Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

US Iran Ceasefire : War Is Not Over, ઈરાન યુદ્ધવિરામ પર રશિયાએ અમેરિકાને ખખડાવ્યું !

Iran Ceasefire Russia: રશિયાએ ઈરાન યુદ્ધમાં યુદ્ધવિરામ (Iran Ceasefire )નું સ્વાગત તો કર્યું છે, પણ તેની સાથે અમેરિકા (US) અને તેના સાથીદેશોને અરીસો દેખાડવામાં પણ કોઈ કોરકસર છોડી નથી. રશિયા (Russia) ના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવે સ્પષ્ટ શબ્દોમાં કહ્યુ છે કે મોસ્કો મિડલ-ઈસ્ટ (Middle-East) માં એવી શાંતિ ચાહે છે કે જે કોઈપણ એકની દાદાગીરીના સ્થાને ક્ષેત્રના તમામ દેશોના હિતોના સંતુલન પર આધારીત હોય.
us iran ceasefire   war is not over  ઈરાન યુદ્ધવિરામ પર રશિયાએ અમેરિકાને ખખડાવ્યું
Advertisement

. US ની દાદાગીરી સામે રશિયાએ અરીસો ધર્યો
. રશિયાએ NATO ને પણ લીધું આડેહાથ
. Iran માં અમેરિકાનું સૈન્ય અભિયાન કારમી નિષ્ફળતા

Iran Ceasefire Russia: રશિયાએ ઈરાન યુદ્ધમાં યુદ્ધવિરામ (Iran Ceasefire )નું સ્વાગત તો કર્યું છે, પણ તેની સાથે અમેરિકા (US) અને તેના સાથીદેશોને અરીસો દેખાડવામાં પણ કોઈ કોરકસર છોડી નથી. રશિયા (Russia) ના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવે સ્પષ્ટ શબ્દોમાં કહ્યુ છે કે મોસ્કો મિડલ-ઈસ્ટ (Middle-East) માં એવી શાંતિ ચાહે છે કે જે કોઈપણ એકની દાદાગીરીના સ્થાને ક્ષેત્રના તમામ દેશોના હિતોના સંતુલન પર આધારીત હોય.

Advertisement

રશિયાએ સ્પષ્ટ કહ્યું છે કે War Is Not Over…એટલે કે યુદ્ધ હજી સમાપ્ત થયું નથી. રશિયાનો સંદેશ સ્પષ્ટ છે કે આ સંકટનું સમાધાન ક્યારેય પણ સૈન્ય શક્તિથી સંભવ નથી અને ઈરાન (Iran) વિરુદ્ધ અમેરિકાનું આ સૈન્ય અભિયાન ઈતિહાસમાં જીત તરીકે નહીં, પરંતુ એક કારમી નિષ્ફળતા તરીકે નોંધાશે.

Advertisement

રશિયાનું માનવું છે કે આખા યુદ્ધમાં નાટો (NATO) , યુરોપિયન યુનિયન (European Union - EU) અને બ્રિટન (Britain) ની નબળાઈ અને લાચારી સામે આવી છે. રશિયાએ કહ્યું છે કે જે પ્રકારે પશ્ચિમી શક્તિઓ ઈરાનની ઘેરાબંધી કરવામાં નિષ્ફળ રહી, તેનાથી તેમની સૈન્ય શક્તિ પર મોટા પ્રશ્નાર્થો ઉભા થયા છે.

ક્રેમલિનની નજરમાં પાકિસ્તાનમાં થનારી અમેરિકા-ઈરાનની વાતચીત પર હજીપણ ખુશ થવામાં ઉતાવળ હશે, કારણ કે જમીન પર પરિસ્થિતિ હજીપણ વિસ્ફોટક છે. રશિયાની સ્પષ્ટ ચેતવણી છે કે ક્ષેત્રમાં યુદ્ધ હજી સમાપ્ત થયું નથી અને ખતરાની તલવાર હજીપણ લટકી રહી છે.

આ પણ વાંચો : Iran War વચ્ચે એર ચીફ માર્શલ એ.પી. સિંહ અમેરિકામાં, શું છે ભારતનો મોટો ગેમ પ્લાન?

Russia ને થયો ફાયદો

આંતરરાષ્ટ્રીય વર્તુળોમાં સૌથી વધુ ચર્ચા એ વાતની છે કે અમેરિકા-ઈઝરાયલ (US - Israel) અને ઈરાનના આ ટકરાવથી રશિયાને મોટો આર્થિક ફાયદો થયો છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં જહાજોના આવાગમન બાધિત છે. માટે દુનિયાના મુખ્ય ઓઈલ અને ફર્ટિલાઈઝર એક્સપોર્ટર તરીકે રશિયાની માંગ અચાનક વધી. જ્યારે ખાડીનો માર્ગ બંધ થયો, તો રશિયન ઓઈલ અને ખાતરની કિંમતો આકાશને આંબી ગઈ, જેનાથી રશિયાની તિજોરીમાં મોટો નફો જમા થયો. જાણકારો મુજબ, અમેરિકા જે ઈરાનમાં તબાહી કરવા નીકળ્યું હતું, તેના કારણે અજાણતા તેણે પોતાના સૌૌથી મોટા પ્રતિસ્પર્ધી રશિયાની આર્થિક શક્તિને વધારી દીધી છે.

આ પણ વાંચો : America-Iran Ceasefire : અમેરિકા-ઈરાન યુદ્ધ પર બ્રેક, ટ્રમ્પે કરી 14 દિવસના સીઝફાયરની જાહેરાત

મધ્ય-પૂર્વની ચાવી હવે એકલી અમેરિકા પાસે નથી

રશિયાએ નાટોને તેની ક્ષીણ થયેલી શક્તિની યાદ અપાવતા સ્પષ્ટ કર્યું છે કે મિડલ-ઈસ્ટની ચાવી હવે માત્ર અમેરિકા પાસે નથી અને રશિયાની મરજી વગર ત્યાં કોઈપણ પાંદડુ નહીં હલે. આનાથી રશિયા અને ચીનના વીટોએ સ્પષ્ટ કર્યું હતું કે મિડલ-ઈસ્ટનો નિર્ણય હવે માત્ર વોશિંગ્ટનમાં બેસીને નહીં થાય. ઈરાન સંકટે નાટોની નબળાઈ અને ગ્લોબલ સાઉથ (Global Saouth) ની બદલાતી વફાદારીને ઉજાગર કરી છે. હવે તેહરાનથી હોર્મુઝ સુધી, મોસ્કો અને બીજિંગના હસ્તક્ષેપે અમેરિકાના દબદબાને સીધો પડાકર ફેંક્યો છે.

આ પણ વાંચો : Ceasefire થોડા કલાકો પણ ન ટક્યો? UAE-કુવૈત પર મિસાઈલ-ડ્રોન એટેક, Iranમાં બ્લાસ્ટ

Tags :
Advertisement

.

×