Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

રાષ્ટ્રપતિ પુતિનના નિવાસસ્થાન પર 91 ડ્રોનથી હુમલાનો રશિયાનો દાવો! ઝેલેન્સકીએ સફેદ જૂઠ ગણાવ્યું

રશિયાએ દાવો કર્યો છે કે યુક્રેને રાષ્ટ્રપતિ પુતિનના નિવાસસ્થાન પર 91 ડ્રોન દ્વારા આતંકવાદી હુમલો કર્યો હતો, જેને રશિયન એર ડિફેન્સે નિષ્ફળ બનાવ્યો છે. વિદેશ મંત્રી લાવરોવે આને રશિયન નેતૃત્વ પર સીધો હુમલો ગણાવી આકરો બદલો લેવાની ચેતવણી આપી છે. બીજી તરફ, રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ આ આરોપોને નકારતા કહ્યું કે, પુતિન યુક્રેન પર વધુ હુમલા કરવા અને શાંતિ વાટાઘાટોને રોકવા માટે નવા બહાના શોધી રહ્યા છે.
રાષ્ટ્રપતિ પુતિનના નિવાસસ્થાન પર 91 ડ્રોનથી હુમલાનો રશિયાનો દાવો  ઝેલેન્સકીએ સફેદ જૂઠ ગણાવ્યું
Advertisement
  • રશિયા-યુક્રેન વચ્ચે યુદ્વ પહોંચ્યું પરાકાષ્ઠાએ (Putin Residence Drone Attack) 
  • રશિયાએ ઝેલેન્સકી પર લગાવ્યો આરોપ
  • પુતિનના નિવાસ્થાન પર 91 ડ્રોનથી યુક્રેને કર્યો હુમલો
  • ઝેલેન્સકીએ આ આરોપ પર આપી મોટી પ્રતિક્રિયા

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધે હવે અત્યંત ગંભીર અને ખતરનાક વળાંક લીધો છે. રશિયાના વિદેશ મંત્રી સેરગેઈ લાવરોવે સોમવારે એક ચોંકાવનારો દાવો કર્યો છે કે યુક્રેને 29 ડિસેમ્બરની રાત્રે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના (Vladimir Putin) નિવાસસ્થાનને નિશાન બનાવીને મોટો ડ્રોન હુમલો કર્યો હતો. જોકે, યુક્રેને આ દાવાઓને સદંતર ફગાવી દીધા છે.

Putin Residence Drone Attack :  રશિયાએ લગાવ્યો આરોપ

રશિયાના વિદેશ મંત્રી   લાવરોવના જણાવ્યા અનુસાર, યુક્રેન દ્વારા નોવગોરોડ ક્ષેત્રમાં પુતિનના આવાસ તરફ કુલ 91 આતંકવાદી ડ્રોન છોડવામાં આવ્યા હતા. રશિયન હવાઈ સંરક્ષણ પ્રણાલી (Air Defence System) એ તાત્કાલિક કાર્યવાહી કરીને તમામ ડ્રોનને હવામાં જ નષ્ટ કરી દીધા હોવાનો દાવો કરાયો છે. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ રશિયાએ તેને સીધું રશિયન નેતૃત્વ પરના હુમલા તરીકે ગણાવ્યું છે.

Advertisement

Putin Residence Drone Attack : રશિયાની ખૂલ્લી ચેતવણી

રશિયન વિદેશ મંત્રીએ યુક્રેનની આ કાર્યવાહીને 'સાહસિક' ગણાવી કડક શબ્દોમાં ચેતવણી આપી છે. લાવરોવે કહ્યું, "આવી બેદરકારીનો જવાબ ચોક્કસ અપાશે. રશિયન સશસ્ત્ર દળોએ વળતા પ્રહાર માટેના લક્ષ્યો અને સમય અગાઉથી જ નક્કી કરી લીધા છે.

Advertisement

Putin Residence Drone Attack : ઝેલેન્સકીએ આપી આરોપ પર પ્રતિક્રિયા

રશિયાના આ ગંભીર આક્ષેપો સામે યુક્રેનિયન રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ આકરા પ્રહારો કર્યા છે. ઝેલેન્સકીએ રશિયાના દાવાઓને "બનાવટી વાર્તા" ગણાવતા કહ્યું કે, રશિયા ફરી એકવાર રાષ્ટ્રપતિ ટ્રમ્પની ટીમ સાથેના રાજદ્વારી પ્રયાસોને નબળા પાડવા માટે જૂઠાણું ફેલાવી રહ્યું છે.ઝેલેન્સકીએ સ્પષ્ટ કર્યું કે, નિવાસસ્થાન પર હુમલાની વાર્તા તદ્દન ખોટી છે. તેનો એકમાત્ર હેતુ કિવ સહિતના યુક્રેનિયન શહેરો પર વધુ હુમલાઓને યોગ્ય ઠેરવવાનો અને યુદ્ધના અંતને રોકવાનો છે. તેમણે યાદ અપાવ્યું કે યુક્રેન નહીં, પરંતુ રશિયા હંમેશા કિવના સરકારી મકાનોને નિશાન બનાવતું આવ્યું છે.

વૈશ્વિક મંચ પર રાજદ્વારી હલચલ

ઝેલેન્સકીએ આ મુદ્દે જર્મનીના નવા ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝ સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. તેમણે ફ્લોરિડામાં રાષ્ટ્રપતિ ટ્રમ્પની ટીમ સાથે થયેલી બેઠકની વિગતો શેર કરી અને રશિયાના પ્રોપેગાન્ડા સામે વિશ્વને ચૂપ ન રહેવા અપીલ કરી. ઝેલેન્સકીએ અંતમાં ઉમેર્યું કે, "પુતિને વાસ્તવિકતા સ્વીકારી રક્તપાત બંધ કરવો જોઈએ. રશિયાએ નવા બહાના શોધવાને બદલે સુરક્ષા પર ધ્યાન આપવું જોઈએ."

Tags :
Advertisement

.

×