PM Modi Italy Visit : મેલોની સાથે ખાસ કરાર; ઈટલીમાં પીએમ મોદીએ રોમને કેમ ગણાવ્યું કાશી જેવું?
- PM Modi Italy Visit : જ્યોર્જિયા મેલોની સાથે ઐતિહાસિક મુલાકાત!
- રોમમાં પીએમ નરેન્દ્ર મોદીનું ભવ્ય અને ઉષ્માભર્યું સ્વાગત
- ભારત અને ઈટલી વચ્ચે 'વિશેષ વ્યૂહાત્મક ભાગીદારી'ની જાહેરાત
- સંરક્ષણ અને વ્યાપાર ક્ષેત્રે મોટા પાયે કામગીરી કરવા સંમતિ
- આતંકવાદ સામે લડવા અને કૂટનીતિથી ઉકેલ લાવવા પર મોદીનો ભાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) હાલમાં બે દિવસીય ઈટલી મુલાકાતે (Italy Visit) છે. આ મહત્વપૂર્ણ મુલાકાત દરમિયાન તેમણે ઈટલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની (Giorgia Meloni) સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. ત્યારબાદ બંને નેતાઓએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ સંબોધીને બંને દેશોના મજબૂત સંબંધો પર પ્રકાશ પાડ્યો હતો.
પીએમ મોદીએ જણાવ્યું કે બંને દેશો વચ્ચે સંરક્ષણ ક્ષેત્રે (Defense Sector) મોટા પાયે કામ થઈ રહ્યું છે. આતંકવાદને વૈશ્વિક ખતરો ગણાવતા તેમણે સ્પષ્ટ કર્યું કે વિશ્વની કોઈપણ સમસ્યાનો ઉકેલ કૂટનીતિ (Diplomacy) દ્વારા જ આવવો જોઈએ. ઈટલીના પીએમ મેલોનીએ રોમમાં પીએમ મોદીનું સ્વાગત કરતા આ દિવસને બંને દેશોના સંબંધો માટે ખરા અર્થમાં ઐતિહાસિક ગણાવ્યો હતો.
#WATCH | Rome, Italy | PM Modi says, "Our Defence Industrial Roadmap has paved the way for co-development and co-production. As maritime powers, close cooperation between India and Italy in the field of Connectivity is natural. We will work together on shipping, ports… pic.twitter.com/zH9gOlMaOv
— ANI (@ANI) May 20, 2026
PM Modi Italy Visit : રોમ અને કાશી વચ્ચે અનોખું સામ્ય
પીએમ મોદીએ રોમને 'શાશ્વત શહેર' (Eternal City) ગણાવ્યું અને પોતાની લોકસભા બેઠક કાશીને પણ તેની સમાન ગણાવી હતી. તેમણે જાહેર કર્યું કે છેલ્લા સાડા ત્રણ વર્ષમાં મેલોની સાથેની તેમની વારંવારની મુલાકાતો દર્શાવે છે કે ભારત-ઈટલી સંબંધો સતત મજબૂત થઈ રહ્યા છે. હવે આ સંબંધોને 'વિશેષ વ્યૂહાત્મક ભાગીદારી' (Special Strategic Partnership) ના સ્તરે લઈ જવામાં આવી રહ્યા છે.
વ્યાપાર અને વિકાસ પર ભાર
ભારત-ઈટલી સંયુક્ત વ્યૂહાત્મક કાર્ય યોજના (Strategic Action Plan) 2025-2029 આ ભાગીદારીને વધુ વ્યવહારુ બનાવશે. બંને દેશો વચ્ચેનો દ્વિપક્ષીય વ્યાપાર (Bilateral Trade) 20 અબજ યુરોના લક્ષ્યાંક તરફ આગળ વધી રહ્યો છે. ભારતમાં હાલ 400 થી વધુ ઈટાલિયન કંપનીઓ કાર્યરત છે. મોદીએ 'ડિઝાઇન એન્ડ ડેવલપ ઇન ઇન્ડિયા એન્ડ ઇટલી' (Design and Develop) ના સિદ્ધાંત પર ભાર મૂક્યો અને ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (Free Trade Agreement) ને ઝડપથી લાગુ કરવા માટે ઈટલીનો આભાર માન્યો હતો, જેનાથી વેપારીઓને મોટો ફાયદો થશે.
આ પણ વાંચો : નોર્વેની પત્રકાર Helle Leng ચર્ચામાં, સો. મીડિયા અકાઉન્ટ થયા સસ્પેન્ડ!


