Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Bangladesh Nuclear Power: રશિયાએ બાંગ્લાદેશને બનાવી દીધું પરમાણુ શક્તિ!

Bangladesh Nuclear Power: બાંગ્લાદેશના પબનામાં રશિયાની મદદથી બનેલા રુપપુર પરમાણુ પ્લાન્ટમાં (Ruppur Nuclear Power Plant) ઈંધણ લોડિંગની પ્રક્રિયા શરૂ થઈ છે. 2400 મેગાવોટની ક્ષમતા ધરાવતો આ પ્રોજેક્ટ બાંગ્લાદેશને દક્ષિણ એશિયામાં પરમાણુ ઊર્જા (Nuclear Power) પેદા કરતો ત્રીજો દેશ બનાવશે. જોકે, રશિયાનું મોટું દેવું (Debt Trap) અને આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોને કારણે પેમેન્ટની સમસ્યા આ પ્રોજેક્ટ માટે મોટો પડકાર છે.
bangladesh nuclear power  રશિયાએ બાંગ્લાદેશને બનાવી દીધું પરમાણુ શક્તિ
Advertisement

. ભારત -પાકિસ્તાન પછી બાંગ્લાદેશ દક્ષિણ એશિયાનો ત્રીજો પરમાણુ ઊર્જા ઉત્પાદક (Nuclear Energy Producer) દેશ બનશે
. $12.65 અબજના આ પ્રોજેક્ટમાં 90% નાણાકીય મદદ અને ટેકનિકલ સપોર્ટ રશિયાની રોસાટોમ (Rosatom) કંપની આપી રહી છે
. પશ્ચિમી દેશોના પ્રતિબંધોને કારણે રશિયાને પેમેન્ટ કરવામાં મુશ્કેલી અને નવી સરકાર માટે આ પ્રોજેક્ટ સંભાળવો મોટો પડકાર છે

Bangladesh Nuclear Power: બાંગ્લાદેશ (Bangladesh) ના ઈશ્વરદી (Ishwardi) ઉપજિલ્લામાં આવેલા રુપપુર પરમાણુ ઊર્જા પ્લાન્ટ (Ruppur Nuclear Power Plant) માં ઈંધણ લોડિંગનું કામ સત્તાવાર રીતે શરૂ થઈ ચુક્યું છે. આ વિશાળ પ્લાન્ટને ચાલુ કરવાની દિશામાં એક બેહદ મહત્ત્વપૂર્ણ અને ઐતિહાસિક સીમાચિન્હ છે. બાંગ્લાદેશનું આ પરમાણુ ઊર્જા સંયંત્ર રશિયા (Russia) ની મદદથી બન્યું છે.

Advertisement

સૌથી પહેલા સ્પષ્ટ કરી દઈએ કે પરમાણુ ઊર્જા (Nuclear Energy) સંપન્ન હોવાનો મતલબ પરમાણુ બોમ્બ (Nuclear Bomb) બનાવવાનો નથી. પરંતુ પરમાણુ ઊર્જાથી વીજળી (power) પેદા કરવાનો છે. આવો આ આખી ઘટનાની અસલી કહાની અને તેમાં ફસાયેલા પેંચને પણ સમજીએ.

Advertisement

અસલી કહાની શું છે?

બાંગ્લાદેશ ઘણાં લાંબા સમયથી વીજળીની અછત સામે ઝઝૂમી રહ્યું છે. પોતાની વધતી અર્થવ્યવસ્થા અને ઉદ્યોગોને ચલાવવા માટે તેને ભરોસાપાત્ર ઊર્જા સ્ત્રોતની જરૂરત હતી. આ જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે બાંગ્લાદેશના પબના જિલ્લાના રુપપુરમાં પોતાનું પહેલું પરમાણુ ઊર્જા સંયંત્ર બનાવવાનો તેણે નિર્ણય કર્યો. આ પ્રોજેક્ટને બનાવવાનો કોન્ટ્ર્કટ રશિયાની સરકારી પરમાણુ કંપની રોસાટોમને આપવામાં આવ્યો.

આ પણ વાંચો : ચીન અત્યારે હુમલો કરે તો અમેરિકા યુદ્ધ હારી જશે! Trump સેના બોલી- અમે તૈયાર નથી

Russia ની મદદ

ઓક્ટોબર, 2023માં રશિયાએ આ પ્લાન્ટ માટે યૂરેનિયમ (પરમાણુ ઈંધણ)ની પહેલી ખેપ બાંગ્લાદેશને સોંપી હતી. તેની સાથે જ બાંગ્લાદેશ દુનિયાનો 33 મો દેશ બન્યો છે કે જેની પાસે પરમાણુ ઊર્જાથી વીજળી બનાવવાની ક્ષમતા છે.

