PM Modi Knesset Speech Israel: આતંકવાદ પર કોઈ ડબલ સ્ટાન્ડર્ડ નહીં ચાલે: પીએમ મોદી
- ઈઝરાયેલી સંસદમાં મોદી-મોદીના નારા, આતંકવાદ પર પીએમની કડક ગર્જના!
- ક્નેસેટમાં પીએમ મોદીનું ભવ્ય સ્વાગત, નેતન્યાહુએ કહ્યા 'ગ્રેટ ફ્રેન્ડ'
- આતંકવાદ સામે કોઈ બાંધછોડ નહીં, ભારતની 'ઝીરો ટોલરન્સ' નીતિ સ્પષ્ટ
- 7 ઓક્ટોબરના હુમલા પર પીએમ મોદીએ વ્યક્ત કરી સંવેદના, ઈઝરાયેલને આપ્યો સાથ
- ગાઝા પીસ ઈનિશિયેટિવનું સમર્થન, શાંતિ અને સ્થિરતા માટે ભારત કટિબદ્ધ
PM Modi Knesset Speech Israel : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ (Narendra Modi) આજે ઈઝરાયેલની સંસદ 'ક્નેસેટ' (Knesset) ને સંબોધિત કરીને ઈતિહાસ રચી દીધો છે. જ્યારે પીએમ મોદી સંસદમાં પ્રવેશ્યા ત્યારે આખું સદન 'મોદી, મોદી' ના નારા અને તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યું હતું. ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ (Benjamin Netanyahu) પીએમ મોદીને એક 'મહાન નેતા' અને ઈઝરાયેલના 'પરમ મિત્ર' ગણાવીને તેમનું હાર્દિક સ્વાગત કર્યું હતું.
#WATCH जेरूसलम, इज़राइल: इज़राइल की संसद को संबोधित करते हुए प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा, "इस प्रतिष्ठित सदन के सामने खड़ा होना मेरे लिए सौभाग्य और सम्मान की बात है। मैं भारत के प्रधानमंत्री के तौर पर और एक पुरानी सभ्यता के प्रतिनिधि के तौर पर दूसरी सभ्यता को संबोधित करते… pic.twitter.com/fKPqnANTQM
— ANI_HindiNews (@AHindinews) February 25, 2026
PM Modi Knesset Speech Israel : ભારત ઈઝરાયેલની સાથે
પોતાના સંબોધનમાં પીએમ મોદીએ 7 ઓક્ટોબરના આતંકવાદી હુમલાને યાદ કરતા કહ્યું કે, ભારત ઈઝરાયેલનો દર્દ સમજે છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, "ભારતની આતંકવાદ સામે 'ઝીરો ટોલરન્સ' (Zero Tolerance) ની નીતિ છે. આતંકવાદને કોઈપણ કારણસર યોગ્ય ઠેરવી શકાય નહીં અને આ બાબતે દુનિયામાં કોઈ 'ડબલ સ્ટાન્ડર્ડ' (Double Standards) ન હોવા જોઈએ." વડાપ્રધાને ખાતરી આપી હતી કે ભારત આ મુશ્કેલ સમયમાં ઈઝરાયેલની સાથે મજબૂતીથી ઉભું છે.
#WATCH जेरूसलम, इज़राइल: इज़राइली संसद को संबोधित करते हुए प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा, "...यहूदी समुदाय भारत में बिना किसी ज़ुल्म या भेदभाव के रहते आए हैं। उन्होंने अपने धर्म को बचाए रखा है और समाज में पूरी तरह से हिस्सा लिया है..."
(सोर्स: DD) pic.twitter.com/n5xz5mrWUO
— ANI_HindiNews (@AHindinews) February 25, 2026
શાંતિ અને મિત્રતાનો સંદેશ
પીએમ મોદીએ 140 કરોડ ભારતીયો તરફથી મિત્રતા અને ભાગીદારીનો સંદેશ આપતા જણાવ્યું કે, ભારત ગાઝા પીસ ઈનિશિયેટિવનું (Gaza Peace Initiative) સમર્થન કરે છે. તેમણે ઉમેર્યું કે શાંતિનો માર્ગ સરળ નથી હોતો, પરંતુ ભારત આ પ્રદેશમાં સ્થિરતા માટે વાતચીતના પક્ષમાં છે. આ ઉપરાંત, વડાપ્રધાને ભારતમાં વસતા યહૂદી સમુદાયના (Jewish Community) વખાણ કરતા કહ્યું કે તેઓ સદીઓથી ભારતમાં કોઈપણ ભેદભાવ વગર રહે છે અને ભારતીય સમાજનું અભિન્ન અંગ છે.
#WATCH जेरूसलम, इज़राइल: इज़राइली संसद को संबोधित करते हुए प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा, "पिछले कुछ सालों से, भारत दुनिया की सबसे तेज़ी से बढ़ने वाली बड़ी इकॉनमी रहा है। जल्द ही, हम दुनिया की टॉप तीन इकॉनमी में शामिल होंगे...पिछले कुछ सालों में, भारत ने दूसरे देशों के साथ कई… pic.twitter.com/I10dqTM9B3
— ANI_HindiNews (@AHindinews) February 25, 2026
ભારત બનશે ટોપ-3 ઈકોનોમી
વૈશ્વિક મંચ પર ભારતની વધતી શક્તિનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું કે, ભારત હાલમાં વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મોટી અર્થવ્યવસ્થા (Economy) છે અને ટૂંક સમયમાં જ ભારત વિશ્વની ટોપ-3 અર્થવ્યવસ્થાઓમાં સ્થાન મેળવશે. આ સંબોધને ભારત અને ઈઝરાયેલ વચ્ચેના સંરક્ષણ, વ્યાપાર અને વ્યૂહાત્મક સંબંધોને એક નવી ઊંચાઈ આપી છે.
આ પણ વાંચો : Trump and India: પૃથ્વીને 'ટ્રમ્પલેન્ડ' સમજતા Trump, 2029 સુધી India ન આવે તો સારું!


