Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Donald Trump નો પારો સાતમા આસમાને, મહિલા પત્રકારે શૂટરના લખાણ પર સવાલ પૂછતા જ ભડક્યા રાષ્ટ્રપતિ!

અમેરિકાના વોશિંગ્ટનમાં વ્હાઇટ હાઉસ ડિનર દરમિયાન થયેલા હુમલા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ લાલઘૂમ જોવા મળ્યા હતા. એક ઇન્ટરવ્યુ દરમિયાન શૂટરના મેનિફેસ્ટો મુદ્દે મહિલા રિપોર્ટર પર ભડકતા ટ્રમ્પે તેને માનસિક બીમાર વ્યક્તિની બકવાસ ગણાવી હતી. ટ્રમ્પે પોતાની નિર્દોષતા જાહેર કરતા પત્રકારને ખખડાવી નાખી હતી. આ હિંસક ઘટના અને સુરક્ષામાં થયેલી ચૂકને ટ્રમ્પે ડેમોક્રેટ્સના દ્વેષપૂર્ણ ભાષણોનું પરિણામ ગણાવ્યું હતું.
donald trump નો પારો સાતમા આસમાને  મહિલા પત્રકારે શૂટરના લખાણ પર સવાલ પૂછતા જ ભડક્યા રાષ્ટ્રપતિ
Advertisement
  • Donald Trump શૂટરના મેનિફેસ્ટો મુદ્દે લાલઘૂમ
  • ટ્રમ્પે ઈન્ટરવ્યુમાં મહિલા રિપોર્ટરને ખખડાવી નાખી!
  • ઈન્ટરવ્યુમાં મહિલા રિપોર્ટર પર રીતસરના વરસ્યા
  • "હું નિર્દોષ છું, આ બીમાર માણસની બકવાસ છે"

Donald Trump: અમેરિકાના વોશિંગ્ટન (Washington) માં વ્હાઇટ હાઉસ કોરેસ્પોન્ડન્ટ્સ ડિનર (White House Correspondents' Dinner) દરમિયાન થયેલા હુમલાએ રાજકીય ગરમાવો વધારી દીધો છે. આ ઘટના બાદ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) એક ઈન્ટરવ્યુ દરમિયાન મહિલા રિપોર્ટર પર ભડકી ગયા હતા. CBS News ની પત્રકાર નોરા ઓ'ડોનેલ (Norah O'Donnell) જ્યારે હુમલાખોરના કથિત મેનિફેસ્ટો (Manifesto) વિશે વાત કરી રહી હતી, ત્યારે ટ્રમ્પનો પારો સાતમા આસમાને પહોંચ્યો હતો. તેમણે આકરા શબ્દોમાં રિપોર્ટરને ખખડાવી દીધી હતી, અને કહ્યું કે તે એક માનસિક બીમાર વ્યક્તિની બકવાસ વાતો વાંચી રહી છે.

Donald Trump_Correspondents' Dinner_Reporter_Gujarat 0

Advertisement

શૂટરના મેનિફેસ્ટો મુદ્દે ઉગ્ર બોલાચાલી (Heated Exchange)

હુમલાખોરના મેનિફેસ્ટોમાં ટ્રમ્પ વિરુદ્ધ કેટલીક વાંધાજનક બાબતો હોવાનો ઉલ્લેખ થતા જ ટ્રમ્પે તીખી પ્રતિક્રિયા આપી હતી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, તેમને બદનામ કરવા માટે જાણી જોઈને આ બધું કરવામાં આવી રહ્યું છે. તેમણે પોતે નિર્દોષ (Innocent) હોવાનો દાવો કરતા કહ્યું કે, તેમનું નામ આવી વાહિયાત બાબતો સાથે જોડવું ખોટું છે. ટ્રમ્પે રિપોર્ટરને સવાલ કર્યો કે તે શા માટે કોઈ બીમાર માનસિકતા (Sick Mentality) ધરાવતા માણસના લખાણને મહત્વ આપી રહી છે. આ ઈન્ટરવ્યુ દરમિયાન ટ્રમ્પે પોતાના પર લાગેલા જૂના આરોપોને પણ નકાર્યા હતા.

Advertisement

આ પણ વાંચો----- Mali Defense Minister Killed : માલીના સંરક્ષણ મંત્રી સાદિયો કામારાનું આત્મઘાતી હુમલામાં મોત

હુમલાખોરની ઓળખ અને સુરક્ષામાં ચૂક (Security Breach)

વ્હાઇટ હાઉસના કાર્યક્રમમાં હથિયારો સાથે ઘૂસેલા હુમલાખોરની ઓળખ 31 વર્ષીય કોલ ટૉમસ એલન (Cole Thomas Allen) તરીકે થઈ છે. કેલિફોર્નિયા (California) નો રહેવાસી આ યુવક અનેક હથિયારો સાથે સુરક્ષા કોર્ડન તોડીને અંદર ઘૂસી ગયો હતો. તેણે કાર્યક્રમ સ્થળ પાસે અનેક રાઉન્ડ ફાયરિંગ (Firing) પણ કર્યું હતું. સુરક્ષા દળોએ તેને તાત્કાલિક કાબૂમાં લીધો હતો. ટ્રમ્પે આ હુમલાખોરને "કટ્ટરપંથી" અને "ખ્રિસ્તી-વિરોધી" ગણાવ્યો હતો. તેમણે અમેરિકામાં વધી રહેલી રાજકીય હિંસા (Political Violence) માટે ડેમોક્રેટિક નેતાઓના દ્વેષપૂર્ણ ભાષણોને જવાબદાર ઠેરવ્યા હતા.

હિંસા વચ્ચે ટ્રમ્પનો મિજાજ (Fearless Attitude)

ગોળીબારની ઘટના સમયે પોતે બિલકુલ ડર્યા નહોતા તેવો દાવો ટ્રમ્પે કર્યો છે. તેમણે જણાવ્યું કે તે પરિસ્થિતિને સમજવા માંગતા હતા, તેથી તેઓ તરત બહાર ગયા નહોતા. ટ્રમ્પના મતે તેઓ પોતે જોવા માંગતા હતા કે આખરે શું થઈ રહ્યું છે અને તેઓ કાર્યક્રમમાં પરત ફરવા માટે પણ તૈયાર હતા. 27 એપ્રિલ 2026 ના રોજ આ મુલાકાત દરમિયાન ટ્રમ્પનો મિજાજ અત્યંત આક્રમક (Aggressive) રહ્યો હતો. તેમણે આ ઘટનાને સમાજ માટે ખતરનાક ગણાવીને પોતાની છબી સુધારવા પર ભાર મૂક્યો હતો.

આ પણ વાંચો----- Strait of Hormuz ખોલવા ઈરાન તૈયાર, અમેરિકા સમક્ષ મૂકી આ મોટી શરત

 

Tags :
Advertisement

.

×