"Trump એ 'ન્યૂક્લિયર કોડ' વાપરવાની કોશિશ કરી, પણ US આર્મી ચીફે રોક્યા!"
. જોહનસન મુજબ, જનરલ ડેન કેનેએ ટ્રમ્પને પરમાણુ હથિયારોના કોડ્સ આપવાનો ઈન્કાર કર્યો
. ઈરાનમાં ગુપ્ત રેસ્ક્યુ મિશન દરમિયાન સૈન્ય સલાહકારોએ ટ્રમ્પને વોર રૂમથી દૂર રાખ્યા હતા
. ટ્રમ્પ ૧૯૭૯ના બંધક સંકટની યાદોથી પરેશાન હોવાનું અને સ્ટાફ પર કલાકો સુધી બૂમો પાડતા હોવાનું સામે આવ્યું હતું
US President Donald Trump Nuclear Code : અમેરિકાની ગુપ્તચર એજન્સી સીઆઈએ (CIA ) ના રિટાયર્ડ એનાલિસ્ટ લેરી જોહનસન (Larry Johnson) એ દાવો કર્યો છે કે વ્હાઈટ હાઉસ (White House) ખાતેની એક ઈમરજન્સી મીટિંગમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ન્યૂક્લિયર કોડ્સ (nuclear codes) સુધી પહોંચવાની કોશિશ કરી, પણ અમેરિકાના આર્મી ચીફ જનરલ ડેન કેને (General Dan Caine) એ તેમને રોક્યા હતા.
એક વિસ્ફોટ અહેવાલ મુજબ, અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને દેશના ન્યૂક્લિયર કોડ્સ સુધી પહોંચ આપવાનો અમેરિકાના ઉચ્ચ મિલિટ્રી અધિકારીએ ઈન્કાર કર્યો હતો.
સીઆઈએના રિટાયર્ડ એનાલિસ્ટ લેરી જોહનસને લોકપ્રિય YouTube program જજિંગ ફ્રીડમ (Judging Freedom) માં દાવો કર્યો છે કે શનિવારે વ્હાઈટહાઉસ ખાતેની એક ઈમરજન્સી મીટિંગમાં ટ્રમ્પે ન્યૂક્લિયર કોડ્સ સુધી પહોંચવાની કોશિશ કરી હતી.
Trump tried to USE NUCLEAR CODES in emergency meeting
BLOCKED by TOP Army General Caine — ex-CIA Johnson pic.twitter.com/74A8HncdDK
— RT (@RT_com) April 21, 2026
આ પણ વાંચો: UAE વધારશે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ Trump નું ટેન્શન!
Trump ની યુએસ આર્મી ચીફ સાથે જીભાજોડી!
સીઆઈએના રિટાયર્ડ એનાલિસ્ટ મુજબ, " વ્હાઈટ હાઉસમાં થયેલી તે મીટિંગમાંથી એક અહેવાલ એવો આવી રહ્યો છે કે ટ્રમ્પ ન્યુક્લિયર કોડ્સનો (પરમાણુ હથિયારોના ઉપયોગ માટેના ગુપ્ત કોડ) ઉપયોગ કરવા માંગતા હતા, અને જનરલ ડેન કેને ઊભા થઈને 'ના' પાડી દીધી. તેમણે સૈન્યના વડા તરીકેના પોતાના વિશેષાધિકારનો ઉપયોગ કર્યો. આ બાબતે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હોવાનું જણાય છે. અત્યારે વોશિંગ્ટન ડીસીમાં કેટલીક ખૂબ જ વિચિત્ર ઘટનાઓ બની રહી છે." રાષ્ટ્રપ્રમુખના અનિયંત્રિત વર્તન અંગે વધતી ચિંતાની વચ્ચે આ સમાચાર આવ્યા છે - હજુ થોડા દિવસો પહેલા જ, ટ્રમ્પે સ્ટેજ પર જાતીય બાબતો (sex comment) ને લઈને એક એવી વાંધાજનક ટિપ્પણી કરી હતી કે જેને સાંભળીને હાજર રહેલા તમામ લોકો સ્તબ્ધ થઈ ગયા હતા.
