મ્યુનિકમાં લોકશાહી પર પૂછવામાં આવ્યો સવાલ, એસ જયશંકરે અલગ જ રીતે આપ્યો જવાબ
- એસ જયશંકરે લોકતાંત્રિક મૂલ્યોની મજબૂતીનું એક સશક્ત ઉદાહરણ રજૂ કર્યું
- કોન્ફરન્સના એક સત્રમાં લોકશાહી પર ચર્ચા કરવામાં આવી હતી
- મને નથી લાગતું કે લોકશાહી ખતરામાં છે : એસ જયશંકર
S Jaishankar on democracy : ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે શુક્રવારે મ્યુનિકમાં એક કાર્યક્રમ દરમિયાન ભારતમાં લોકતાંત્રિક મૂલ્યોની મજબૂતીનું એક સશક્ત ઉદાહરણ રજૂ કર્યું હતું. લોકશાહી સંબંધિત એક પ્રશ્નના જવાબમાં, તેમણે પોતાની શાહીવાળી આંગળી બતાવી અને સમજાવ્યું કે ભારતમાં લોકશાહી કેવી રીતે સંપૂર્ણપણે સુરક્ષિત છે.
સત્રમાં લોકશાહી પર ચર્ચા
એસ જયશંકર શુક્રવારે યુએસ પ્રવાસ બાદ સીધા જર્મની પહોંચ્યા હતા. અહીં તેમને મ્યુનિક સિક્યોરિટી કોન્ફરન્સમાં ભાગ લેવાનો હતો. આ કોન્ફરન્સના એક સત્રમાં લોકશાહી પર ચર્ચા કરવામાં આવી હતી. આ સમય દરમિયાન જ્યારે એસ જયશંકરને 'વિશ્વભરમાં લોકશાહી માટે ખતરા' સંબંધિત પ્રશ્ન પૂછવામાં આવ્યો, તો તેમણે તેનો જવાબ એકદમ અલગ રીતે આપ્યો.
આ પણ વાંચો : પેલેસ્ટાઈનના રાજદૂત ડોનાલ્ડ ટ્રમ્પ પર થયા ગુસ્સે! કહ્યું, તે એક ભડકેલા સાંડ છે
લોકશાહી પ્રત્યે આશાવાદી
જવાબમાં જયશંકરે પોતાની શાહીવાળી આંગળી બતાવી અને કહ્યું, 'હું આંગળી ઉંચી કરીને શરૂઆત કરીશ. તમે આ વિશે ખરાબ ન વિચારો. આ છે ઈન્ડેક્સ ફિંગર. મારા નખ પર તમે જે નિશાન જુઓ છો તે દર્શાવે છે કે મેં હમણાં જ મતદાન કર્યું છે. અમારા રાજ્ય (દિલ્હી) માં હમણાં જ ચૂંટણીઓ થઈ છે. ગયા વર્ષે રાષ્ટ્રીય ચૂંટણીઓ પણ થઈ હતી. અમારી રાષ્ટ્રીય ચૂંટણીઓમાં, આશરે 90 કરોડ મતદારોમાંથી, 70 કરોડ લોકોએ મતદાન કર્યું. અમે એક જ દિવસમાં મતોની ગણતરી કરીએ છીએ. પરિણામ આવે ત્યારે કોઈ વિવાદ નથી હોતો. મારો કહેવાનો મતલબ એ છે કે અમે અમારી લોકશાહી પ્રત્યે ખૂબ આશાવાદી છીએ.
મને નથી લાગતું કે લોકશાહી ખતરામાં છે
જયશંકરે કહ્યું, 'જ્યારથી અમે વોટિંગ શરૂ કર્યું છે ત્યારથી અમારી વોટિંગ ટકાવારીમાં 20 ટકાનો વધારો થયો છે. તેથી હું એ વાત સાથે અસંમત છું કે દુનિયાભરમાં લોકશાહી જોખમમાં છે. મારો મતલબ છે કે અમે સારી રીતે જીવી રહ્યા છીએ, અમે સારી રીતે મતદાન કરી રહ્યા છીએ.
આ પણ વાંચો : રશિયાના ડ્રોમ હુમલાથી તબાહી! યુક્રેનના ન્યૂક્લિયર પાવર પ્લાન્ટને નિશાન બનાવાયું