Putin : બેઠક પહેલા પુતિને ભારતના આ મુદ્દે કર્યા ભરપેટ વખાણ!
- રશિયાના રાષ્ટ્રપતિએ PM મોદી શુભેચ્છા પાઠવી
- ભારત અને રશિયાના ગાઢ સંબંધ
- વૈશ્વિક મંચ પર મેળવેલી શાખના ખુબ વખાણ કર્યા
Vladimir Putin : રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને (Vladimir Putin)આજે ભારતને સ્વતંત્રતા દિવસે (Independence day)શુભેચ્છાઓ પાઠવી ભરપૂર પ્રશંસા કરી. અત્રે જણાવવાનું કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર રશિયા પાસેથી ઓઈલ ખરીદીને મુદ્દો બનાવીને 50 ટકા ટેરિફ લગાવ્યો છે. ત્યારબાદ બંને દેશો એક સાથે મજબૂતીથી જોવા મળી રહ્યા છે. સ્વતંત્રતા દિવસે આપેલા શુભેચ્છા સંદેશમાં પુતિને ભારત દ્વારા વૈશ્વિક મંચ પર મેળવેલી શાખના ખુબ વખાણ કર્યા. તેમણે ભારતના દુનિયાના મહત્વના મુદ્દાઓને ઉકેલવામાં સક્રિય ભૂમિકા નિભાવવા અંગે પ્રશંસા કરી.
પુતિને પોતાના સંદેશમાં શું કહ્યું (Vladimir Putin )
ભારતના સ્વતંત્રતા દિવસના અવસરે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને શુભેચ્છા સંદેશ પાઠવતા પુતિને બંને દેશો વચ્ચે 'ખાસ રણનીતિક ભાગીદારી'ને વધુ મજબૂત કરવા પ્રત્યે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. પુતિને પોતાના સંદેશમાં કહ્યું કે ભારત દુનિયાના મંચ પર પોતાની બખુબી હાંસલ કરાયેલી શાખને હકદાર છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે સૌથી મહત્વના મુદ્દાઓને ઉકેલવામાં સક્રિય ભૂમિકા ભજવે છે. તેમણે વધુમાં કહ્યું કે અમે ભારત સાથે અમારી ખાસ રણનીતિક ભાગીદારીને ખુબ મહત્વ આપીએ છીએ.
આ પણ વાંચો -Donald Trump: અલાસ્કા બેઠક પહેલા ટ્રમ્પે આપ્યો યુક્રેનને મોટો ઝટકો
અમારા મિત્ર દેશોના લોકોના હિતમાં છે
પુતિને પોતાના સંદેશમાં એ પણ ભરોસો વ્યક્ત કર્યો કે રશિયા અને ભારત મળીને દરેક ક્ષેત્રમાં રચનાત્મક સહયોગને વધારશે. તેમણે કહ્યું કે આ અમારા મિત્ર દેશોના લોકોના હિતમાં છે અને ક્ષેત્રિય તથા વૈશ્વિક સ્તર પર સુરક્ષા અને સ્થિરતાને મજબૂત કરવાની દિશામાં છે.
આ પણ વાંચો -BRICS : ટ્રમ્પના ટેરિફ વૉર વચ્ચે BRICS દેશ એલર્ટ, જાણો ડોલર મુદ્દે ભારતે શું કહ્યું
ભારત અને રશિયાના ગાઢ સંબંધ
પુતિનનું આ નિવેદન ભારત અને રશિયાના ગાઢ સંબંધોને દર્શાવે છે જે આવનારા સમયમાં વધુ મજબૂત થાય એવી આશા છે. અત્રે જણાવવાનું કે ગત અઠવાડિયે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પુતિન સાથે ફોન પર વાત કરી હતી અને બંને નેતાઓએ ભારત-રશિયા વિશેષ અને વિશેષાધિકાર પ્રાપ્ત રણનીતિક ભાગીદારીને વધુ મજબૂત કરવાની પોતાની પ્રતિબદ્ધતા દોહરાવી હતી.