🇺🇸BREAKING: During an emergency White House meeting, President Trump reportedly attempted to access the nuclear codes but was blocked by General Dan Caine, according to former CIA analyst Larry Johnson.
pic.twitter.com/5aqKarHlCU— Defence Journal (@Defence_Journl) April 21, 2026
આ પણ વાંચો: હંગેરીમાં સત્તા પરિવર્તન US- Europe માં દક્ષિણપંથી રાજનીતિની ઉલટી ગણતરીના સંકેત!
ટ્રમ્પને ઈરાનમાં રેક્યૂ મિશન વખતે Situation Room થી દૂર રખાયા!
તેમણે દાવો કર્યો કે "પરમાણુ કોડ (nuclear codes) અંગેના આક્ષેપોની હજુ સુધી પુષ્ટિ થઈ નથી, અને જો તે કોડ્સની ઍક્સેસ મળી પણ જાય, તો માત્ર તેનાથી શું હેતુ સિદ્ધ થશે તે પણ અસ્પષ્ટ છે. જોકે, આ વિવાદ એવા અહેવાલો પછી સામે આવ્યો છે જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, ઈરાનના એક મહત્વપૂર્ણ રેસ્ક્યુ મિશન (બચાવ અભિયાન) દરમિયાન સૈન્ય સલાહકારો દ્વારા ટ્રમ્પને 'સિચ્યુએશન રૂમ' (Situation Room) માં પ્રવેશતા અટકાવવામાં આવ્યા હતા અથવા તેનાથી દૂર રાખવામાં આવ્યા હતા."
સીઆઈએના રિટાયર્ડ એનાલિસ્ટનો દાવો છે કે "એવા આક્ષેપો છે કે અમેરિકી રાષ્ટ્રપતિના સ્ફોટક સ્વભાવ (ઉગ્ર ગુસ્સા) અંગેની ચિંતાઓને કારણે તેમને ગંભીર ચર્ચા-વિચારણાઓથી દૂર રાખવામાં આવ્યા હતા. વહીવટીતંત્રના વરિષ્ઠ અધિકારીઓને ડર હતો કે તેમનું અનિશ્ચિત વર્તન આ ગુપ્ત ઓપરેશનને જોખમમાં મૂકી શકે છે.
આ મહિનાની શરૂઆતમાં ઈરાની દળો દ્વારા એક અમેરિકન વિમાનને તોડી પાડવામાં આવ્યા બાદ, એવા અહેવાલ હતા કે ટ્રમ્પે વ્હાઈટ હાઉસના વેસ્ટ વિંગમાં સ્ટાફ પર બૂમો પાડવામાં કલાકો વિતાવ્યા હતા. તે સમયે તેઓ 1979ના ઈરાન બંધક સંકટ (Iranian hostage crisis) ની યાદોથી અત્યંત પરેશાન અને વ્યથિત દેખાતા હતા."
મહત્ત્વપૂર્ણ છે કે ઈરાન (Iran) સાથે અમેરિકા (US) 28 ફેબ્રુઆરીથી યુદ્ધ કરી રહ્યું છે અને હાલ યુદ્ધવિરામ (Ceasefire) છે. આ યુદ્ધવિરામ અસ્થાયી છે અને કોઈપણ સમયે ફરી એકવાર સ્થિતિ વણસવાની શક્યતાઓ વચ્ચે પાકિસ્તાનના પાટનગર ઈસ્લામાબાદમાં શાંતિ માટેની વાટાઘાટો પણ થવાની છે. પણ ઈરાનના સામેલ થવાને લઈને હજી સ્પષ્ટતા થઈ નથી.
આ પણ વાંચો: Trump ને ધમકીબાજીથી જીતવું છે Iran War! 12 વખત આપી છે તબાહીની વોર્નિંગ


