Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

દિલ્હીમાં મળશે Quad દેશોના 4 વિદેશ મંત્રી, ટ્રમ્પની ચીન યાત્રા બાદ થશે મુલાકાત

Quad Foreign Ministers Meeting Delhi 2026 : મે મહિનાના અંતમાં નવી દિલ્હીમાં ક્વાડ દેશોના વિદેશ મંત્રીઓની મહત્વની બેઠક યોજાશે. અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબિયો ભારતની મુલાકાતે આવશે, જ્યાં તેઓ ભારત, જાપાન અને ઓસ્ટ્રેલિયાના સમકક્ષો સાથે સમુદ્રી સુરક્ષા અને ટેકનોલોજી જેવા મુદ્દાઓ પર ચર્ચા કરશે. આ દરમિયાન અમેરિકામાં ભારતીય કંપનીઓ દ્વારા રેકોર્ડ 20.5 અબજ ડોલરના રોકાણની પણ જાહેરાત કરવામાં આવી છે
દિલ્હીમાં મળશે quad દેશોના 4 વિદેશ મંત્રી  ટ્રમ્પની ચીન યાત્રા બાદ થશે મુલાકાત
Advertisement

. અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબિયો ક્વાડ બેઠક માટે દિલ્હી આવશે
. વર્ષ 2023 પછી ભારતમાં આ પ્રથમ ક્વાડ મંત્રી સ્તરની બેઠક હશે
. ચીનના વધતા પ્રભાવને રોકવા, સપ્લાય ચેન મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે

Quad Foreign Ministers Meeting Delhi 2026 : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) ની ચીન (China) મુલાકાત બાદ મેના આખરી સપ્તાહમાં નવી દિલ્હીમાં ક્વાડ (Quad) દેશોના વિદેશ મંત્રીઓની બેઠક થવાની છે. આ બેઠકમાં ચીનની વધતી મહત્ત્વકાંક્ષાઓને સંતુલિત કરવા અને સમિટની રણનીતિક ગતિ બનાવી રાખવા પર જોર રહેશે.

Advertisement

માનવામાં આવે છે કે ભારત (India) , અમેરિકા (US) , જાપાન (Japan) અને ઓસ્ટ્રેલિયા (Australia) ના વિદેશ મંત્રી આ બેઠકમાં ક્રિટિકલ મિનરલ્સ, ઉભરતી ટેક્નોલોજી, સપ્લઈ ચેન, માનવીય સહાયતા અને આફત રાહત તથા સમુદ્રી સુરક્ષા જેવા મુદ્દાઓ પર ચર્ચા કરશે.

Advertisement

ભારત આવશે US ના વિદેશ મંત્રી

આ મહિનાના આકરમાં થનારી બેઠકથી પહેલા અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયો (Marco Rubio) ભારતની દ્વિપક્ષીય મુલાકાતે આવશે. ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરે (Sergio Gor,)એ બુધવારે એક્સ પર પોસ્ટ કરીને કહ્યુ છે કે તે જલ્દી રુબિયોની મેજબાની કરવાને લઈને ઉત્સાહિત છે. રુબિયો ભારત, જાપાન અને ઓસ્ટ્રેલિયાના પોતાના સમકક્ષો સાથે ક્વાડ બેઠકમાં સામેલ થશે.

2023 બાદ આ ભારતમાં યોજાનારી પહેલી ક્વાડ વિદેશ મંત્રીઓની બેઠક હશે. જો કે ભારત સરકાર દ્વારા સંભવિત ક્વાડ શિખર સંમેલનને લઈને હજીપણ કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

આ પણ વાંચો : Operation Sindoor: US ડિફેન્સ એક્સપર્ટે જણાવ્યું-72 કલાકમાં ભારતે પાકિસ્તાનને કેવી રીતે ચટાડી ધૂળ?

ભારતીય કંપનીઓએ અમેરિકામાં કર્યું મોટું રોકાણ

આ દરમિયાન અમેરિકાના મેરીલેન્ડ (Maryland) માં આયોજીત 2026 સિલેક્ટયૂએસએ ઈન્વેસ્ટમેન્ટ સમિટમાં ભારતીય કંપનીઓ દ્વારા અમેરિકામાં કરવામાં આવેલા રેકોર્ડ 20.5 અબજ ડોલરના રોકાણની પણ ચર્ચા થઈ.

અમેરિકાના ભારત ખાતેના રાજદૂત સર્જિયો ગોરે કહ્યુ છે કે અમેરિકા અને ભારત વચ્ચે દ્વિપક્ષીય વ્યાપારને 2030 સુધી 500 અબજ ડોલર સુધી પહોંચાડવાનું લક્ષ્ય આગળ વધારવાનો તેમને ગર્વ છે. તેમણે કહ્યુ છે કે નિષ્પક્ષ, સંતુલિત અને પારસ્પરિકપણે લાભકારી વ્યાપાર દ્વારા બંને દશોમાં સંયુક્ત સમૃદ્ધિને પ્રોત્સાહન અપાઈ રહ્યું છે.

અમેરિકાના દૂતાવાસ દ્વારા આપવામાં આવેલી જાણકારી મુજબ, આ રોકાણનો મોટો હિસ્સો ભારતીય ફાર્માસ્યુટિકલ સેક્ટરમાંથી આવ્યો છે. જેણે અમેરિકામાં રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ અને નવી સુવિધાઓ માટે 19.1 અબજ ડોલરથી વધારેના રોકાણની યોજના બનાવી છે.

તેની સાથે જ 12 ભારતીય કંપનીઓએ અમેરિકાના ઘણાં રાજ્યોમાં 1.1 અબજ ડોલરથી વધારેના નવા ગ્રીનફીલ્ડ અને વિસ્તાર પરિયોજનાઓની ઘોષણા કરી છે. આ આંકડો સિલેક્ટયૂએસએ ઈન્વેસ્ટમેન્ટ સમિટમાં ભારત તરફથી અત્યાર સુધી કરવામાં આવેલી તમામ રોકાણ ઘોષણાઓની કુલ રકમથી પણ વધારે છે અને આ વર્ષ સંમેલનમાં કોઈપણ દેશ દ્વારા કરવામાં આવેલું સૌથી મોટું રોકાણ માનવામાં આવે છે.

આ પણ વાંચો : બંગાળમાં BJP ની જીત જનતાના દબાયેલા ગુસ્સાનો વિસ્ફોટ: બાંગ્લાદેશી લેખિકા તસ્લીમા નસરીન

Tags :
Advertisement

.

×