ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Canada G7 Summit માં 6 વર્ષમાં પહેલીવાર PM MODI ભાગ નહીં લે, જાણો શું છે કારણ?

કેનેડામાં યોજાશે G-7 સંમેલન  કાર્યક્રમ G-7 માં PM MODI ભાગ નહીં લે  PM મોદીએ કેનેડા જવા માટેના સંકેત નથી આપ્યા   Canada G7Summit : કેનેડા(canada)માં આયોજિત થઈ રહેલાં G-7 સંમેલનમાં આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાગ નહીં લે. સંમેલન...
05:05 PM Jun 02, 2025 IST | Hiren Dave
કેનેડામાં યોજાશે G-7 સંમેલન  કાર્યક્રમ G-7 માં PM MODI ભાગ નહીં લે  PM મોદીએ કેનેડા જવા માટેના સંકેત નથી આપ્યા   Canada G7Summit : કેનેડા(canada)માં આયોજિત થઈ રહેલાં G-7 સંમેલનમાં આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાગ નહીં લે. સંમેલન...
canada india tension

 

Canada G7Summit : કેનેડા(canada)માં આયોજિત થઈ રહેલાં G-7 સંમેલનમાં આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાગ નહીં લે. સંમેલન 15-17 જૂનની વચ્ચે કેનેડાના અલ્બર્ટામાં આયોજિત થઈ રહ્યું છે, જેમાં વડાપ્રધાનના (PM MOD)સામેલ થવાની સંભાવના નહિવત છે. આવું છ વર્ષમાં પહેલીવાર થશે જ્યારે વડાપ્રધાન મોદી G-7 સંમેલનમાં ભાગ નહીં લે. સંમેલનમાં સામેલ ન થવા પાછળનું કારણ ભારત-કેનેડા તણાવ અને સુરક્ષાની ચિંતાને જણાવવામાં આવી રહ્યું છે.

ભારત G-7માં નહીં લે ભાગ?

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વડાપ્રધાન મોદીએ કેનેડા જવા માટેના હાલ કોઈ સંકેત નથી આપ્યા,ન તો કેનેડાના વડાપ્રધાન મોદીએ G-7માં સામેલ થવા માટે ભારતને નિમંત્રણ મોકલ્યું નથી. આ સિવાય ભારતે પણ સંમેલનમાં સામલ થવાની ઈચ્છા વ્યક્ત નથી કરી. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, 'ભારત-કેનેડા તણાવને જોતા અત્યાર સુધી બંને દેશોમાં સુધારો નહીં આવે ત્યાં સુધી ભારત તરફથી આવી હાઈ-પ્રોફાઇલ મુલાકાત સંભવ નથી. અહીં વાત G-7ની નથી પરંતુ, ભારત તેની મેજબાની કરી રહેલા દેશને જોતા ભારતે આ પગલું ભર્યું છે.બે વર્ષ પહેલાં ખાલિસ્તાની આંતકી હરદીપ સિંહ નિજ્જર હત્યાકાંડને લઈને બંને દેશોમાં વિવાદ થયો હતો, ત્યારબાદ ભારતે કેનેડાથી પોતાના હાઈ કમિશનરને પરત બોલાવી લીધા હતા અને અત્યાર સુધી તેમની નિયુક્તિ કરવામાં નથી આવી.

આ પણ  વાંચો -USA : અમેરિકામાં હુમલો, 'ફ્રી પેલેસ્ટાઇન...' કહી શખ્સે પેટ્રોલ બોમ્બ ફેંક્યો, 6 દાઝ્યા

વડાપ્રધાન મોદીની સુરક્ષાનો વિષય

કેનેડામાં ખાલિસ્તાની કટ્ટરપંથી તત્ત્વોને જોતા વડાપ્રધાન મોદી માટે ત્યાં જવું ચિંતાનો વિષય છે. G-7 દુનિયાની 7 વિકસિત અર્થવ્યસ્થાઓમાં કેનેડા,ફ્રાન્સ,ઈટલી,જાપાન,બ્રિટેન અને અમેરિકાનું સંગઠન છે,જેના વાર્ષિક શિખર સંમેલનામાં દુનિયાના અન્ય પ્રભાવશાળી દેશોના નેતાઓને પણ નિમંત્રણ આપવામાં આવે છે. વડાપ્રધાન મોદી 2019થી આ સંમેલનમાં ભાગ લઈ રહ્યા છે.જોકે સંમેલનમાં કયા-કયા દેશ સામેલ થશે તે વિશે કેનેડાએ કોઈ સત્તાવાર જાણકારી નથી આપી,પરંતુ કેનેડાની મીડિયાનું કહેવું છે કે,સંમેલનમાં સભ્ય દેશોના નેતા સિવાય ઓસ્ટ્રેલિયા,દક્ષિણ આફ્રિકા,યુક્રેન અને બ્રાઝીલના નેતાઓ ભાગ લઈ શકે છે.\

આ પણ  વાંચો -Donald Trumps Mobile Wallpaper : ડોનાલ્ડ ટ્રમ્પના ફોનની સ્ક્રીન વાયરલ થઈ, આ ફોટો છે વોલપેપર પર

ભારત-કેનેડાના સંબંધોમાં તણાવ

ભારત-કેનેડાના સંબંધ સપ્ટેમ્બર, 2023માં એવા સમયે ખરાબ થયા હતા.જ્યારે તત્કાલિન વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ખાલિસ્તાની આતંકવાદી નિજ્જરની હત્યામાં કથિત ભારતીય એજન્ટની સંડોવણીનો આરોપ લગાવ્યો હતો. જોકે, ભારતે ત્યારે આ આરોપોને નકારી દીધા હતા. કેનેડાએ આ સંબંધિત તપાસની માંગ કરી હતી અને આ તપાસમાં અત્યાર સુધી કંઈ સામે નથી આવ્યું પરંતુ, બંને દેશના સંબંધ ખરાબ થયા છે.કેનેડામાં હવે સરકાર બદલાઈ ગઈ છે. દેશના નવા વડાપ્રધાન માર્ક કાર્નીએ ભારત સાથેના સંબંધોને સુધારવાને લઈને પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી છે. જોકે, હજુ સુધી ભારત-કેનેડાના સંબંધોમાં કોઈ ખાસ સુધારો જોવા નથી મળ્યો.

Tags :
canadacanada g7canada g7 narendra modiCanada India Tensioncanada india tiesG7G7 MeetingG7 SummitMark CarneyNarendra Modiwill modi attend g7 summit
Next Article