PM Modi UK Visit : વડાપ્રધાન મોદીનું લંડનમાં ભવ્યાતિભવ્ય સ્વાગત કરાયું
- વડાપ્રધાન મોદીનું લંડનમાં ભવ્યાતિભવ્ય સ્વાગત કરાયું
- લંડનના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ભારતીય સમુદાયમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો
- વડાપ્રધાનની આ મુલાકાતથી બંને દેશો દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવશે
PM Modi UK Visit : વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની 2 દિવસીય મુલાકાતના પહેલા તબક્કામાં બ્રિટન પહોંચ્યા છે. અહીં તેમનું ઉષ્માભર્યુ ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન મોદીની આ મુલાકાતથી બંને દેશોના મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર કરીને દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવશે.
ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવ્યું
બ્રિટનમાં વસતા ભારતીય સમુદાયોએ PM મોદીની મુલાકાત પર ગર્વ અને ઉત્સાહ વ્યક્ત કર્યો હતો. તેમને વૈશ્વિક અને આધ્યાત્મિક રીતે એક સ્વપ્નદ્રષ્ટા નેતા તરીકે વર્ણવવામાં આવ્યા હતા. બંને દેશના નેતા અને લોકોને આશા છે કે આ મુલાકાત ભારત-યુકે સંબંધોને વધુ મજબૂત બનાવશે. ખાસ કરીને વેપાર અને સાંસ્કૃતિક આદાનપ્રદાનના ક્ષેત્રમાં આ મુલાકાત ફળદાયી નીવડશે.
PM Modi ની ચોથી મુલાકાત
નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ ચોથી વાર યુનાઈટેડ કિંગડમની મુલાકાત લઈ રહ્યા છે. પ્રધાનમંત્રી મોદી અને પ્રધાનમંત્રી સ્ટાર્મર ગયા વર્ષે 2 વાર મળ્યા હતા. બંને દેશો આ ભાગીદારીને વધુ વધારવા માટે પ્રતિબદ્ધ છે. આ વેપાર કરારનો મૂળ ધ્યેય બંને દેશો વચ્ચે આયાત અને નિકાસ પરની જકાત દૂર કરવાનો અથવા ઘટાડવાનો છે. વર્ષ 2030 સુધીમાં આ બંને દેશો વચ્ચેનો વેપાર US $120 બિલિયન સુધી વધારવાનો છે. પ્રધાનમંત્રી મોદી તેમની મુલાકાતના બીજા તબક્કામાં માલદીવની મુલાકાત લેશે.
આ પણ વાંચોઃ Jagdeep Dhankhar ને ઘર ખાલી કરવા નોટિસ,ઓફિસ સીલ, સોશિયલ મીડિયા ટીમ હટાવાઈ
વડાપ્રધાન મોદી પણ આ મુલાકાત માટે ઉત્સાહી
વડાપ્રધાન મોદીએ પોતાના યુકેના પ્રવાસ અગાઉ આપેલા નિવેદનમાં ઉત્સાહ દર્શાવ્યો હતો. જેમાં તેમણે કહ્યું હતું કે, ભારત અને બ્રિટન એક વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી ધરાવે છે જેમાં તાજેતરના વર્ષોમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે. આ સમય દરમિયાન બંને દેશો વચ્ચે ઘણા ક્ષેત્રોમાં ખાસ કરીને રોકાણ, ટેકનોલોજી, નવીનતા, સંરક્ષણ, શિક્ષણ અને સંશોધનમાં અપેક્ષિત પ્રગતિ થઈ છે.