Russia : અમેરિકાની 2 પરમાણુ સબમરીન અમારા નિશાના પર છે, રશિયન સાંસદના નિવેદનથી ખળભળાટ મચ્યો
- અમેરિકા અને રશિયા વચ્ચેનો તણાવ ચરમસીમા પર
- અમેરિકાની 2 પરમાણુ સબમરીન રશિયાના નિશાના પર
- અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પના એકશન પર રશિયાનું જોરદાર રીએકશન
Russia : શુક્રવારે ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) એ રશિયાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ દિમિત્રી મેદવેદેવ (Dmitry Medvedev) ને ધમકી આપી હતી અને રશિયા તરફ અમેરિકન પરમાણુ સબમરીન તૈનાત કરી હોવાનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર જણાવ્યું હતું. ટ્રમ્પની આ પોસ્ટનો જડબાતોડ જવાબ રશિય સાંસદ વોડોલાત્સ્કી (Vodolatsky) એ આપ્યો છે. રશિયન સાંસદે કહ્યું કે, ટ્રમ્પે રશિયા તરફ જે 2 અમેરિકન પરમાણુ સબમરીન મોકલવામાં આવી છે તે પહેલાથી જ અમારા નિશાના પર છે. રશિયા તરફથી આવેલ આ પ્રતિક્રિયાથી આતંરરાષ્ટ્રીય સ્તરે ખળભળાટ મચી ગયો છે.
ટ્રમ્પનું એકશન
ટ્રમ્પે શુક્રવારે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કરી હતી કે, તેમણે ભૂતપૂર્વ રશિયન રાષ્ટ્રપતિ દિમિત્રી મેદવેદેવના ઉશ્કેરણીજનક નિવેદનો બાદ અમેરિકન સબમરીનને ફરીથી તૈનાત કરવાનો આદેશ આપ્યો છે. તેમણે કહ્યું કે, આ પગલું સાવચેતી તરીકે લેવામાં આવ્યું છે, જેથી જો આ મૂર્ખ અને ઉશ્કેરણીજનક નિવેદનો ફક્ત શબ્દો સુધી મર્યાદિત ન રહે તો અમે તૈયાર છીએ. શબ્દોનું ખૂબ મહત્વ છે અને ક્યારેક તે અજાણતા ગંભીર પરિણામો તરફ દોરી શકે છે. મને આશા છે કે આ વખતે આવું નહીં થાય.
આ પણ વાંચોઃ US India Trade Relation : ભારત અમેરિકા પાસેથી F-35 ફાઈટર જેટ નહીં ખરીદે? વિદેશ મંત્રાલયે આપ્યો જવાબ
રશિયાનું રીએક્શન
અમેરિકા અને રશિયા વચ્ચે શબ્દયુદ્ધ યથાવત છે. એક વરિષ્ઠ રશિયન સાંસદે કહ્યું કે, રશિયા પાસે પહેલાથી જ સમુદ્રમાં પૂરતી પરમાણુ સબમરીન છે જેથી અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા મોકલવામાં આવેલી 2 અમેરિકન પરમાણુ સબમરીનને રોકી શકાય. તેમણે કહ્યું કે, આ અમેરિકન સબમરીન લાંબા સમયથી રશિયન નિયંત્રણ હેઠળ રાખવામાં આવી છે તેથી રશિયાને આ અંગે પ્રતિક્રિયા આપવાની કોઈ જરૂર નથી. સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર રશિયન સંસદ ડુમાના સભ્ય વિક્ટર વોડોલાત્સ્કીએ રશિયાની રાજ્ય સમાચાર એજન્સી TASS ને જણાવ્યું હતું કે, વિશ્વના મહાસાગરોમાં રશિયન પરમાણુ સબમરીનની સંખ્યા અમેરિકન સબમરીન કરતા ઘણી વધારે છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે જે સબમરીનને મોકલવાનો આદેશ આપ્યો છે તે પહેલાથી જ અમારી દેખરેખ હેઠળ છે.
આ પણ વાંચોઃ ટેરિફ અંગે પત્રકારના સવાલ પર Donald Trump થયા લાલઘૂમ, ગુસ્સે થઈને કહ્યું તમે "પાગલ" છો