અમેરિકાના રહેણાંક વિસ્તારમાં ક્રેશ થયું પ્રાઈવેટ વિમાન, 15 ઘર બળીને થયા ખાખ
- અમેરિકામાં ફરી એકવાર ભયંકર વિમાન દુર્ઘટના
- રહેણાંક વિસ્તારમાં ક્રેશ થયું પ્રાઈવેટ વિમાન
- કેલિફોર્નિયાના સાન ડિએગો નજીક બની ઘટના
- વિમાનમાં સવાર 8થી વધુ લોકો જીવતા સળગ્યા
- વિમાન ક્રેશ થતાં 15 ઘર અને વાહનોમાં લાગી આગ
- 100થી વધુ લોકોનું સુરક્ષિત સ્થળાંતર કરાયું
Plane Crashes in US : અમેરિકાના કેલિફોર્નિયા (California) રાજ્યના સાન ડિએગો (San Diego) શહેરમાં 22 મે, 2025ના રોજ વહેલી સવારે એક ખાનગી વિમાન દુર્ઘટનાગ્રસ્ત (private plane crashed) થયું, જેના કારણે મર્ફી કેન્યોન રહેણાંક વિસ્તાર (residential area) માં ભારે વિનાશ સર્જાયો. આ ઘટનામાં વિમાનમાં સવાર 8 લોકોના મોત થયા હોવાનું સામે આવી રહ્યું છે, જેમાં સાઉન્ડ ટેલેન્ટ ગ્રૂપના સહ-સ્થાપક ડેવ શાપિરો અને બે અન્ય કર્મચારીઓનો સમાવેશ થાય છે. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) અનુસાર, આ વિમાન સેસ્ના 550 હતું, જે મોન્ટગોમરી-ગિબ્સ એક્ઝિક્યુટિવ એરપોર્ટ તરફ જઈ રહ્યું હતું અને તેમાં 6 લોકો સવાર હતા. આ દુર્ઘટનાએ 10થી 15 ઘરો અને અનેક વાહનોને આગની ઝપેટમાં લીધાં, જેના કારણે લગભગ 100 રહેવાસીઓને સ્થળાંતર કરવું પડ્યું.
દુર્ઘટનાની વિગતો
આ ઘટના સવારે 3:45 વાગ્યાની આસપાસ બની, જ્યારે ગાઢ ધુમ્મસને કારણે Visibility અત્યંત ઓછી હતી. વિમાન એરપોર્ટથી લગભગ બે માઈલ દૂર પાવર લાઈન સાથે અથડાયું હતું, જેના પછી તે રહેણાંક વિસ્તારના ઘરો અને શેરીઓમાં પડ્યું. વિમાનમાંથી બહાર નીકળેલું જેટ ફ્યૂઅલ શેરીઓમાં ફેલાયું, જેના કારણે ઘરો અને વાહનોમાં ભીષણ આગ ફેલાઈ. સાન ડિએગો ફાયર ડિપાર્ટમેન્ટના આસિસ્ટન્ટ ચીફ ડેન એડીએ જણાવ્યું, “જેટ ફ્યૂઅલ શેરીઓમાં વહેતું હતું અને બધું એકસાથે સળગી રહ્યું હતું, આ દૃશ્ય ખૂબ ભયાનક હતું.” સદનસીબે, આ ઘટનામાં રહેણાંક વિસ્તારના કોઈ રહેવાસીને ગંભીર ઈજા થઈ નથી, અને માત્ર 8 લોકોને નાની-મોટી ઈજાઓ થઈ, જેમાં મોટાભાગની સ્મોક ઇન્હેલેશનની ફરિયાદો હતી.
Small plane crashes into San Diego neighbourhood and makes a
direct hit to multiple homes, authorities say, reports AP — Press Trust of India (@PTI_News) May 22, 2025
તાત્કાલિક પ્રતિસાદ અને સ્થળાંતર
ઘટનાની જાણ થતાં જ સાન ડિએગો પોલીસ અને ફાયર ડિપાર્ટમેન્ટની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી. 50થી વધુ પોલીસ અધિકારીઓએ ઝડપથી ઘરો ખાલી કરાવ્યા અને લગભગ 100 રહેવાસીઓને નજીકની હેનકોક એલિમેન્ટરી સ્કૂલમાં સ્થળાંતર કરાયા. સ્થાનિક રહેવાસીઓ અને સૈન્ય પરિવારોએ એકબીજાને મદદ કરી, જેમાં કેટલાક લોકોએ બારીઓમાંથી કૂદીને અને આગથી બચીને પોતાનો જીવ બચાવ્યો. સાન ડિએગોના મેયર ટોડ ગ્લોરિયાએ ફર્સ્ટ રિસ્પોન્ડર્સની પ્રશંસા કરી અને પીડિત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી.
સેસ્ના 550 વિમાન દુર્ઘટના
અહેવાલોમાંથી જાણવા મળ્યું છે કે આ સેસ્ના 550 એરક્રાફ્ટ છે, જેનું નિર્માણ સેસ્ના એરક્રાફ્ટ કંપની દ્વારા કરવામાં આવ્યું છે. આ વિમાન 6 થી 8 લોકોને લઈ જઈ શકે છે. માહિતી મળતાં જ ઘટનાસ્થળે પહોંચેલી ફાયર બ્રિગેડની ટીમ આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. ઉપરાંત, આસપાસના ઘરો ખાલી કરાવવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો : ગુજરાતમાં કોરોનાની રી-એન્ટ્રી! અમદાવાદમાં 20 વર્ષીય યુવતી કોરોના પોઝિટિવ