Japan Earthquake: જાપાનમાં 6.4ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ શિમાને અને ટોટ્ટોરીમાં ભારે તબાહી
- Japan Earthquake : જાપાનમાં 6.4 ની તીવ્રતાનો ભૂકંપ
- જાપાનમાં સવારે 10 કલાકે આવ્યો ભૂકંપ
- ભૂકંપમાં અનેક લોકો થયા ઇજાગ્રસ્ત
જાપાનમાં શક્તિશાળી ભૂકંપના મોટા સમાચાર સામે આવ્યા છે. પશ્વિમ જાપાનમાં 6.4 ની તીવ્રતાનો ભૂકંપમાં આવતા અફાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ભૂકંપના લીધે સ્થાનિક લોકોમાં ભારે દહેશતનો માહોલ જોવા મળ્યો હતો અને ઘરેથી બહાર દોડી આવ્યા હતા. સૌથી વધુ અસર શિમાને અને ટોટ્ટોરી પ્રીફેક્ચરમાં અનુભવાઈ હતી. જાપાન હવામાન એજન્સી (JMA) અનુસાર, ભૂકંપ પછી કેટલાક વિસ્તારોમાં જોરદાર આફ્ટરશોક્સ અનુભવાયા હતા.અનેક લોકો ઘાયલ થયાના સમાચાર પણ સામે આવ્યા છે.
જાપાનમાં સવારે 10 કલાકે આવ્યો ભૂકંપ
Japan Earthquake : નોંધનીય છે કે પૂર્વીય શિમાને પ્રીફેક્ચરમાં સવારે 6.4 ની તીવ્રતાનો ભૂકંપ હતો. તેની ઊંડાઈ આશરે 10 કિલોમીટર હતી. જાપાન ભૂકંપ સ્કેલ પર તેની તીવ્રતા 7 માંથી 5 નોંધાઈ હતી. ભૂકંપનું કેન્દ્ર 35.3 ડિગ્રી ઉત્તર અક્ષાંશ અને 133.2 ડિગ્રી પૂર્વ રેખાંશ પર સ્થિત હતું ભૂકંપ પછી, તે જ વિસ્તારમાં વધુ બે આફ્ટરશોક્સ આવ્યા. JMA અનુસાર, પહેલો આંચકો સવારે 10:28 વાગ્યે 5.1 ની તીવ્રતા સાથે આવ્યો હતો, જ્યારે બીજો આંચકો સવારે 10:37 વાગ્યે 5.4 ની તીવ્રતા સાથે અનુભવાયો હતો.
જાપાનમાં ભૂકંપના આચંકાથી સ્થાનિકોમાં ભારે ફફડાટ
Japan Earthquake : શિમાને પ્રીફેક્ચરના માત્સુ શહેરમાં, ભૂકંપ દરમિયાન પડી જવા અને અન્ય ઇજાઓ થતાં ચાર લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જાપાનના જાહેર પ્રસારણકર્તા NHK અનુસાર, શહેરના ઘણા ઘરોની છતને નુકસાન થયું હતું. તોટ્ટોરી પ્રીફેક્ચરના પડોશી શહેર સકાઈમિનાટોમાં પણ રસ્તાઓમાં તિરાડોના અહેવાલો મળ્યા છે.
અન્ય વિસ્તારોમાં અસર
ભૂકંપના કેન્દ્રની દક્ષિણમાં સ્થિત હિરોશિમા પ્રીફેક્ચરના ફુકુયામા શહેરમાં પણ બે લોકો ઘાયલ થયા હતા. સ્થાનિક અધિકારીઓ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. JMA એ પાછળથી ભૂકંપની તીવ્રતા 6.2 થી વધારીને 6.4 કરી. એજન્સી અનુસાર, પશ્ચિમી તોટ્ટોરી પ્રીફેક્ચરમાં મહત્તમ 4 લાંબા ગાળાની જમીન ગતિ નોંધાઈ હતી.
આ પણ વાંચો: Nepal માં કોમી હિંસા ફાટી નીકળતા ભારત-નેપાળ બોર્ડર સીલ


