ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

અમેરિકા અને ઇઝરાયેલ પર કેસ ચલાવો! ICC એ વોરન્ટ ઇશ્યું કરતા ભડક્યું તાલિબાન

ICC Warrant Taliban : અફઘાની વિદેશ મંત્રાલયે કહ્યું કે, આ અફસોસની વાત છે કે, ICC એ અફઘાનિસ્તાન પર 30 વર્ષના કબ્જા દરમિયાન વિદેશી શક્તિઓ તરફ કરવામાં આવેલા યુદ્ધ અપરાધો પર આંખો બંધ કરી લીધી હતી.
09:10 PM Jan 24, 2025 IST | KRUTARTH JOSHI
ICC Warrant Taliban : અફઘાની વિદેશ મંત્રાલયે કહ્યું કે, આ અફસોસની વાત છે કે, ICC એ અફઘાનિસ્તાન પર 30 વર્ષના કબ્જા દરમિયાન વિદેશી શક્તિઓ તરફ કરવામાં આવેલા યુદ્ધ અપરાધો પર આંખો બંધ કરી લીધી હતી.
America ICC warent

ICC Warrant Taliban : અફઘાની વિદેશ મંત્રાલયે કહ્યું કે, આ અફસોસની વાત છે કે, ICC એ અફઘાનિસ્તાન પર 30 વર્ષના કબ્જા દરમિયાન વિદેશી શક્તિઓ તરફ કરવામાં આવેલા યુદ્ધ અપરાધો પર આંખો બંધ કરી લીધી હતી.

આંતરરાષ્ટ્રીય કોર્ટે ધરપકડનું વોરન્ટ ઇશ્યું કર્યું

ICC Warrant Taliban: આંતરાષ્ટ્રીય અપરાધ ન્યાયાલયએ તાલિબાને સુપ્રીમ લીડર હૈબતુલ્લાહ અખુંદજારા અને ઇસ્લામિક અમિરાત ઓપ અફઘાનિસ્તાનના મુખ્ય ન્યાયાધીશ અબ્દુલ હકીમ હક્કાનીની વિરુદ્ધ ધરપકડના વોરન્ટ ઇશ્યુ કરવા અંગે નિવેદન આપ્યું હતું. ત્યાર બાદ અફઘાનિસ્તાને પ્રતિક્રિયા આપતા કહ્યું કે જો ICC કેસ ચલાવવા માંગે છે તો તેને તાલિબાન પર નહીં પરંતુ અમેરિકા અને ઇઝરાયેલ વિરુદ્ધ કેસ ચલાવવો જોઇએ.

આ પણ વાંચો : Surendranagar : પાટડીમાં ગેસ ગળતરથી 2 કર્મીનાં મોત મામલે NHRC ની મોટી કાર્યવાહી!

અફઘાનિસ્તાન દ્વારા વ્યક્ત કરાઇ ચિંતા

સમાચાર એજન્સી એએફપીના અનુસાર અફઘાનિસ્તાનના ડેપ્યુટી ગૃહમંત્રી મોહમ્મદ નબી ઓમારીએ કહ્યું કે, જો તેઓ નિષ્પક્ષ અને સાચી કોર્ટ હતી તો તેમણે અમેરિકાને કોર્ટમાં લાવવું જોઇતું હતું, કારણ કે આ અમેરિકા જ છે જે જંગનું કારણ બનેલા છે. ખોસ્ત શહેરમાં એક કાર્યક્રમમાં મોહમ્મદ નબી ઓમારીએ કહ્યું કે, ઇઝરાયેલના વડાપ્રધાન બેંજામિન નેતન્યાહૂને પણ કોર્ટમાં સામે લાવવા જોઇએ.

અફઘાનિસ્તાનના વિદેશ મંત્રાલયે શું કહ્યું?

નેશનલ ટેલીવિઝન ઓફ અફઘાનિસ્તાનના અનુસાર અફઘાનિસ્તાનના વિદેશ મંત્રાલયે આ મામલે નિષ્પક્ષ કાયદાના આધાર રહિત, બેવડું વલણ અને રાજનીતિથી પ્રેરિત ગણાવ્યું છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે, ઇસ્લામિક અમીરાત ઓફ અફઘાનિસ્તાન અયોગ્ય આરોપોની નિંદા કરે છે અને તેને ફગાવે છે. વિદેશ મંત્રાલયે નિવેદનમાં જણાવ્યું કે, આ સંરચના ઇસ્લામિક અમિરાતના નેતાઓ વિરુદ્ધ એવા સમયે નિરાધાર આરોપ લગાવી રહ્યા છે જ્યારે અફઘાનિસ્તાનમાં શાંતિ આવી છે, લોકોએ હાલ રાહતના શ્વાસ લીધા છે. આ સમય એવો છે જ્યારે ખાનગી જેલ, અપહરણ, માનવ વિરોધી ગતિવિધિઓ દેશમાંથી ખતમ થઇ ચુકી છે.

આ પણ વાંચો : Mahakumbh પ્રયાગરાજમાં દાદરા અને નગર હવેલી, દમણ- દીવ અને લક્ષદ્વીપના યુ.ટી. પેવિલિયનનું ભવ્ય ઉદ્ઘાટન

ICC એ આંખો બંધ કરી દીધી

વિદેશ મંત્રાલયે કહ્યું કે, આ અફસોસની બાબત છે કે, આ એજન્સીએ અફઘાનિસ્તાન પર 20 વર્ષના કબ્જા દરમિયાન વિદેશી શક્તિઓ અને તેમના આંતરિક સહયોગીઓ તરફથી કરાયેલા યુદ્ધ અને માનવતા વિરુદ્ધના ગુનાઓ પરત્વે આંખો બંધ કરી લીધી છે.

યુરોપીય દેશો કરે છે હંમેશા પક્ષપાત

અફઘાનિસ્તાનના વિદેશ મંત્રાલયના અનુસાર આ પ્રકારનો વ્યવહાર ICC ની પહેલાથી જ નબળા પડેલા પાયાને વધારે તબાહ કરે છે. આંતરરાષ્ટ્રીય સ્તર પર શાખને નબળી કરી દે છે. વિદેશ મંત્રાલયના નિવેદનમાં જોર આપ્યું કે, તેઓ સમગ્ર વિશ્વ પર માનવાધિકારો તરપથી એક ખાસ પરિભાષાને થોપવા અને બાકી દુનિયાના લોકોના ધાર્મિક અને રાષ્ટ્રીય મુલ્યોને અનદેખી કરવાનો પ્રયાસ નથી કરે છે.

આ પણ વાંચો : Entertainment:કંગના રનૌતની ફિલ્મ પર વિવાદ કેમ?,જાણો શું છે મામલો

Tags :
Abdul Hakim HakkaniAfghanistanDonald TrumpGujarat FirstGUJARAT FIRST NEWSGujarati NewsICCprosecute Israel US Benjamin Netanyahutaliban
Next Article