Putin Security Alert : હવે પર્સનલ ફોન પણ નહીં વાપરી શકે પુતિનનો સ્ટાફ! જાણો રશિયામાં રાતોરાત કેમ બદલાયા નિયમો
- Putin Security Alert : રશિયન રાષ્ટ્રપતિ પુતિનની અંગત સુરક્ષામાં કરવામાં આવ્યો ભારે વધારો
- દેશમાં આંતરિક બળવો થવાની આશંકાએ ક્રેમલિન હાઈ એલર્ટ પર
- પુતિનના નજીકના સહયોગીઓ અને સ્ટાફ પર રાખવામાં આવી રહ્યું છે કડક સર્વેલન્સ
- રસોઈયા અને સુરક્ષાકર્મીઓને જાહેર પરિવહનમાં મુસાફરી કરવા પર મનાઈ
Putin Security Alert : રશિયામાં હાલમાં કંઈક મોટું થવાના સંકેતો મળી રહ્યા છે, જે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન (Vladimir Putin) માટે મોટો ફટકો સાબિત થઈ શકે છે. યુરોપિયન ગુપ્તચર એજન્સી (European Intelligence Agency) ના અહેવાલ મુજબ, ક્રેમલિને (Kremlin) પુતિનની વ્યક્તિગત સુરક્ષામાં નોંધપાત્ર વધારો કર્યો છે. તાજેતરમાં રશિયાના અનેક ટોચના લશ્કરી અધિકારીઓની હત્યા અને દેશમાં સંભવિત બળવાના (Coup) ભયને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે.
Putin Security Alert : નજીકના સહયોગીઓ પર નજર
સીએનએન (CNN) ના અહેવાલ અનુસાર, રશિયન સુરક્ષા એજન્સીઓએ પુતિનના અત્યંત નજીકના સહયોગીઓના નિવાસસ્થાનો પર પણ સર્વેલન્સ સિસ્ટમ્સ (Surveillance Systems) સ્થાપિત કરી દીધી છે.
કર્મચારીઓ માટે કડક નિયમો
પુતિન સાથે કામ કરતા રસોઇયા, બોડીગાર્ડ્સ અને ફોટોગ્રાફરો માટે જાહેર પરિવહન (Public Transport) માં મુસાફરી કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. મુલાકાતીઓની બે વાર સઘન તપાસ (Double Checking) કરવામાં આવે છે. સ્ટાફ માત્ર એવા જ ફોનનો ઉપયોગ કરી શકે છે જેમાં ઇન્ટરનેટ એક્સેસ (No Internet Access) નથી.
સુરક્ષા એજન્સીઓમાં ફેલાયો ફફડાટ
ડિસેમ્બર મહિનામાં એક ટોચના જનરલની હત્યા (Assassination of Top General) બાદ સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવામાં આવી છે. આ ઘટનાએ રશિયાના સુરક્ષા તંત્રમાં વિવાદ અને ભય પેદા કર્યો છે. ક્રેમલિન હાલમાં આર્થિક કટોકટી અને યુક્રેન યુદ્ધ (Ukraine War) માં મળી રહેલી હારને કારણે આંતરિક અસંતોષનો સામનો કરી રહ્યું છે.
નિવાસસ્થાનોમાં ફેરફાર અને હત્યાનો ભય
રિપોર્ટ અનુસાર, પુતિને તેમના નિયમિત મુલાકાતના સ્થળો ઘટાડી દીધા છે. તેમણે મોસ્કો અને વાલ્ડાઈ (Valdai) સ્થિત તેમના નિવાસસ્થાનોની મુલાકાત લેવાનું પણ ટાળ્યું છે. રશિયામાં બળવાના કાવતરા અને પુતિનની હત્યાના (Threat to Life) સતત ભય વચ્ચે સુરક્ષા તંત્ર હાઈ એલર્ટ પર છે.
આ પણ વાંચો : 'TARA' શત્રુઓને દિવસે દેખાડશે તારા, દેશની સ્વદેશી ગ્લાઈડ વેપન સિસ્ટમનો સફળ ટેસ્ટ


