ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

PM Modi's Japan Visit : જાપાનના વડાપ્રધાને પહેલગામ આતંકી હુમલાની નિંદા કરી, ભારતને આપ્યું સમર્થન

PM Modi's Japan Visit : જાપાનના વડાપ્રધાન શિગેરુ ઈશિબાએ પહેલગામ આતંકી હુમલાની નિંદા કરી, તેમને 26 મૃતકો પ્રત્યે ઊંડો શોક વ્યક્ત કર્યો.
07:44 AM Aug 30, 2025 IST | Hardik Prajapati
PM Modi's Japan Visit : જાપાનના વડાપ્રધાન શિગેરુ ઈશિબાએ પહેલગામ આતંકી હુમલાની નિંદા કરી, તેમને 26 મૃતકો પ્રત્યે ઊંડો શોક વ્યક્ત કર્યો.
PM Modi's Japan Visit Gujarat First-30-08-2025

PM Modi's Japan Visit : વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના વડા પ્રધાન શિગેરુ ઇશિબા વચ્ચેની શિખર બેઠક થઈ હતી. આ બેઠક બાદ જારી કરાયેલા સંયુક્ત નિવેદનમાં પહેલગામ આતંકી હુમલા મુદ્દે નિવેદન આપવામાં આવ્યા હતા. જેમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF) એ આ હુમલાની જવાબદારી લીધી છે, જેમાં 26 લોકો માર્યા ગયા હતા. વડાપ્રધાન મોદીના આ કહ્યા બાદ જાપાનના વડાપ્રધાન શિગેરુ ઇશિબાએ આ અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી.

PM Modi's Japan Visit માં પહેલગામ આતંકી હુમલાની નિંદા 

ભારત અને જાપાને શુક્રવારે પહેલગામ આતંકવાદી હુમલાની સખત નિંદા કરી હતી. બંને દેશોનો એક જ સૂર હતો કે, આ હુમલા માટે જવાબદાર આતંકવાદીઓ, તેમના આયોજકો અને નાણાકીય સહાયકોને કોઈપણ વિલંબ વિના કાયદાકીય સજા થવી જોઈએ. બંને દેશોએ યુએન-લિસ્ટેડ આતંકવાદી સંગઠનો અને લશ્કર-એ-તૈયબા (LeT), જૈશ-એ-મોહમ્મદ (JeM), અલ કાયદા અને ISIS જેવા તેમના સહયોગી એકમો સામે નક્કર અને સામૂહિક કાર્યવાહી કરવાની અપીલ કરી હતી . બંને વડાપ્રધાનોએ સરહદપાર આતંકવાદ સહિત તમામ પ્રકારના આતંકવાદ અને હિંસક ઉગ્રવાદની સખત નિંદા કરી.

PM Modi's Japan Visit Gujarat First-30-08-2025-

આ પણ વાંચોઃ  Putin India Visit : ડિસેમ્બરમાં પુતિન ભારત આવશે, ક્રેમલિનની સત્તાવાર જાહેરાત

યુક્રેન અને મધ્ય પૂર્વ પર પણ ચર્ચા કરાઈ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના વડા પ્રધાન શિગેરુ ઇશિબા વચ્ચેની શિખર બેઠક સંયુક્ત નિવેદન જારી કરવામાં આવ્યું હતું. જેમાં બંને દેશોએ આંતરરાષ્ટ્રીય કાયદા અને સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટર અનુસાર યુક્રેનમાં ન્યાયી અને સ્થાયી શાંતિને ટેકો આપવાની વાત કરી. તેમણે કહ્યું કે, આ દિશામાં વિવિધ દેશો દ્વારા કરવામાં આવી રહેલા રાજદ્વારી પ્રયાસો આવકાર્ય છે. બંને નેતાઓએ મધ્ય પૂર્વ અંગે શાંતિ અને સ્થિરતાના મહત્વ પર પણ ભાર મૂક્યો.

ગાઝા સંકટ અંગે ચિંતા

ગાઝામાં બગડતી માનવતાવાદી પરિસ્થિતિ અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરતા મોદી અને ઈશિબાએ ભાર મૂક્યો કે તમામ બંધકોની મુક્તિ અને તાત્કાલિક કાયમી યુદ્ધવિરામ અત્યંત મહત્વપૂર્ણ છે. ઉપરાંત ગાઝામાં માનવતાવાદી પરિસ્થિતિ સુધારવા માટે નક્કર પગલાં લેવાની જરૂરિયાતને પણ પ્રાધાન્ય આપ્યું હતું.

PM Modi's Japan Visit Gujarat First-30-08-2025--

આ પણ વાંચોઃ  PM MODi : જાપાનથી PM મોદીએ ટ્રમ્પને આપ્યો આ સંદેશ!

Tags :
Gujarat FirstJapanese Prime Minister Shigeru Ishibapahalgam terrorist attackPM Modi's Japan Visit
Next Article