ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Russia-ukraine War: રશિયાએ કિવ પર મિસાઈલ હુમલો કરતાં EU બિલ્ડિંગને નુકસાન, 14થી વધુ લોકોના મોત 50થી વધુ ઘાયલ

રશિયાનો યુક્રેન પર બીજો સૌથી મોટો હુમલો (Russia ukraine war) રશિયાએ કિવ પર મિસાઈલ હુમલો  કર્યો રશિયન હુમલામાં 14 લોકો માર્યા ગયા Russia ukraine war: રશિયા અને યુક્રેન (Russia ukraine wa)વચ્ચે છેલ્લા 4 વર્ષથી યુદ્ધ ચાલી રહ્યું છે. બંનેમાંથી...
06:48 PM Aug 28, 2025 IST | Hiren Dave
રશિયાનો યુક્રેન પર બીજો સૌથી મોટો હુમલો (Russia ukraine war) રશિયાએ કિવ પર મિસાઈલ હુમલો  કર્યો રશિયન હુમલામાં 14 લોકો માર્યા ગયા Russia ukraine war: રશિયા અને યુક્રેન (Russia ukraine wa)વચ્ચે છેલ્લા 4 વર્ષથી યુદ્ધ ચાલી રહ્યું છે. બંનેમાંથી...
fires missile at Kiev

Russia ukraine war: રશિયા અને યુક્રેન (Russia ukraine wa)વચ્ચે છેલ્લા 4 વર્ષથી યુદ્ધ ચાલી રહ્યું છે. બંનેમાંથી કોઈ પીછેહઠ કરવા તૈયાર નથી. સમાધાન કરવા પણ રાજી નથી. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પથી લઈને પીએમ મોદી સહિત અનેક વડાઓએ રશિયા-યુક્રેન યુદ્ધનો અંત લાવવાનો પ્રયાસ કર્યો છે. થોડા સમય પહેલા જ અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પ અલાસ્કામાં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને મળ્યા હતા. તે પછી યુક્રેનિયન રાષ્ટ્રપતિ ઝેલેન્સકીને પણ મળ્યા હતા. જોકે બંને બેઠકો અનિર્ણિત રહેતા યુદ્ધવિરામ અંગે કોઈ નક્કર નિર્ણય લઈ શકાયો ન હતો. એકબાજુ યુદ્ધ વિરામના પ્રયાસો થઈ રહ્યા છે તો બીજી તરફ રશિયાએ કિવ પર મોટો મિસાઈલ હુમલો કરી દીધો છે. જેમાં 14થી વધુ લોકોના મોત થયા છે.

રશિયન હુમલામાં 14 લોકો માર્યા ગયા

યુદ્ધ વિરામની વાતો વચ્ચે રશિયાએ યુક્રેનની રાજધાની કિવમાં યુરોપિયન યુનિયન પ્રતિનિધિમંડળની ઇમારત પર હુમલો કર્યો છે. યુક્રેનનું કહેવું છે કે રશિયાએ કિવ પર મોટાપાયે હુમલા કર્યા. જેમાં 14થી વધુ લોકોના મોત થયા છે તો 50 જેટલા લોકો ઘાયલ થયાનું જણાવ્યું છે. યુક્રેનના વિદેશ મંત્રી આન્દ્રે સિબિહાએ X પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે રશિયન હુમલામાં યુક્રેનમાં યુરોપિયન યુનિયન મિશનની એક ઇમારતને પણ નુકસાન થયું છે.

આ પણ  વાંચો -US Tariffs : ટ્રમ્પની દાદાગીરી સામે ભારતના સમર્થનમાં આવ્યું ઑસ્ટ્રેલિયા!

હુમલામાં 14 લોકોના મોત

રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ કહ્યું કે કિવ પર રશિયન હુમલામાં 14 લોકો માર્યા ગયા હતા, જેમાં ત્રણ બાળકોનો પણ સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે યુરોપિયન યુનિયનની ઇમારત સહિત ઘણી સુવિધાઓને નુકસાન થયું હતું. 'આ રશિયન હુમલાને ફક્ત યુરોપિયન યુનિયન તરફથી જ નહીં, પણ વિશ્વભરમાં નિંદાની જરૂર છે.' યુક્રેનમાં યુરોપિયન યુનિયનના પ્રમુખ એન્ટોનિયો કોસ્ટાએ પણ આ હુમલાની પુષ્ટિ કરી છે. હુમલામાં નુકસાન પામેલી ઇમારતનો ફોટો શેર કરતા તેમણે X પર લખ્યું, 'યુક્રેન પર રશિયન મિસાઇલ હુમલાઓની બીજી રાત્રે હું ભયભીત છું.'

આ પણ  વાંચો -Donald Trump ની અમેરિકા સહિત વિશ્વભરમાં ફજેતી, જાણો વર્લ્ડ મીડિયા શું કહ્યું

'રશિયા યુદ્ધનો અંત લાવવા માંગતું નથી'

તેમણે કહ્યું કે રશિયા યુદ્ધનો અંત લાવવા માંગતું નથી. તે સતત નવા હુમલા કરી રહ્યું છે. કિવમાં થયેલા હુમલાથી અનેક ઇમારતોને નુકસાન થયું, રહેણાંક વિસ્તારો, ઓફિસોને ટાર્ગેટ કરવામાં આવ્યા છે. જેમાં યુક્રેનમાં EU પ્રતિનિધિમંડળની ઈમારતને પણ નુકસાન થયું છે. રશિયાએ આ યુદ્ધ બંધ કરવું પડશે જે તેણે શરૂ કર્યું હતું અને ચાલુ રાખી રહ્યું છે.યુક્રેનિયન રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ કહ્યું કે, યુદ્ધવિરામનો ઇનકાર કરવા અને વાટાઘાટો ટાળવાના રશિયાના સતત પ્રયાસો માટે નવા અને કડક પ્રતિબંધોની જરૂર છે. રશિયા ફક્ત શક્તિ અને દબાણને સમજે છે. દરેક હુમલા માટે મોસ્કોએ પરિણામો ભોગવવા પડશે.

Tags :
EU buildingfires missile at KievGujrata FirstHiren daverussiaRussia-Ukraine-War
Next Article