ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

PM Modi Japan visit: 5 લાખ ભારતીયો જશે જાપાન, જાણો કયા ક્ષેત્રોમાં મળશે તકો?

ભારત-જાપાન વચ્ચે થયેલા ઐતિહાસિક 'પીપલ-ટુ-પીપલ કનેક્ટ' કરાર હેઠળ 5 વર્ષમાં 5 લાખ લોકોનું આદાન-પ્રદાન થશે. જાણો કયા ક્ષેત્રોમાં મળશે તકો.
12:02 PM Aug 30, 2025 IST | Mihir Solanki
ભારત-જાપાન વચ્ચે થયેલા ઐતિહાસિક 'પીપલ-ટુ-પીપલ કનેક્ટ' કરાર હેઠળ 5 વર્ષમાં 5 લાખ લોકોનું આદાન-પ્રદાન થશે. જાણો કયા ક્ષેત્રોમાં મળશે તકો.
PM Modi Japan visit

PM Modi Japan visit : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જાપાન મુલાકાત દરમિયાન, ભારત અને જાપાન વચ્ચે અનેક મહત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષર થયા છે. તેમાંથી સૌથી મહત્વપૂર્ણ 'પીપલ-ટુ-પીપલ કનેક્ટ' નામનો કરાર છે, જેના હેઠળ આગામી પાંચ વર્ષમાં બંને દેશો વચ્ચે 5 લાખ લોકોનું આદાન-પ્રદાન કરવામાં આવશે. આ પહેલનો ઉદ્દેશ્ય ભારતીય યુવાનો માટે જાપાનમાં નોકરી, તાલીમ અને કૌશલ્ય વિકાસની તકો વધારવાનો છે.

50,000 કુશળ કર્મચારીઓને જાપાન મોકલાશે

વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ જણાવ્યું હતું કે આ કરારના પ્રથમ તબક્કામાં, લગભગ 50,000 કુશળ અને અર્ધ-કુશળ ભારતીય કર્મચારીઓને જાપાન મોકલવામાં આવશે. આ કરાર બંને દેશોની ખાસ વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારીને વધુ મજબૂત બનાવશે. આ પહેલ માત્ર નવી રોજગારીની તકો જ નહીં પરંતુ બંને દેશોના લોકો વચ્ચેના પરસ્પર સંબંધોને પણ ગાઢ બનાવશે.

આ ક્ષેત્રોમાં તકો ઉપલબ્ધ થશે

ભારતીય યુવાનોને જાપાનમાં કામ કરવાની મળશે તક

જાપાનના વડા પ્રધાન શિગેરુ ઇશિબા સાથે દ્વિપક્ષીય વાટાઘાટો પછી, પીએમ મોદીએ સંયુક્ત પત્રકાર પરિષદમાં આ કરારને 'ભારત-જાપાન ભાગીદારીને નવી દિશા' આપનાર ગણાવ્યો. તેમણે કહ્યું કે આ યોજના ભારતીય યુવાનોને જાપાનમાં કામ કરવાની અને શીખવાની તક આપશે, જ્યારે જાપાની નાગરિકો પણ ભારતમાં અનુભવ મેળવી શકશે.

આ પણ વાંચો :   PM Modi's Japan Visit : જાપાનના વડાપ્રધાને પહેલગામ આતંકી હુમલાની નિંદા કરી, ભારતને આપ્યું સમર્થન

Tags :
India Japan agreementIndia Japan jobsPeople to People Connectpm modi japan visit
Next Article