આ પ્લાન્ટમાં 1200-1200 મેગાવોટના બે રિએક્ટર લાગેલા છે.

12 અબજ અમેરિકન ડોલરથી વધુની પડતરવાળી આ યોજના રશિયાની નાણાંકીય અને તકનીકી સહાયતાથી પૂર્ણ કરાઈ રહી છે. પદ્મા નદીના તટ પર આવેલો આ પ્લાન્ટ જ્યારે સંપૂર્ણપણે ચાલુ થઈ જશે, તો તેની કુલ વીજ ઉત્પાદન ક્ષમતા 2400 મેગાવોટ હશે.

આંતરરાષ્ટ્રીય માપદંડો સાથે તબક્કાવાર પ્રારંભ

આ પરમાણુ ઊર્જા પ્લાન્ટ ચાલુ કરવાની પ્રક્રિયા આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સી (IAEA) ના કડક દિશાનિર્દેશ પ્રમાણે તબક્કાવાર રીતે કરાઈ રહી છે. આ પ્રક્રિયાના પહેલા હિસ્સા હેઠળ મંગળવારે યૂનિટમાં ઈંધણ ભરવાનું કામ શરૂ કરવામાં આવ્યું.

South Asia નો ત્રીજો પરમાણુ ઊર્જા ઉત્પાદક દેશ

આ યોજનાના પ્રારંભથી બાંગ્લાદેશ એક મોટી એલિટ ક્લબમાં સામેલ થઈ રહ્યું છે. આશા છે કે આ વર્ષે ઓગસ્ટ સુધમાં આ પ્લાન્ટથી ઓછામાં ઓછા 300 મેગાવોટ વીજળીનું ઉત્પાદન શરૂ થઈ જશે અને તેને બાંગ્લાદેશની રાષ્ટ્રીય ગ્રીડ સાથે જોડી દેવામાં આવશે. આ લક્ષ્ય પ્રાપ્ત કરતા જ બાંગ્લાદેશ, ભારત અને પાકિસ્તાન બાદ દક્ષિણ એશિયામાં ત્રીજો એવો દેશ બની જશે કે જે પરમાણુ ઊર્જાથી વીજળી પેદા કરે છે.

આ પણ વાંચો : હિંદ મહાસાગરમાં હાજરી વધારશે Pakistan, કહ્યુ-અહીં નક્કી થશે યુદ્ધનું ભવિષ્ય

ઊર્જા સંકટ (Energy Crisis) નું સમાધાન

પશ્ચિમ એશિયા (West Asia) માં ચાલી રહેલા તણાવને કારણે વૈશ્વિક સ્તર પર ઊર્જા સંકટ પેદા થયું છે. જેનાથી બાંગ્લાદેશ પણ અછૂતું નથી. આ સંકટનો સામનો કરવા અને દેશની ઊર્જા સુરક્ષાને મજબૂત કરવા માટે સરકારે આ વર્ષના આખર સુધીમાં ઓછામાં ઓછા એક યૂનિટથી રાષ્ટ્રીય ગ્રીડ (National Greed) માં વીજળીની આપૂર્તિને શરુ કરવાનું લક્ષ્ય રાખ્યું છે. આનાથી દેશમાં વીજળીની નિર્બાધ અને સ્થિર આપૂર્તિ સુનિશ્ચિત થશે.

યોજના મુજબ, ઈંધણ લોડિંગ શરૂ થવાના લગભગ ત્રણ માસની અંદર એટલે કે ઓગસ્ટ સુધીમાં પહેલા યૂનિટથી પેદા થનારી વીજળી રાષ્ટ્રીય ગ્રીડમાં જોડી દેવાશે. તેના પછી ઘણાં તબક્કામાં પ્લાન્ટનું પરીક્ષણ કરવામાં આવશે અને તેની ક્ષમતા વધારવામાં આવશે. ડિસેમ્બર સુધીમાં આ પ્લાન્ટથી તેની સંપૂર્ણ ક્ષમતા સાથે વીજળી પ્રસારણનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.

ક્યાં ફસાયો છે પેચ?

ઉપરથી જોવા પર આ બાંગ્લાદેશના વિકાસની એક શાનદાર કહાની લાગે છે, પરંતુ તેની પાછળ ઘણાં આર્થિક અને ભૂરાજકીય પેચ ફસાયેલા છે.

