ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા બ્રુનેઈ, એરપોર્ટ પર કરાયું ભવ્ય સ્વાગત

PM Narendra Modi Brunei Visit : વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના દક્ષિણપૂર્વ એશિયાના પ્રવાસના ભાગરૂપે બ્રુનેઈની રાજધાની બંદર સેરી બેગાવન પહોંચ્યા છે, જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. બ્રુનેઈના એરપોર્ટ (Brunei Airport) પર વડાપ્રધાન મોદી (PM Modi) ને એરપોર્ટ પર બ્રુનેઈના...
03:56 PM Sep 03, 2024 IST | Hardik Shah
PM Narendra Modi Brunei Visit : વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના દક્ષિણપૂર્વ એશિયાના પ્રવાસના ભાગરૂપે બ્રુનેઈની રાજધાની બંદર સેરી બેગાવન પહોંચ્યા છે, જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. બ્રુનેઈના એરપોર્ટ (Brunei Airport) પર વડાપ્રધાન મોદી (PM Modi) ને એરપોર્ટ પર બ્રુનેઈના...
PM Narendra Modi Brunei Visit

PM Narendra Modi Brunei Visit : વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના દક્ષિણપૂર્વ એશિયાના પ્રવાસના ભાગરૂપે બ્રુનેઈની રાજધાની બંદર સેરી બેગાવન પહોંચ્યા છે, જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. બ્રુનેઈના એરપોર્ટ (Brunei Airport) પર વડાપ્રધાન મોદી (PM Modi) ને એરપોર્ટ પર બ્રુનેઈના ઉચ્ચ અધિકારીઓ અને ભારતીય સમુદાયના સભ્યોએ ભવ્ય સ્વાગત કર્યું હતું. બંને દેશો વચ્ચેના વ્યૂહાત્મક અને સાંસ્કૃતિક (strategic and cultural) સંબંધો વધુ મજબૂત કરવા માટે આ મુલાકાત ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

વડાપ્રધાન મોદીનું બ્રુનેઈમાં સ્વાગત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બંને દેશોની તેમની મુલાકાતના પ્રથમ તબક્કાના ભાગરૂપે બ્રુનેઈ પહોંચ્યા છે. બ્રુનેઈ દારુસલામમાં ક્રાઉન પ્રિન્સ હાજી અલ-મુહતાદી બિલ્લાએ વડાપ્રધાન મોદીનું સ્વાગત કર્યું હતું. બ્રુનેઈ પહોંચતા PM મોદીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. બ્રુનેઈમાં PM મોદી દેશના ટોચના નેતૃત્વ સાથે વાતચીત કરશે અને દ્વિપક્ષીય સંબંધોને વધારવાના માર્ગો પર ચર્ચા કરશે. દ્વિપક્ષીય મુલાકાતે બ્રુનેઈની મુલાકાત લેનારા મોદી પ્રથમ ભારતીય વડાપ્રધાન છે. PM મોદીએ કહ્યું કે, તેઓ બંને દેશો વચ્ચેના ઐતિહાસિક સંબંધોને નવી ઊંચાઈએ લઈ જવા માટે સુલતાન હાજી હસનલ બોલ્કિયા અને શાહી પરિવારના અન્ય સભ્યો સાથેની તેમની બેઠકોની રાહ જોઈ રહ્યા છે.

