Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

પુતિનને ખતમ કરવાનો હતો પ્લાન? રશિયાએ જાહેર કર્યો હુમલાનો વીડિયો

રશિયાએ વ્લાદિમીર પુતિનના નિવાસસ્થાન પર 91 યુક્રેનિયન ડ્રોન દ્વારા હુમલાનો સનસનીખેજ દાવો કરી એક વીડિયો જાહેર કર્યો છે. મોસ્કોએ તેને રાષ્ટ્રપતિ પરનો 'સીધો આતંકવાદી હુમલો' ગણાવ્યો છે, જ્યારે ઝેલેન્સકીએ આને શાંતિ વાટાઘાટોમાં અવરોધ ઊભો કરવાનું રશિયાનું ષડયંત્ર ગણાવી નકારી કાઢ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પની મધ્યસ્થી વચ્ચે, બરફમાં મળેલા વિસ્ફોટકોના આ પુરાવાએ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જી દીધી છે.
પુતિનને ખતમ કરવાનો હતો પ્લાન  રશિયાએ જાહેર કર્યો હુમલાનો વીડિયો
Advertisement
  • Putin Drone Attack Claim : રશિયા અને યુક્રેન યુદ્વમાં આવ્યો નવો વળાંક
  • રશિયાએ કર્યો દાવો રાષ્ટ્રપતિ પુતિનને મારી નાંખવા કરાયો ડ્રોનથી હુમલો
  • રશિયાએ આ ડ્રોન હુમલાનો જાહેર કર્યો વીડિયો

રશિયા-યુક્રેન યુદ્ધમાં પરિસ્થિતિ વધઉ પેચીદી બની ગઇ છે. બંને દેશોના યુદ્વ વચ્ચે દુનિયા જ્યારે શાંતિની આશા રાખી રહી છે, ત્યારે ક્રેમલિનના એક દાવાએ આખી દુનિયાના શ્વાસ અધ્ધર કરી દીધા છે. રશિયન સંરક્ષણ મંત્રાલયે એક ચોંકાવનારો વીડિયો જાહેર કરીને દાવો કર્યો છે કે યુક્રેને સીધું રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના અત્યંત સુરક્ષિત નિવાસસ્થાનને નિશાન બનાવીને 'આતંકવાદી હુમલો' કર્યો છે.

Putin Drone Attack Claim : 91 ડ્રોનથી પુતિનના નિવાસ્થાને કરાયો હતો હુમલો

નોંધનીય છે કે બરફના જંગલોમાં મળ્યો મોતનો પુરાવો! બુધવારે જાહેર કરાયેલા વીડિયોમાં નોવગોરોડ પ્રદેશના બરફથી ઢંકાયેલા જંગલોમાં ક્ષતિગ્રસ્ત ડ્રોનનો કાટમાળ દેખાય છે. રશિયાનો દાવો છે કે 28 ડિસેમ્બરની રાત્રે એક-બે નહીં પણ કુલ 91 ડ્રોન દ્વારા સામૂહિક હુમલો કરવામાં આવ્યો હતો. આ ડ્રોન્સ પુતિનના તળાવ કિનારે આવેલા ખાનગી નિવાસસ્થાન તરફ વધી રહ્યા હતા. રશિયન એર ડિફેન્સે આ હુમલાને નિષ્ફળ બનાવ્યો હોવા છતાં, એક ડ્રોનમાંથી 6 કિલો વિસ્ફોટકો મળી આવતા સુરક્ષા એજન્સીઓ ચોંકી ઉઠી છે.

Advertisement

Advertisement

Putin Drone Attack Claim : રશિયાના દાવા પર યુક્રેને આપ્યો આ જવાબ

રશિયાના દાવા પર યુક્રેના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ પલટવાર કર્યો હતો અને કહ્યું રશિયાનું સફેદ જુઠ્ઠ ગણાવીને દાવાને પાયાવિહોણો ગણાવ્યો છે. તેમણે કહ્યું કે, "આ શાંતિ વાટાઘાટોને રોકવા માટે રશિયાની નવી ચાલ છે. યુક્રેનનો આરોપ છે કે રશિયા કિવ પર ભવિષ્યમાં ભયાનક હુમલા કરવા માટે અત્યારથી જ પાયો તૈયાર કરી રહ્યું છે.

ટ્રમ્પની એન્ટ્રીથી ખળભળાટ આ વિવાદમાં હવે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પ્રતિક્રિયાએ ઘી હોમવાનું કામ કર્યું છે. ટ્રમ્પે ખુલાસો કર્યો કે પુતિને પોતે તેમને આ હુમલાની અંગત રીતે જાણ કરી છે. ટ્રમ્પે કિવની ટીકા કરતા કહ્યું કે, "શાંતિ વાટાઘાટો દરમિયાન આવા કૃત્યો સ્વીકાર્ય નથી." હવે રશિયાની આ ચેતવણી દુનિયાને કઈ તરફ લઈ જશે તે સૌથી મોટો સવાલ છે.

આ પણ વાંચો: રાષ્ટ્રપતિ પુતિનના નિવાસસ્થાન પર 91 ડ્રોનથી હુમલાનો રશિયાનો દાવો! ઝેલેન્સકીએ સફેદ જૂઠ ગણાવ્યું

Tags :
Advertisement

.

×