Vladimir Putin પણ શરમાઈ ગયા! સ્ટેજ પર એવોર્ડ આપતી વખતે જાહેરમાં Tina Kandelaki એ કરી આવી હરકત?, Video Viral
- Vladimir Putin Tina Kandelaki Viral Video: રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનો વીડિયો વાયરલ
- જાણીતી મહિલા ટીવી એન્કર ટીના કંડેલાકીએ એવોર્ડ ફંક્શન દરમિયાન પુતિનનો હાથ પકડીને પોતાની તરફ ખેંચ્યા
- વિશ્વના સૌથી પ્રભાવશાળી ગણાતા નેતા અચાનક બનેલી આ ઘટનાથી થોડી ક્ષણો માટે ક્ષોભમાં મૂકાયા
Vladimir Putin Tina Kandelaki Viral Video: આંતરરાષ્ટ્રીય સ્તરે રશિયાના રાષ્ટ્રપતિની છબી એક અત્યંત કડક અને શિસ્તબદ્ધ નેતા તરીકેની છે. મોટા મોટા દેશોના વડા પણ તેમની સામે વાત કરતા પહેલાં સોવાર વિચાર કરે છે. જો કે સોશિયલ મીડિયા પર હાલમાં જ એક એવો વીડિયો સામે આવ્યો છે, જેણે બધાને ચોંકાવી દીધા છે. એક સત્તાવાર કાર્યક્રમ દરમિયાન સ્ટેજ પર બનેલી આ અણધારી ઘટનાનો વીડિયો અત્યારે ઇન્ટરનેટ પર જોરદાર ધમાકો મચાવી રહ્યો છે.
Vladimir Putin Tina Kandelaki Viral Video: એવોર્ડ ફંક્શનમાં વિચિત્ર ઘટના
આ આખી ઘટના રશિયન સરકારના એક હાઈપ્રોફાઈલ ઓપનિંગ સેરેમની અથવા એવોર્ડ સમારોહ (Award Ceremony) દરમિયાન બની હતી. રશિયન રાષ્ટ્રપતિ દેશના અગ્રણી પત્રકારો અને મીડિયા જગતના પ્રભાવશાળી લોકોને સન્માનિત કરી રહ્યા હતા. આ દરમિયાન જ્યારે એક પ્રખ્યાત મહિલા એન્કર મેડલ લેવા માટે સ્ટેજ પર આવી ત્યારે માહોલ એકદમ બદલાઈ ગયો હતો. રાષ્ટ્રપતિએ જેવો આ સુંદર મહિલાને મેડલ એનાયત કર્યો કે, તરત જ મહિલાએ કંઈક એવું કર્યું જેની કલ્પના ખુદ રાષ્ટ્રપતિએ પણ કરી નહોતી.
આ પણ વાંચો---- ઓવરએક્ટિંગની દુકાન કે અસલી ઈમોશન? Bidaai વેળાએ Bride નાના બાળકોની જેમ પોક મૂકીને રડી, Viral Video
Vladimir Putin Tina Kandelaki Viral Video: પોઝ આપવા હાથ પકડીને ખેંચ્યા
Tina Kandelaki નામની મહિલા એન્કરે સ્ટેજ પર સન્માન સ્વીકાર્યા પછી, અચાનક જ રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન (Vladimir Putin) નો હાથ પકડી લીધો હતો. આ સુંદર મહિલાએ સહેજ પણ ખચકાયા વિના પુતિનને પોતાની તરફ જોરથી ખેંચ્યા અને સ્મિત સાથે કેમેરા સામે પોઝ (Photo Pose) આપ્યો હતો. આ 2-4 ક્ષણમાં અચાનક બનેલી ઘટનાથી વિશ્વના આ સૌથી શક્તિશાળી નેતા થોડી ક્ષણો માટે અસ્વસ્થ થઈ ગયા હતા. અને તેમનો ચહેરો શરમથી લાલ થઈ ગયો હતો. સામાન્ય રીતે ક્યારેય ન શરમાતા નેતાનો આ મૂડ જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે.
Tina Kandelaki stole the show at the Kremlin Awards, declaring herself Russian by conviction & honoring her mom.
Vladimir Putin presided over this patriotic celebration—pure inspiration! 🔥 🇷🇺 pic.twitter.com/IC6kxkqgNs— Raghu (@IndiaTales7) May 11, 2026
Vladimir Putin Tina Kandelaki Viral Video: કોણ છે આ મહિલા?
આ વાયરલ વીડિયો (Viral Video) માં દેખાતી મહિલાનું નામ ટીના કંડેલાકી (Tina Kandelaki) છે. તે રશિયાના મીડિયા અને મનોરંજન ઉદ્યોગનું અત્યંત શક્તિશાળી અને પ્રભાવશાળી વ્યક્તિત્વ (Media Influencer) માનવામાં આવે છે. તે રશિયાના સૌથી મોટા મીડિયા ગ્રુપ ગેઝપ્રોમ-મીડિયા (Gazprom-Media) માં ડેપ્યુટી જનરલ ડિરેક્ટર તરીકે કાર્યરત છે. મૂળ જ્યોર્જિયાની વતની એવી આ મહિલા રશિયન સરકાર અને રાષ્ટ્રપતિ પુતિનની નીતિઓની બહુ મોટી સમર્થક (Supporter) છે. યુક્રેન યુદ્ધ દરમિયાન સરકારનો પક્ષ લેવાના કારણે પશ્ચિમી દેશોએ તેના પર અનેક પ્રતિબંધો (Sanctions) પણ લાદેલા છે.
આ પણ વાંચો---- Chola Empire History: ચોલ સામ્રાજ્યનો અમૂલ્ય ખજાનો નેધરલેન્ડ્સથી પાછો આવશે! 11મી સદીના રહસ્યો ખુલશે


