ભારતના બે મહાન ગ્રંથોનું અરબીમાં અનુવાદ, PM Modi એ ‘જય શ્રી કૃષ્ણ’ અને ‘જય શ્રી રામ’ લખી કર્યાં હસ્તાક્ષર
- 43 વર્ષ બાદ કોઈ ભારતીય વડાપ્રધાને કુવૈતનો પ્રવાસ કર્યો
- કુવૈતમાં પીએમ નરેન્દ્ર મોદીનું ભવ્યાતિભવ્ય સ્વાગત
- રામાયણ અને મહાભારતનું અનુવાદ કરનારાના કર્યા વખાણ
PM Modi Kuwait visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યારે કુવૈતના પ્રવાસે ગયેલા છે. નોંધનીય છે કે, 43 વર્ષ બાદ કોઈ ભારતીય વડાપ્રધાને કુવૈતનો પ્રવાસ કર્યો છે. કુવૈતમાં પીએમ નરેન્દ્ર મોદીનું ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન તેઓ બે ખાસ લોકોને મળ્યા જેમનો ઉલ્લેખ પીએમ મોદીએ ઓક્ટોબરમાં તેમના લોકપ્રિય રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’માં કર્યો હતો. અબ્દુલ્લા અલ-બૈરોન અને અબ્દુલ લતીફ અલ-નસેફે મહાભારત અને રામાયણનો અરબી ભાષામાં અનુવાદ કર્યો છે.
રામાયણ અને મહાભારતનું અરબી ભાષામાં અનુવાદ થયું
અબ્દુલ્લા અલ-બૈરોન અને અબ્દુલ લતીફ અલ-નસેફ સાથે મુલાકાત કર્યાં બાદ પીએમ મોદીએ ખુબ વખાણ કર્યા હતા. આ સાથે પીએમ મોદીએ મીટિંગની તસવીરો શેર કરી છે જેમાં તેઓ ખૂબ જ ખુશ દેખાઈ રહ્યાં છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે અહીં કુવૈતીના બે નાગરિકોને મળ્યા હતા અને મહત્વપૂર્ણ ભારતીય ગ્રંથો રામાયણ અને મહાભારતના અરબી ભાષામાં અનુવાદ અને પ્રકાશનના તેમના પ્રયાસોની પ્રશંસા કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બંને ગ્રંથોના અરબી વર્ઝનની નકલો પર પોતાનો ઓટોગ્રાફ પણ આપ્યો હતો.
આ પણ વાંચો: Gujarat: રાજ્ય કરવેરા નિરીક્ષકની પરીક્ષા માટે 1,85,000 જેટલા ઉમેદવારો અજમાવી રહ્યાં પોતાનું નસીબ
આ ક્ષણની તસવીરો અત્યારે ખુબ જ વાયરલ થઈ રહીં છે
નોંધનીય છે કે, રામાયણ અને મહાભારતનું અબ્દુલ્લા અલ-બૈરોન અને અબ્દુલ લતીફ અલ-નસેફે અરબી ભાષામાં અનુવાદ કર્યું છે. આ ગ્રંથો પર પીએમ મોદીએ ‘જય શ્રી કૃષ્ણ’ અને ‘જય શ્રી રામ’ લખી પોતાના હસ્તાક્ષર કર્યાં હતા. એટલું જ નહીં પરંતુ અત્યારે આ તસવીરો ખુબ જ વાયરલ પણ થઈ રહીં છે.
આ પણ વાંચો: Popcorn પર લાગશે 3 પ્રકારના GST, દેશમાં વેપારનો આંકડો જાણી રહેશો દંગ
પીએમ મોદીએ અનુવાદ અને પ્રકાશનના પ્રયાસોની પ્રશંસા કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોસ્ટ કરતા લખ્યું કે, "રામાયણ" અને "મહાભારત" ના અરબી અનુવાદો જોઈને મને આનંદ થાય છે. હું અબ્દુલ્લા અલ-બેરોન અને અબ્દુલ લતીફ અલ-નિસ્ફના અનુવાદ અને પ્રકાશનના પ્રયાસોની પ્રશંસા કરું છું. તેમની પહેલ વૈશ્વિક સ્તરે ભારતીય સંસ્કૃતિની લોકપ્રિયતાને પ્રકાશિત કરે છે. એટલું જ નહીં પરંતુ પીએમ મોદીએ આ ક્ષણની તસવીરો પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ પણ કરી છે.
આ પણ વાંચો: Assam: Himanta Biswa સરકારે માત્ર 24 કલાકમાં કરી 416 લોકોની ધરપકડ, કારણ જાણી તમે પણ કહેશો વાહ!