ્રષ્ટા ગણાવ્યા
ત્રિનિદાદ અને ટોબેગોના પ્રધાનમંત્રી કમલા પ્રસાદ-બિસ્સેસર (Kamala Prasad-Bissessar) એ PM મોદીની પ્રશંસા કરી. તેમણે કહ્યું, અમને એક એવી વ્યક્તિની હાજરીમાં રહેવાનું સૌભાગ્ય મળ્યું છે જે આપણા ખૂબ જ નજીકના અને પ્રિય છે. અમને ગર્વ છે કે એક નેતા આપણી વચ્ચે છે કે જેનું આગમન માત્ર ઔપચારિકતા નથી, પરંતુ આપણા માટે એક મહાન સન્માન છે. મને ખૂબ આનંદ છે કે, હું વિશ્વના સૌથી આદરણીય અને પ્રશંસનીય સ્વપ્નદ્રષ્ટા નેતા ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીનું સ્વાગત કરી રહી છું. જ્યારે તમે 2002 માં પહેલી વાર અમારા દેશમાં આવ્યા હતા ત્યારે તમે વડાપ્રધાન નહોતા પરંતુ એક સાંસ્કૃતિક રાજદૂત હતા. આજે તમે 1.4 અબજ લોકોના રાષ્ટ્રના વડા તરીકે ફરીથી અમારા દેશમાં આવ્યા છો.
આ પણ વાંચોઃ AIR INDIA ની દિલ્હી-વોશિંગ્ટન ફ્લાઈટ વિયેનામાં અટકાવી દેવાઈ, જાણો કારણ...