ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

PM Modi's Japan Visit : વડાપ્રધાન મોદીએ બુલેટ ટ્રેનની મુસાફરી માણી , જાપાનીઝ PM ઈશિબા પણ જોડાયા

અત્યારે વડાપ્રધાન મોદી જાપાન પ્રવાસે છે. વડાપ્રધાન મોદી (PM Modi) એ બુલેટ ટ્રેનમાં જાપાનના વડાપ્રધાન ઈશિબા (Shigeru Ishiba) સાથે મુસાફરીનો આનંદ માણ્યો. વાંચો વિગતવાર.
12:48 PM Aug 30, 2025 IST | Hardik Prajapati
અત્યારે વડાપ્રધાન મોદી જાપાન પ્રવાસે છે. વડાપ્રધાન મોદી (PM Modi) એ બુલેટ ટ્રેનમાં જાપાનના વડાપ્રધાન ઈશિબા (Shigeru Ishiba) સાથે મુસાફરીનો આનંદ માણ્યો. વાંચો વિગતવાર.
PM Modi's Japan Visit Gujarat First-30-08-2025 - +

PM Modi's Japan Visit : વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) જાપાનના 2 દિવસીય પ્રવાસે છે. પ્રથમ દિવસે તેમણે જાપાનના વડાપ્રધાન શિગેરુ ઈશિબા (Shigeru Ishiba) સાથે શિખર મંત્રણામાં ભાગ લીધો હતો. વડાપ્રધાન મોદીએ જાપાનના વડાપ્રધાન શિગેરુ ઈશિબા સાથે બુલેટ ટ્રેનની રાઈડ પણ એન્જોય કરી. હવે વડાપ્રધાન જાપાનની 4 કંપનીઓની મુલાકાત લેશે. જેમાંથી શિંકનસેન કંપની બુલેટ ટ્રેનનો પ્રોટોટાઈપ બનાવી રહી છે. આ પ્રોટોટાઈપને ભારત ખરીદે તેવી શક્યતાઓ છે. PM Modi's Japan Visit ના બીજા તબક્કો ચીન પ્રવાસનો રહેશે. જેમાં PM Modi તિયાનજિન શહેરમાં યોજાનાર SCO કોન્ફરન્સમાં હાજરી આપશે.

Gujarat First-30-08-2025

PM Modi's Japan Visit અને બુલેટ ટ્રેનની રાઈડ

વડાપ્રધાન મોદીએ જાપાનના વડાપ્રધાન શિગેરુ ઈશિબા સાથે બુલેટ ટ્રેનની રાઈડ પણ એન્જોય કરી. હવે વડાપ્રધાન જાપાનની 4 કંપનીઓની મુલાકાત લેશે. જેમાંથી શિંકનસેન કંપની બુલેટ ટ્રેનનો પ્રોટોટાઈપ બનાવી રહી છે. આ પ્રોટોટાઈપને ભારત ખરીદે તેવી શક્યતાઓ છે. બુલેટ ટ્રેનની આ રાઈડ દરમિયાન વડાપ્રધાન મોદી અને જાપાનના વડાપ્રધાન શિગેરુ ઈશિબા હળવી પળો માણતા જણાયા હતા. બુલેટ ટ્રેનની આ રાઈડ માણીને વડાપ્રધાન મોદી ટોક્યોથી સેંદઈ શહેર પહોંચ્યા છે. પીએમ મોદી અને શિગેરુ ઇશિબાએ શનિવારે જેઆર ઈસ્ટ ખાતે તાલીમ લઈ રહેલા ભારતીય ટ્રેન ડ્રાઈવર્સને મળ્યા હતા. જાપાનના વડાપ્રધાને આ મુલાકાતની તસવીરો ટ્વીટ કરી છે.

 

Gujarat First-30-08-2025

આ પણ વાંચોઃ PM Modi's Japan Visit : જાપાનના વડાપ્રધાને પહેલગામ આતંકી હુમલાની નિંદા કરી, ભારતને આપ્યું સમર્થન

16 ગવર્નર્સ સાથે મુલાકાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાપાન પ્રવાસના બીજા દિવસે જાપાનના વિવિધ પ્રીફેક્ચરના ગવર્નરોને મળ્યા. આ મીટિંગમાં 16 રાજ્યપાલોએ ભાગ લીધો. પીએમ મોદીએ કહ્યું કે, ભારત અને જાપાન વચ્ચેના સંબંધો ખૂબ જ જૂની સભ્યતા સાથે જોડાયેલા છે અને આજે પણ સતત મજબૂત થઈ રહ્યા છે. તેમણે કહ્યું કે હવે દિલ્હી અને ટોક્યો સુધી મર્યાદિત સંબંધોને આગળ વધારીને ભારતના રાજ્યો અને જાપાનના પ્રીફેક્ચર વચ્ચે સીધો સહયોગ વધારવાની જરૂર છે. આ માટે 15મા વાર્ષિક સમિટમાં 'રાજ્ય-પ્રીફેક્ચર ભાગીદારી' શરૂ કરવામાં આવી હતી. જે વેપાર, ટેકનોલોજી, પર્યટન, સુરક્ષા, કૌશલ્ય અને સંસ્કૃતિ જેવા ક્ષેત્રોમાં સંબંધોને વધુ મજબૂત બનાવશે. મોદીએ ભારતીય રાજ્યો અને જાપાનના ગવર્નરોને ઉત્પાદન, ટેકનોલોજી, નવીનતા, સ્ટાર્ટઅપ્સ, નાના ઉદ્યોગો અને નવા માળખાગત સુવિધાઓ જેવા ક્ષેત્રોમાં ભાગીદારી કરવા કહ્યું.

આ પણ વાંચોઃ PM Modi Japan visit: 5 લાખ ભારતીયો જશે જાપાન, જાણો કયા ક્ષેત્રોમાં મળશે તકો?

Tags :
Bullet Train RideGujarat FirstJapan's PM Shigeru IshibaPM Modi's Japan Visit
Next Article