Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

PM Modi Gift Diplomacy : વૈશ્વિક મંચ પર ભારતનો દબદબો ! PM મોદીએ વિદેશી નેતાઓને આપી અનોખી ભારતીય ભેટ!

PM Modi Gift Diplomacy :  વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે પણ વિદેશ પ્રવાસે જાય છે, ત્યારે તેઓ ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસત અને હસ્તકળાને વિશ્વ મંચ પર રજૂ કરવાનું ચૂકતા નથી. તાજેતરમાં વિવિધ દેશોના પ્રમુખો સાથેની મુલાકાત દરમિયાન આપેલી ભેટોએ માત્ર ભારતની કલા (Indian Art) ની જ નહીં, પરંતુ ભારતીય કારીગરોની મહેનતની પણ વિશ્વભરમાં પ્રશંસા કરાવી છે.
pm modi gift diplomacy   વૈશ્વિક મંચ પર ભારતનો દબદબો   pm મોદીએ વિદેશી નેતાઓને આપી અનોખી ભારતીય ભેટ
Advertisement
  • PM Modi Gift Diplomacy : ભારતની કલા અને સંસ્કૃતિની અનોખી ભેટ!
  • વિદેશી મહાનુભાવોને ભારતના સમૃદ્ધ વારસાની ભેટ આપી પીએમ મોદી
  • આસામના ગોલ્ડન સિલ્કથી લઈને બિહારના મખાણા સુધીની ભેટનો સમાવેશ
  • સ્થાનિક કલા અને કારીગરીને વૈશ્વિક મંચ પર મળી નવી ઓળખ
  • ગુજરાતની કેસર કેરી અને મણિપુરની ચા બની આકર્ષણનું કેન્દ્ર

PM Modi Gift Diplomacy :  વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે પણ વિદેશ પ્રવાસે જાય છે, ત્યારે તેઓ ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસત અને હસ્તકળાને વિશ્વ મંચ પર રજૂ કરવાનું ચૂકતા નથી. તાજેતરમાં વિવિધ દેશોના પ્રમુખો સાથેની મુલાકાત દરમિયાન આપેલી ભેટોએ માત્ર ભારતની કલા (Indian Art) ની જ નહીં, પરંતુ ભારતીય કારીગરોની મહેનતની પણ વિશ્વભરમાં પ્રશંસા કરાવી છે.

PM Modi Gift Diplomacy : ઇટાલી અને નોર્વેને અનોખી ભેટ

પીએમ મોદીએ ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીને આસામના ગોલ્ડન સિલ્ક (Assam Golden Silk) માંથી બનેલી સાડી ભેટમાં આપી હતી. આ સાડીની ખાસિયત એ છે કે તેના ઉત્પાદનમાં કોઈ રસાયણ કે રંગનો ઉપયોગ થતો નથી, જે સંપૂર્ણપણે પર્યાવરણને અનુકૂળ છે. આ ઉપરાંત, તેમણે મેલોનીને મણિપુરના દુર્લભ 'શિરુઈ લિલી' (Shirui Lily) ફૂલથી પ્રેરિત સ્ટોલ પણ આપ્યો હતો, જે ફક્ત મણિપુરમાં જ જોવા મળે છે.

Advertisement

નોર્વેના રાજા હેરાલ્ડ પાંચમા માટે, પીએમ મોદી ઓડિશાના કટકની પ્રખ્યાત 500 વર્ષ જૂની 'તારકાસી' (Tarakasi) કલાનું ચાંદીનું જહાજ લાવ્યા હતા. કટકને 'સિલ્વર સિટી' (Silver City) તરીકે પણ ઓળખવામાં આવે છે.

Advertisement

સ્વીડન અને UAE માટે વિશેષ ભેટ

સ્વીડનના વડાપ્રધાનને મણિપુરના લોકટક તળાવની શુદ્ધ 'લોકટક ચા' (Loktak Tea) અને લદ્દાખની પ્રખ્યાત 'પશ્મિના શાલ' (Pashmina Shawl) ભેટ આપી હતી, જે અત્યંત ઠંડીમાં પણ શરીરને હૂંફ આપે છે. બીજી તરફ, UAEના રાષ્ટ્રપતિને ભારતની શાન ગણાતી ગુજરાતની 'કેસર કેરી' (Kesar Mango) અને ક્રાઉન પ્રિન્સને બિહારના પ્રખ્યાત 'મિથિલા મખાણા' (Mithila Makhana) ભેટમાં આપ્યા હતા.

સ્વીડનની ક્રાઉન પ્રિન્સેસ વિક્ટોરિયાને મધ્યપ્રદેશની આદિવાસી 'ગોંડ કલા' (Gond Art) નું ચિત્ર ભેટમાં આપવામાં આવ્યું હતું, જે સૌભાગ્યનું પ્રતીક માનવામાં આવે છે.

UNમાં ભારતે Pakistan ને આડે હાથે લીધુ, કહ્યુ નરસંહાર કરનાર દેશ કાશ્મીર પર ઉપદેશ ન આપે

Tags :
Advertisement

.

×