ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Russia Ukraine Ceasefire :રશિયા-યુક્રેન વચ્ચે 30 દિવસનું યુદ્ધવિરામ...ચાર દેશોએ મુલાકાત કર્યા બાદ ઝેલેન્સ્કીની જાહેરાત

Russia Ukraine Ceasefire : રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ (Russia Ukraine Ceasefire)બંધ થવાના એંધાણ જોવા મળી રહ્યા છે. મળતા અહેવાલો મુજબ યુક્રેન કોઈપણ શરત વગર 30 દિવસનું યુદ્ધવિરામ કરવા માટે માની ગયા છે. યુક્રેનના વિદેશમંત્રીએ કહ્યું કે,...
07:06 PM May 10, 2025 IST | Hiren Dave
Russia Ukraine Ceasefire : રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ (Russia Ukraine Ceasefire)બંધ થવાના એંધાણ જોવા મળી રહ્યા છે. મળતા અહેવાલો મુજબ યુક્રેન કોઈપણ શરત વગર 30 દિવસનું યુદ્ધવિરામ કરવા માટે માની ગયા છે. યુક્રેનના વિદેશમંત્રીએ કહ્યું કે,...
volodymyr zelenskyy

Russia Ukraine Ceasefire : રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ (Russia Ukraine Ceasefire)બંધ થવાના એંધાણ જોવા મળી રહ્યા છે. મળતા અહેવાલો મુજબ યુક્રેન કોઈપણ શરત વગર 30 દિવસનું યુદ્ધવિરામ કરવા માટે માની ગયા છે. યુક્રેનના વિદેશમંત્રીએ કહ્યું કે, સોમવારથી યુદ્ધવિરામ શરૂ થશે.

યુક્રેનને ચાર દેશોનું સમર્થન, કીવમાં મુલાકાત કરી

યુક્રેને આજે (10 મે) યુદ્ધવિરામ જાહેરાત કરી છે, જોકે તે પહેલા એટલે કે શનિવારે ચાર દેશોના નેતાઓ રશિયાની રાજધાની કીવ પહોંચ્યા હતા. અહીં તેઓએ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી (Ukraine President Volodymyr Zelenskyy) સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન ચારેય દેશોના નેતાઓએ યુક્રેનને સમર્થન આપવા માટે તૈયાર થયા હતા.

યુક્રેન પહેલા પુતિને કરી યુદ્ધવિરામની જાહેરાત

યુક્રેને યુદ્ધ વિરામની જાહેરાત કરી તે પહેલા રશિયાના રાષ્ટ્રપતિ વ્લોદિમીર પુતિને (Russia President Vladimir Putin) વિક્ટ્રી ડે પરેડના કાર્યક્રમ દરમિયાન એકતરફી 72 કલાકના યુદ્ધવિરામની જાહેરાત કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, ‘રશિયાના સૈનિકો કોઈપણ કાર્યવાહીનો જડબાતોડ જવાબ આપશે.’ બીજીતરફ યુક્રેને રશિયન વિક્ટ્રી ડે પરેડને નકલી દેશભક્તિનો તમાશો અને રશિયા દ્વારા જાહેર કરાયેલા યુદ્ધવિરામને પોકળ ગણાવ્યો હતો.

ટ્રમ્પ અને યુરોપિયન નેતાઓનો શાંતિ સ્થાપવાનો પ્રયાસ

અમેરિકાએ માર્ચમાં 30 દિવસના યુદ્ધવિરામનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેને યુક્રેને સ્વિકાર કર્યો હતો. જોકે રશિયા પોતાની શરતો પર યુદ્ધવિરામ કરવા માંગતું હતું. યુરોપિયન નેતાઓએ એક સંયુક્ત નિવેદનમાં કહ્યું હતું કે, ‘રાષ્ટ્રપતિ ટ્રમ્પે શાંતિ સમજૂતીનું આહવાહન કર્યું છે, જેને અમે સમર્થન આપીએ છીએ અને રશિયાને આગ્રહ કરીએ છીએ કે, તેઓ સ્થાયી શાંતિ સુનિશ્ચિ કરવાના પ્રયાસોમાં અડચણો ઉભી કરવાનું બંધ કરે. અમેરિકા અને અમે બંને દેશો વચ્ચે શાંતિ સ્થાપવા માટેનો પ્રયાસ કરી રહ્યા છીએ, તેથી રશિયા કોઈપણ શરત વગર 30 દિવસ સુધી યુદ્ધવિરામ પર રાજી થાય.’

Tags :
AmericaDonald TrumprussiaRussia Ukraine ceasefireRussia-Ukraine-WarukraineVladimir PutinVolodymyr Zelenskyy
Next Article