આ પણ વાંચો : રામ માધવે BJP ની અંદર પોતાની વાપસીની સંભાવનાઓ પર પાણી ફેરવ્યું!

મોટા કર્જની જાળ

આ પ્રોજેક્ટ ઘણો મોંઘો છે. તેની કુલ કિંમત લગભગ 12.65 અબજ ડોલર છે. તેમાથી 90 ટકા નાણાં લગભગ 11.38 અબજ ડોલર રશિયાએ લોન પેટે આપ્યા છે. ટીકાકારોનું માનવું છે કે બાંગ્લાદેશની ડામડોળ ઈકોનોમી માટે આટલું મોટું કર્જ ભવિષ્યમાં ગળાની ફાંસ બની શકે છે.

પેમેન્ટની ભયંકર સમસ્યા

રશિયા-યુક્રેન યુદ્ધ (Russia - Ukraine War) ને કારણે અમેરિકા અને પશ્ચિમી દેશોએ રશિયા પર આકરા આર્થિક પ્રતિબંધ લગાવ્યા છે અને તેને સ્વિફ્ટ માંથી બહાર કર્યું છે. હવે પેચ એ છે કે બાંગ્લાદેશ રશિયાને ડોલરમાં લોનના હફ્તા અને વ્યાજ ચુકવી શકતું નથી. બાંગ્લાદેશે ચીન (China) ના ચલણ યુઆનમાં પેમેન્ટની કોશિશ કરી, પરંતુ આ પ્રક્રિયા ઘણી જટિલ અને વિવાદીત સાબિત થઈ છે.

આ પણ વાંચો : RSS Mission US : "હિંદુઓએ કોઈપણ વાત માટે માફી માંગવાની જરૂરત નથી"

રશિયા પર નિર્ભરતા

આ પ્લાન્ટને લઈને બાંગ્લાદેશ સંપૂર્ણપણે રશિયા પર નિર્ભર છે. પ્લાંટને ચલાવવા માટેનું યૂરેનિયમ રશિયાથી લાવવામાં આવશે અને ઉપયોયગ બાદ જે ખતરનાક પરમાણુ કચરો બચશે, તેને રશિયા જ પાછો લઈ જશે. આનો અર્થ એ થયો કે બાંગ્લાદેશ પોતાની ઊર્જા સુરક્ષા માટે દશકાઓ સુધી રશિયા પર નિર્ભર રહેશે.

રાજકીય અસ્થિરતાનો ઓછાયો

આ આખો પ્રોજેક્ટ બાંગ્લાદેશના પૂર્વ વડાંપ્રધાન શેક હસીનાનો ડ્રીમ પ્રોજેક્ટ હતો. 2024માં થયેલા મોટા રાજકીય તખ્તાપલટ બાદ શેખ હસીનાને સત્તા છોડીને ભાગવું પડયું. હવે ત્યાં જે નવી સરકાર છે, તેની સામે આ મોંઘા પ્રોજેક્ટને સંભાળવો અને રશિયા સાથે કૂટનીતિક સંતુલન બનાવવું મોટો પડકાર છે, કારણ કે નવી સરકારને પશ્ચિમી દેશોનું પણ સમર્થન જોઈએ છે. આ પશ્ચિમી દેશો રશિયાની વિરુદ્ધ છે.

જો કે રશિયાએ જનરેશન 3+ ના સૌથી સુરક્ષિત રિએક્ટરને લગાવવાનો દાવો કર્યો છે, પરંતુ રુપપુર ગાઢ વસ્તીવાળું ક્ષેત્ર છે, અને પદ્મા નદીના કિનારે છે. ચેરનોબિલ અથવા ફુકુશિમા જેવી કોઈપણ નાની દુર્ઘટનાની કલ્પના પણ બાંગ્લાદેશ જેવા ગાઢ વસ્તીવાળા દેશ માટે વિનાશકારી બની શકે છે.

ટૂંકમાં, રશિયાની મદદથી પરમાણુ વીજળી મળવી બાંગ્લાદેશ માટે એક મોટી ઉપલબ્ધિ જરૂર છે, પરંતુ રશિયાને મોટું કર્જ, અમેરિકાના પ્રતિબંધોને કારણે પેમેન્ટમાં થઈ રહેલી મુશ્કેલીઓ અને દેશની હાલની રાજકીય ઉથલ-પાથલે આ પ્રોજેક્ટને એક બેધારી તલવાર બનાવી દીધો છે.

આ પણ વાંચો : Narrative Terrorism: કાશ્મીરમાં આતંકવાદ હવે Ecosystem Warfare માં ફેરવાઈ રહ્યો છે!

Tags :
Advertisement

.

×