ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

બાઈડનને મળીને બોલ્યા PM MODI -વ્હાઈટ હાઉસમાં મારુ સ્વાગત 140 કરોડ ભારતીયોનું સન્માન !, જુઓ તસવીરો

ભારતના વડાપ્રધાન મોદી આજે પહેલી વાર સ્ટેટ વિઝિટ માટે પહોંચ્યા હતા. ત્યા પ્રવાસી ભારતીયો અને અમેરિકન સરકાર દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અમેરિકામાં આવું ઉચ્ચ સન્માન પ્રાપ્ત કરવાવાળા તેઓ ચોથા નેતા બન્યા છે. વડાપ્રધાન મોદી આજે સ્ટેટ વિઝિટ...
07:02 AM Jun 23, 2023 IST | Hiren Dave
ભારતના વડાપ્રધાન મોદી આજે પહેલી વાર સ્ટેટ વિઝિટ માટે પહોંચ્યા હતા. ત્યા પ્રવાસી ભારતીયો અને અમેરિકન સરકાર દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અમેરિકામાં આવું ઉચ્ચ સન્માન પ્રાપ્ત કરવાવાળા તેઓ ચોથા નેતા બન્યા છે. વડાપ્રધાન મોદી આજે સ્ટેટ વિઝિટ...

ભારતના વડાપ્રધાન મોદી આજે પહેલી વાર સ્ટેટ વિઝિટ માટે પહોંચ્યા હતા. ત્યા પ્રવાસી ભારતીયો અને અમેરિકન સરકાર દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અમેરિકામાં આવું ઉચ્ચ સન્માન પ્રાપ્ત કરવાવાળા તેઓ ચોથા નેતા બન્યા છે.

વડાપ્રધાન મોદી આજે સ્ટેટ વિઝિટ માટે વ્હાઇટ હાઉસ પહોંચ્યા હતા.જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. આ દરમિયાન રાષ્ટ્રગીત ગાવામાં આવ્યું હતું અને વંદે માતરમના નારા લગાવવામાં આવ્યા હતા.

 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વ્હાઇટ હાઉસમાં સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેમણે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન અને જીલ બાઈડેનનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે મને વ્હાઇટ હાઉસમાં જે સન્માન મળ્યું તે ભારતના 140 કરોડ લોકોનું સન્માન છે. આ માટે હું જો અને જીલનો આભાર વ્યક્ત કરું છું. જય હિંદ, ગોલ બ્લેસ અમેરિકા.

વ્હાઈટ હાઉસમાં ભવ્ય સ્વાગત સમયે વડાપ્રધાન મોદી ભારતીય મૂળના અમેરિકાના વાઈસ પ્રેસિડન્ટ કમલા હૈરિસને પણ મળ્યા હતા.

 

વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે ત્રણ દાયકા પહેલા જ્યારે તેઓ અમેરિકા આવ્યા હતા, ત્યારે તેમણે વ્હાઇટ હાઉસને બહારથી જોયું હતું. તેમણે કહ્યું કે હું વડાપ્રધાન રહીને ઘણી વખત અમેરિકા આવ્યો છું, પરંતુ આ પહેલીવાર છે જ્યારે આટલા ભારતીય અમેરિકનો માટે વ્હાઇટ હાઉસના દરવાજા ખોલવામાં આવ્યા છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે બંને દેશોને તેમની વિવિધતા પર ગર્વ છે.

 

વ્હાઈટ હાઉસની સાઉથ લોનની બાલકનીમાં ઉભા રહીને નરેન્દ્ર મોદી, જો બાઈડન અને જિલ બાઈડને લોકોનું અભિવાદન કર્યું હતું.

 

 

આજે સાંજે 8.30 કલાકે બંને દેશના રાષ્ટ્ર પ્રમુખ વચ્ચે દ્વિપક્ષીય વાતચીત શરુ થઈ હતી. બંને નેતાઓ મીડિયાના સવાલોના જવાબ આપે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી હતી.

 

જો બાઈડને પોતાના સંબોધનમાં જણાવ્યું કે, વડાપ્રધાન મોદી તમારુ ફરીથી વ્હાઈટ હાઉસમાં સ્વાગત છે. અમેરિકા-ભારતના સંબંધોમાં 21મી સદીમાં મહત્વપૂર્ણ છે.

આપણ  વાંચો -અમારી સરકાર અને અમે સાબિત કર્યું છે કે DEMOCRACY CAN DELIVER : સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં PM મોદી

Tags :
pm modipm modi us visitPresident Bidenus visitWhite-House
Next Article