Republic Day in China : ચીનમાં પણ 77મા પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણી, બેઇજિંગમાં વંદે માતરમના નારા ગુંજ્યા
- બેઇજિંગ અને શાંઘાઈમાં 77મા પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણી ( Republic Day in China)
- ભારતીય રાજદૂત પ્રદીપ રાવત અને પ્રતીક માથુરે કર્યું ધ્વજવંદન
- પીએમ મોદીની મુલાકાત બાદ ભારત-ચીન સંબંધોમાં નવા વળાંકના સંકેત
બેઇજિંગ (Beijing) અને શાંઘાઈ (Shanghai)સોમવારે ચીનમાં ભારતીય રાજદ્વારી મિશનો દ્વારા 77મા પ્રજાસત્તાક દિવસ (77th Republic Day) ની અત્યંત ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ભારતીય ડાયસ્પોરા (Indian Diaspora) મોટી સંખ્યામાં જોડાયા હતા.
Republic Day in China : બેઇજિંગમાં ગર્વ સાથે લહેરાયો ત્રિરંગો
ચીનની રાજધાની બેઇજિંગમાં આવેલા ભારતીય દૂતાવાસ (Indian Embassy) ખાતે ભારતીય રાજદૂત પ્રદીપ કુમાર રાવત (Pradeep Kumar Rawat) દ્વારા ત્રિરંગો ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. તેમણે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ (Draupadi Murmu) ના રાષ્ટ્ર જોગ સંબોધનના અંશોનું પઠન કર્યું હતું. દૂતાવાસના જણાવ્યા અનુસાર, સમગ્ર પરિસર 'વંદે માતરમ' અને 'ભારત માતા કી જય' ના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું. આ પ્રસંગે 'વંદે માતરમ' ના ઐતિહાસિક મહત્વનું પ્રદર્શન પણ યોજવામાં આવ્યું હતું.
શાંઘાઈમાં રાજદ્વારી અને સાંસ્કૃતિક સંગમ
ચીનની વ્યાપારી રાજધાની શાંઘાઈમાં ભારતીય કોન્સ્યુલેટ જનરલ (Consulate General of India) દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન થયું હતું. કોન્સ્યુલ જનરલ પ્રતીક માથુર (Pratik Mathur) દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં યુરોપિયન યુનિયન (European Union) સહિત અન્ય દેશોના 20 કોન્સ્યુલ જનરલ અને 400 થી વધુ ભારતના મિત્રો હાજર રહ્યા હતા.
Embassy of India, Beijing joined by members of Indian community and Friends of India celebrated the #77thRepublicDay & 150th Anniversary of Vande Mataram with great fervour. Ambassador Shri Pradeep Kumar Rawat unfurled the tri-colour flag and read out extracts of Hon’ble… pic.twitter.com/M0aCn4qdcz
— India in China (@EOIBeijing) January 26, 2026
ભારત-ચીન સંબંધોમાં નવો અધ્યાય
કોન્સ્યુલ જનરલ પ્રતીક માથુરે વર્ષ 2025-26 દરમિયાન ભારત-ચીન દ્વિપક્ષીય સંબંધોમાં થયેલી પ્રગતિ પર ભાર મૂક્યો હતો. તેમણે ખાસ ઉલ્લેખ કર્યો કે, ઓગસ્ટ 2025 માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi China Visit) એ ચીનની મુલાકાત લીધી હતી, જેનાથી સંબંધોમાં નવી ઉર્જા આવી છે. આગામી સમયમાં શાંઘાઈથી ભારતીય શહેરો વચ્ચે દૈનિક ફ્લાઈટ્સ (Daily Flights) શરૂ કરવા, પ્રવાસી વિઝા (Tourist Visa) પુનઃ શરૂ કરવા અને આર્થિક સહયોગ વધારવા પર ભાર મૂકવામાં આવ્યો છે.
નેતાજી સુભાષ ચંદ્ર બોઝની સ્મૃતિમાં મ્યુઝિક વીડિયો
નેતાજી સુભાષ ચંદ્ર બોઝ (Netaji Subhash Chandra Bose) ની 129મી જન્મજયંતિ નિમિત્તે એક ખાસ મ્યુઝિક વીડિયો "ધ પેટ્રિઅટ્સ પાથ ઇન શાંઘાઈ" (The Patriot’s Path in Shanghai) રજૂ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, ચીની તબલાવાદક મેન્ડી ચેન (Mandy Chen) દ્વારા રાગ દરબારીની પ્રસ્તુતિએ ઉપસ્થિત મહેમાનોને મંત્રમુગ્ધ કર્યા હતા.
આ પણ વાંચો : US Iran Conflict: ઓમાનની ખાડીમાં પહોંચ્યું USS Abraham Lincoln, મધ્યપૂર્વમાં THAAD એક્ટિવ


