રાષ્ટ્રપતિ Draupadi Murmuને લિસ્બનના 'સિટી કી ઓફ ઓનર'થી સન્માનિત કરાયા
- રાષ્ટ્રપતિ Draupadi Murmuને લિસ્બનના 'સિટી કી ઓફ ઓનર'થી સન્માનિત કરાયા
- ભારત-પોર્ટુગલ દ્વિપક્ષીય સંબંધોના 50 વર્ષની ઉજવણી ચાલી રહી છે
- પોર્ટુગીઝ પ્રમુખપદ હેઠળ ઐતિહાસિક ભારત-EU પ્લસ 27 નેતૃત્વ સમિટ પોર્ટુગલમાં યોજાઈ હતી
Portugal: ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી Draupadi Murmuને પોર્ટુગલના લિસ્બનમાં 'સિટી કી ઓફ ઓનર'નું સન્માન એનાયત કરવામાં આવ્યું છે. લિસ્બનના સિટી હોલ ખાતે આયોજિત એક સમારંભમાં લિસ્બનના મેયર તરફથી આ સન્માન એનાયત કરવામાં આવ્યું છે.
પોર્ટુગલની જનતાનો માન્યો આભાર
આ પ્રસંગે રાષ્ટ્રપતિ મુર્મુએ પોતાના ઉદ્દબોધનમાં 'સિટી કી ઓફ ઓનર' સન્માન માટે લિસ્બનના મેયર અને જનતાનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે, લિસ્બન તેના ખુલ્લા મન, તેના લોકો અને તેની સંસ્કૃતિની હૂંફ તેમજ તેની સહિષ્ણુતા અને વિવિધતા પ્રત્યેના આદર માટે જાણીતું છે. તેમણે ખુશી વ્યક્ત કરતા કહ્યું કે, લિસ્બન એક વૈશ્વિક શહેર છે જે ટેકનોલોજીકલ પરિવર્તન, નવીનતા, ડિજિટલ, જાહેર માળખાગત સુવિધાઓમાં મોખરે છે. તેમણે કહ્યું કે, ભારત અને પોર્ટુગલ આ ક્ષેત્રોમાં વધુ સહયોગ કરી શકે છે.
રાષ્ટ્રપતિ મુર્મુના સન્માનમાં ભવ્ય ભોજન સમારંભ
પોર્ટુગલમાં ભારતના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુની ભવ્ય મહેમાનગતિ કરવામાં આવી રહી છે. રાષ્ટ્રપતિ મુર્મુના માનમાં પોર્ટુગલમાં એક ભવ્ય ભોજન સમારંભનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેનું આયોજન પોર્ટુગલ રીપબ્લિકનના રાષ્ટ્રપતિ માર્સેલો રેબેલો ડી સોસા દ્વારા પેલાસિઓ દા અજુડા ખાતે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પોર્ટુગલ રીપબ્લિકનના રાષ્ટ્રપતિ માર્સેલો રેબેલો ડી સોસા ખુદ ઉપસ્થિત રહ્યા હતા.
In a special ceremony hosted by the Mayor of Lisbon at the historic Câmara Municipal de Lisboa (City Hall), President Droupadi Murmu was presented with the "Key of Honour" of Lisbon City. The ceremony was attended by several eminent citizens of Lisbon, including the diplomatic… pic.twitter.com/SLoyKGgRme
— President of India (@rashtrapatibhvn) April 7, 2025
આ પણ વાંચોઃ બાંગ્લાદેશમાં ભગવાન વિષ્ણુની મૂર્તિઓ ધરતીમાંથી કેમ બહાર આવી રહી છે?
ભારત-પોર્ટુગલ દ્વિપક્ષીય સંબંધોના 50 વર્ષની ઉજવણી
રાષ્ટ્રપતિ મુર્મુએ પોતાના ઉદ્દબોધનમાં જણાવ્યું કે, આ વર્ષ ભારત અને પોર્ટુગલ માટે વિશેષ મહત્વ ધરાવે છે કારણ કે આપણે ભારત-પોર્ટુગલ દ્વિપક્ષીય સંબંધોના 50 વર્ષની ઉજવણી કરી રહ્યા છીએ. આપણા કુદરતી સુમેળ અને વિવિધ ક્ષેત્રોમાં સહયોગની સંભાવના સાથે, આપણા ઐતિહાસિક સંબંધો ગતિશીલ અને સ્વપ્નદ્રષ્ટા ભાગીદારી બનવાના માર્ગ પર છે. વિજ્ઞાન અને ટેકનોલોજી, સંરક્ષણ, આઈટી, સ્ટાર્ટ-અપ્સ, સંશોધન, શૈક્ષણિક અને સાંસ્કૃતિક સહયોગ સહિત વિવિધ ક્ષેત્રોમાં ભારત-પોર્ટુગલ સહયોગમાં વૃદ્ધિ આનંદદાયક છે.
પ્રથમ ભારત-EU સમિટ
રાષ્ટ્રપતિએ યુરોપિયન યુનિયન સાથે ભારતના સંબંધોને પ્રોત્સાહન આપવામાં પોર્ટુગલની ભૂમિકાની પ્રશંસા કરી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, યુરોપિયન યુનિયનના પોર્ટુગલના પ્રમુખપદ દરમિયાન 2000માં પ્રથમ ભારત-EU સમિટ યોજાઈ હતી અને મે 2021 ફરી એકવાર પોર્ટુગીઝ પ્રમુખપદ હેઠળ ઐતિહાસિક ભારત-EU પ્લસ 27 નેતૃત્વ સમિટ પોર્ટુગલમાં યોજાઈ હતી.
આ પણ વાંચોઃ ભારત અને નેપાળની સુપ્રીમ કોર્ટ વચ્ચે MoU, હવે બંને દેશો વચ્ચે ન્યાયિક સહયોગ થશે મજબૂત