Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Galgotias University Robot: રોબોટ વિવાદ બાદ ગેલગોટિયા યુનિવર્સિટીને AI સમિટમાંથી હાંકી કાઢવામાં આવી !

Galgotias University Robot: ભારતની રાજધાની દિલ્હીમાં આયોજીત ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ 2026માં ચીની રોબોટિક ડોગનું પ્રદર્શન અને રજૂઆત કરવા બદલ વિવાદમાં ફસાયેલી ગેલગોટિયાસ યુનિવર્સિટી સામે કાર્યવાહી કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સમિટ દરમિયાન ચીની રોબોટના પ્રદર્શનથી થયેલી શરમને પગલે ગેલગોટિયાસ યુનિવર્સિટીને AI સમિટમાંથી હાંકી કાઢવામાં આવી છે. એવું જાણવા મળ્યુ છે કે ગેલગોટિયાસ યુનિવર્સિટીના સ્ટોલમાંથી તમામ સાધનો દૂર કરવામાં આવ્યા છે.
galgotias university robot  રોબોટ વિવાદ બાદ ગેલગોટિયા યુનિવર્સિટીને ai સમિટમાંથી હાંકી કાઢવામાં આવી
Advertisement
  • Galgotias University Robot: ગેલગોટિયા યુનિવર્સિટીને AI સમિટમાંથી હાંકી કાઢવામાં આવી !

  • ચીની રોબોટના પોતાનો ગણાવી કરવામાં આવેલા પ્રદર્શનથી થયો હતો વિવાદ

    Advertisement

  • કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કર્યા કટાક્ષ

Galgotias University Robot: ભારતની રાજધાની દિલ્હીમાં આયોજીત ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ 2026માં ચીની રોબોટિક ડોગનું પ્રદર્શન અને રજૂઆત કરવા બદલ વિવાદમાં ફસાયેલી ગેલગોટિયાસ યુનિવર્સિટી સામે કાર્યવાહી કરવામાં આવી છે.

Advertisement

સૂત્રોના જણાવ્યા અનુસાર સમિટ દરમિયાન ચીની રોબોટના પ્રદર્શનથી થયેલી શરમને પગલે ગેલગોટિયાસ યુનિવર્સિટીને AI સમિટમાંથી હાંકી કાઢવામાં આવી છે. એવું જાણવા મળ્યુ છે કે ગેલગોટિયાસ યુનિવર્સિટીના સ્ટોલમાંથી તમામ સાધનો દૂર કરવામાં આવ્યા છે. ગેલગોટિયાસ યુનિવર્સિટીના સ્ટોલમાંથી તમામ સાધનો દૂર કરવામાં આવ્યા છે. ગેલગોટિયાસ યુનિવર્સિટીના ડૉ. ઐશ્વર્યા શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે તેમને હજુ સુધી સમિટ છોડવાનું કહેવામાં આવ્યું નથી.

Galgotias University Robot: રોબોટ મામલે વિવાદ વકર્યો

IT મંત્રાલયના અધિકારીઓના જણાવ્યા અનુસાર ગેલગોટિયાસ યુનિવર્સિટીને ઈન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટમાં સ્થાપિત કાઉન્ટર ખાલી કરવા સૂચના આપવામાં આવી છે. તેમને હવે AI સમિટ છોડવી પડશે. મંત્રાલયની કાર્યવાહી બાદ યુનિવર્સિટીના સ્ટોલ પરથી તમામ સાધનો દૂર કરવામાં આવ્યા છે. વધુમાં ઈનોવેશન ડિવાઈસને તેણે ઈનોવેશન હોવાનો દાવો કર્યો હતો. જેને પણ હવે દૂર કરવામાં આવ્યો છે.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વિવાદ પર કર્યો કટાક્ષ

આ વિવાદ પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કટાક્ષ કરતા કહ્યું કે, "ભારતની પ્રતિભા અને ડેટાનો ઉપયોગ કરવાને બદલે, AI સમિટ એક અસ્તવ્યસ્ત PR તમાશો છે, જે ભારતીય ડેટા વેચે છે અને ચીની ઉત્પાદનોનું પ્રદર્શન કરે છે."

યુનિવર્સિટીએ આ વિવાદ પર શું સ્પષ્ટતા આપી?

દિલ્હીના ગ્રેટર નોઈડા સ્થિત ગેલગોટિયાસ યુનિવર્સિટીએ જણાવ્યું હતું કે પ્રદર્શનમાં મુકાયેલ રોબોડોગ ચીની રોબોટિક્સ કંપની યુનિટ્રી પાસેથી ખરીદવામાં આવ્યો હતો અને તેનો ઉપયોગ વિદ્યાર્થીઓ માટે શીખવાના સાધન તરીકે થઈ રહ્યો હતો.

તેના સોશિયલ મીડિયા X પર પોસ્ટ કરાયેલા એક નિવેદનમાં, યુનિવર્સિટીએ કહ્યું, "તાજેતરમાં યુનિટ્રી પાસેથી મેળવેલ રોબોડોગ તે યાત્રામાં એક પગલું છે. તે ફક્ત એક ડિસ્પ્લે મશીન નથી. તે એક મોબાઇલ ક્લાસરૂમ છે. અમારા વિદ્યાર્થીઓ તેનો પ્રયોગ કરી રહ્યા છે, તેની મર્યાદાઓનું પરીક્ષણ કરી રહ્યા છે, અને આ પ્રક્રિયામાં, તેમના જ્ઞાનનો વિસ્તાર કરી રહ્યા છે. અમે સ્પષ્ટતા કરીએ છીએ કે ગેલગોટિયાસે આ રોબોડોગ બનાવ્યો નથી, અને અમે ક્યારેય દાવો કર્યો નથી."

ગેલગોટિયાસ યુનિવર્સિટીની સ્પષ્ટતા સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયો પછી આવી છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે યુનિવર્સિટીએ યુનિટ્રી ગો2, એક AI-સંચાલિત ચાઇનીઝ રોબોડોગનું પ્રદર્શન કર્યું છે જે ઓરિયન નામથી સમિટમાં લગભગ ₹2-3 લાખ (આશરે $200,000 USD) માં ઓનલાઈન વેચાય છે. ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે યુનિવર્સિટી પર આરોપ લગાવ્યો કે તે આયાતી ટેકનોલોજીને દેશમાં વિકસિત પોતાના ઉત્પાદન તરીકે રજૂ કરે છે.

આ પણ વાંચો: ધર્માંતરણ કરીને લઘુમતી અનામત માંગનારાઓની અરજી નામંજૂર, SC એ કહ્યું-નવા પ્રકારનું ફ્રૉડ

Tags :
Advertisement

.

×