બંને દેશો વચ્ચેના સંબંધો વધુ મજબૂત થશે

જણાવી દઈએ કે વડાપ્રધાન મોદીએ એવા સમયે બ્રુનેઈની મુલાકાત લીધી છે જ્યારે ભારત અને બ્રુનેઈ તેમના રાજદ્વારી સંબંધોના 40 વર્ષની ઉજવણી કરી રહ્યા છે. PM મોદીની બ્રુનેઈની મુલાકાત બંને દેશો વચ્ચે સંરક્ષણ સહયોગના સંદર્ભમાં મહત્વપૂર્ણ છે. બંને દેશો સંરક્ષણ સહયોગમાં સંયુક્ત કાર્યકારી જૂથની સ્થાપના કરવા માંગે છે. આ સિવાય PM મોદીની મુલાકાત દરમિયાન ઉર્જા સંબંધો અને અવકાશ ક્ષેત્રમાં સહયોગ વધવાની પણ શક્યતા છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, વડાપ્રધાનની આ મુલાકાત સંરક્ષણ સહયોગ, વેપાર અને રોકાણ, ઉર્જા, અવકાશ તકનીક, આરોગ્ય સહયોગ, ક્ષમતા નિર્માણ, સંસ્કૃતિ તેમજ લોકો- સહિત તમામ વર્તમાન ક્ષેત્રોમાં બ્રુનેઈ સાથેના અમારા સહયોગને વધુ મજબૂત બનાવશે. લોકો વચ્ચે આદાનપ્રદાન અને નવા ક્ષેત્રોમાં સહકારની તકો શોધવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, PM નરેન્દ્ર મોદી તેમની મુલાકાત દરમિયાન બ્રુનેઈની રાજધાની બંદર સેરી બેગવાનની એક હોટલમાં પહોંચ્યા હતા. આ દરમિયાન ભારતીય સમુદાયે તેમનું સ્વાગત કર્યું હતું.

PM મોદી સિંગાપોર પણ જશે

બ્રુનેઈથી PM મોદી બુધવારે સિંગાપોરની મુલાકાત લેશે, જ્યાં તેઓ રાષ્ટ્રપતિ થર્મન શનમુગરત્નમ, વડાપ્રધાન લોરેન્સ વોંગ, વરિષ્ઠ મંત્રીઓ લી સિએન લૂંગ, ગોહ ચોક ટોંગને મળશે. વડાપ્રધાન સિંગાપોરના વેપારી સમુદાયના નેતાઓને પણ મળશે. PM મોદીએ કહ્યું, “બંને દેશો (સિંગાપોર અને બ્રુનેઈ) અમારી 'એક્ટ ઈસ્ટ' નીતિ અને ઈન્ડો-પેસિફિક માટેના વિઝનમાં મહત્વપૂર્ણ ભાગીદારો છે. મને વિશ્વાસ છે કે મારી મુલાકાતો બ્રુનેઈ, સિંગાપોર અને ગ્રેટર ASEAN (એસોસિએશન ઑફ સાઉથઈસ્ટ એશિયન નેશન્સ) પ્રદેશ સાથેની અમારી ભાગીદારીને વધુ મજબૂત બનાવશે.”

બ્રુનેઈમાં ભારતીય સમુદાયની સંખ્યા 14 હજાર

PM મોદી એવા સમયે બ્રુનેઈની મુલાકાતે છે જ્યારે ભારત અને બ્રુનેઈ તેમના રાજદ્વારી સંબંધોના 40 વર્ષની ઉજવણી કરી રહ્યા છે. બ્રુનેઈમાં ભારતીય સમુદાયની સંખ્યા 14 હજાર છે અને બ્રુનેઈમાં ડૉક્ટરો અને શિક્ષકોના સમુદાયમાં નોંધપાત્ર સંખ્યામાં ભારતીયો છે.

બ્રુનેઈની મુલાકાત બંને દેશો વચ્ચે સંરક્ષણ સહયોગના સંદર્ભમાં મહત્વપૂર્ણ

પીએમ મોદીની બ્રુનેઈની મુલાકાત બંને દેશો વચ્ચે સંરક્ષણ સહયોગના સંદર્ભમાં મહત્વપૂર્ણ છે. બંને દેશો સંરક્ષણ સહયોગમાં સંયુક્ત કાર્યકારી જૂથની સ્થાપના કરવા માંગે છે. આ સિવાય પીએમ મોદીની મુલાકાત દરમિયાન ઉર્જા સંબંધો અને અવકાશ ક્ષેત્રમાં સહયોગ વધવાની પણ શક્યતા છે.

આ પણ વાંચો:  કોઈ ભારતીય PM બ્રુનેઈની પ્રથમ મુલાકાતે...

Tags :
Bruneipm modipm modi newspm narendra modiPM Narendra Modi Brunei VisitPM Narendra Modi Brunei Visit NewsPM Narendra Modi News
Next Article