Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

નોર્વેની પત્રકાર Helle Leng ચર્ચામાં, સો. મીડિયા અકાઉન્ટ થયા સસ્પેન્ડ!

નોર્વેના ઓસ્લોમાં પીએમ મોદીને પ્રેસ સ્વતંત્રતા અંગે સવાલો પૂછનાર મહિલા પત્રકાર હેલી લેંગ વિવાદમાં ફસાઈ છે. ભારે ઓનલાઇન ટ્રોલિંગ વચ્ચે મેટાએ તેના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ સસ્પેન્ડ કરી દીધા છે. ભારતીય યુઝર્સ તેને 'ચીની એજન્ટ' ગણાવી રહ્યા છે. જોકે, આ વિવાદ વચ્ચે એક્સ (X) પ્લેટફોર્મ પર તેના ફોલોઅર્સની સંખ્યા માત્ર 800 થી વધીને 45,000ને પાર પહોંચી ગઈ છે.
નોર્વેની પત્રકાર helle leng ચર્ચામાં  સો  મીડિયા અકાઉન્ટ થયા સસ્પેન્ડ
Advertisement
  • પીએમ મોદીને સવાલ પૂછનાર નોર્વેની પત્રકાર વિવાદમાં!
  • મહિલા પત્રકાર હેલી લેંગના ફેસબુક-ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ સસ્પેન્ડ
  • ઓસ્લોમાં પ્રેસ ફ્રીડમ અંગે પીએમ મોદીને પૂછ્યા હતા સવાલ
  • સોશિયલ મીડિયા પર યુઝર્સે ચીની એજન્ટ હોવાનો લગાવ્યો આરોપ
  • ટ્રોલિંગ વચ્ચે એક્સ (X) પર પત્રકારના ફોલોઅર્સમાં જંગી ઉછાળો

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) નોર્વેની મુલાકાતે હતા ત્યારે ઓસ્લોમાં પ્રેસ સ્વતંત્રતા (Press Freedom) અંગે તીખા સવાલો પૂછનાર નોર્વેજીયન મહિલા પત્રકાર હેલી લેંગ (Helle Leng) ચર્ચાના કેન્દ્રમાં છે. ઓસ્લોમાં સંયુક્ત પ્રેસ બ્રીફિંગ દરમિયાન હેલીએ પીએમ મોદીને કેટલાક સવાલો પૂછ્યા હતા, ત્યારબાદ ભારતીય અધિકારી સિબી જ્યોર્જ સાથે પણ તેમની ઉગ્ર ચર્ચા થઈ હતી.

હવે આ પત્રકારે દાવો કર્યો છે કે ઓનલાઇન ટ્રોલિંગ (Online Trolling) અને ભારે વિરોધ વચ્ચે મેટા (Meta) દ્વારા તેમના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. હેલી લેંગે માઇક્રોબ્લોગિંગ સાઇટ પર પોસ્ટ કરતા જણાવ્યું કે, "પ્રેસની આઝાદી માટે આ એક નાની કિંમત છે. હું વધુ ભારતીયોને જવાબ આપવા માંગતી હતી, પરંતુ એકાઉન્ટ સસ્પેન્ડ થવાથી હવે તેમાં વિલંબ થશે."

Advertisement

Advertisement

ચીની એજન્ટ હોવાનો આરોપ

આ ઘટના બાદ સોશિયલ મીડિયા (Social Media) પર ભારતીય યુઝર્સનો ગુસ્સો ફાટી નીકળ્યો છે. યુઝર્સે હેલી લેંગના જૂના આર્ટિકલ્સ અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અંગેના તેના કેટલાક જૂના રિપોર્ટ્સ શોધી કાઢ્યા છે. મોટાભાગના લોકો તેને 'ચીની એજન્ટ' (Chinese Agent) અને વિદેશી પ્રોક્સી ગણાવી રહ્યા છે.

45000 ફોલોઅર્સ પહોંચ્યો

જોકે, આ સમગ્ર વિવાદ વચ્ચે એક્સ પ્લેટફોર્મ પર હેલીની લોકપ્રિયતામાં અચાનક મોટો ઉછાળો આવ્યો છે. વિવાદ પહેલા તેના ફોલોઅર્સ માત્ર 800 આસપાસ હતા, જે હવે વધીને 45,000 ને પાર પહોંચી ગયા છે. વિદેશ મંત્રાલય (Ministry of External Affairs) ના સચિવ સિબી જ્યોર્જે પણ સ્પષ્ટ કર્યું હતું કે ભારતની વાસ્તવિકતા ન સમજતા લોકોએ આવા પાયાવિહોણા સવાલો ઉઠાવવા જોઈએ નહીં.

આ પણ વાંચો : PM Modi એ Giorgia Meloni ને ગિફ્ટ કરી ‘મેલોડી’, ઈટાલીના વડાપ્રધાને કહ્યું આભાર મોદીજી, જુઓ Video

Tags :
Advertisement

.

×