Qatar Gas Plant Explosion: કતરમાં મોટો વિસ્ફોટ, બરઝાન ગેસ પ્લાન્ટમાં આગ લાગતા 54 ઘાયલ, 18 ગુમ
કતરના રાસ લાફાન ઔદ્યોગિક વિસ્તારમાં આવેલા બરઝાન ગેસ સપ્લાય પ્લાન્ટમાં થયેલા પ્રચંડ વિસ્ફોટ અને આગમાં 54 કામદારો ઘાયલ થયા હતા અને 18 ગુમ થયા છે. ઈરાની બોમ્બમારા અને હોર્મુઝ સ્ટ્રેટના નાકાબંધી પછી, કામદારો ટર્મિનલ પર ફરીથી કામગીરી શરૂ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા, ત્યારે આ અકસ્માત થયો હતો. એક વિસ્ફોટથી આગ લાગી હતી.
Advertisement
Qatar Gas Plant Explosion: કતરના મહત્વના ઔદ્યોગિક ક્ષેત્ર રાસ લાફાનમાં ગંભીર દુર્ઘટના સર્જાઈ છે. બરઝાન ગેસ સપ્લાય પ્લાન્ટમાં થયેલા ભીષણ વિસ્ફોટ થયો છે. આ દુર્ઘટનામાં લાગેલી આગથી સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો છે. મળતી માહિતી મુજબ આ અકસ્માતમાં 54 કામદારો ઈજાગ્રસ્ત થયા છે, જ્યારે 18 લોકો ગુમ હોવાની માહિતી મળી રહી છે. વૈશ્વિક ઉર્જા સપ્લાય માટે મહત્વના આ પ્લાન્ટમાં સર્જાયેલી આ સ્થિતિએ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ચિંતા વધારી છે.

