કદાચ આ મારું છેલ્લુ ટ્વીટ.... ઘરમાં ઘેરાયેલા ઈમરાન ખાને આવું શા માટે કહ્યું? જાણો
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને બુધવારે દાવો કર્યો હતો કે, પોલીસે તેમના ઘરને ઘેરી લીધું છે અને તેમની ફરી ધરપકડ થઈ શકે છે. તેણે ટ્વીટમાં કહ્યું, "મારી આગલી ધરપકડ પહેલા કદાચ મારું છેલ્લું ટ્વિટ. પોલીસે મારા ઘરને ઘેરી લીધું છે."
ઈમરાનને જેલમાં ધકેલવાનો પ્લાન
આ ઈમરાન ખાન દ્વારા "લંડન યોજના" વિશે વાત કર્યાંના બે દિવસ બાદ આવ્યું છે અને કહ્યું કે, સરકાર તેમને રાજદ્રોહના આરોપમાં 10 વર્ષની જેલની સજા કરવાનો પ્લાન ઘડી રહી છે. સરકાર તેમની પત્ની બુશરા બેગમને પણ જેલમાં મોકલવાની યોજના બનાવી રહી છે.
રાજદ્રોહના કાયદાનો ઉપયોગ
સોમવારે એક ટ્વિટમાં ઈમરાન ખાને કહ્યું કે, જ્યારે તે જેલમાં હતા ત્યારે હિંસાના બહાને અધિકારીઓએ જજ, જ્યુરી અને જલ્લાદની ભૂમિકા ભજવી હતી. તેમણે ઉમેર્યું કે, "હવે બુશરા બેગમને જેલમાં નાખીને મને અપમાનિત કરવા અને આગામી 10 વર્ષો સુધી મને અંદર રાખવા માટે રાજદ્રોહના કાયદાનો ઉપયોગ કરવાનો પ્લાન છે.
PTI પર પ્રતિબંધ!
ઈમરાન ખાને દાવો કર્યો કે, તેમને જેલમાં ધકેલ્યા પછી પીટીઆઈ નેતૃત્વ અને કાર્યકરો પાસે જે બચશે તેના પર અધિકારી ર્યવાહી શરૂ કરશે અને અંતે તેઓ પાકિસ્તાનની સૌથી મોટી અને એકમાત્ર સંઘીય પાર્ટી પર પ્રતિબંધ મૂકશે. જે રીતે તેણે પૂર્વ પાકિસ્તાનમાં અવામી લીગ પર પ્રતિબંધ મૂક્યો હતો.
આ પણ વાંચો : માત્ર IMRAN KHAN જ નહી PAKISTAN ના આ પૂર્વ વડાપ્રધાનોના પણ થઈ ચુક્યા છે ભૂંડા હાલ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.