Russia Ukraine War : મોસ્કો શાંતિપૂર્ણ ઉકેલ તરફ આગળ વધવા માંગે છે - પુતિન
- Russia Ukraine War,
- અલાસ્કામાં ટ્રમ્પ સાથે મુલાકાત બાદ રશિયન રાષ્ટ્રપતિ પુતિનનું કુણું વલણ
- મોસ્કો શાંતિપૂર્ણ ઉકેલ તરફ આગળ વધવા માંગે છે - પુતિન
- ક્રેમલિનમાં વરિષ્ઠ અધિકારીઓ સાથેની બેઠક દરમિયાન પુતિને નિવેદન આપ્યું હતું
Russia Ukraine War : ફેબ્રુઆરી 2022 માં શરુ થયેલ Russia Ukraine War બાદ પ્રથમવાર અમેરિકા-રશિયા વચ્ચે અલાસ્કામાં શિખર સંમેલન યોજાયું હતું. જેમાં ટ્રમ્પ (Trump) અને પુતિન (Putin) વચ્ચે ત્રણ કલાક બેઠક ચાલી હતી. આ બેઠક બાદ રશિયાના ક્રેમલિનમાં વરિષ્ઠ અધિકારીઓ સાથેની બેઠક દરમિયાન પુતિને નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, રશિયા યુક્રેન યુદ્ધ પર યુએસના વલણને રશિયા સ્વીકારે છે અને મોસ્કો શાંતિપૂર્ણ ઉકેલ તરફ આગળ વધવા માંગે છે.
Russia Ukraine War સંદર્ભે મહત્વની બેઠક
અલાસ્કામાં ટ્રમ્પ (Trump) સાથે મુલાકાત બાદ રશિયન રાષ્ટ્રપતિ પુતિન (Putin) ની અધ્યક્ષતામાં ક્રેમલિનમાં રશિયા યુક્રેન યુદ્ધ સંદર્ભે મહત્વની બેઠક થઈ હતી. જેમાં પુતિને રશિયાના ઉચ્ચ અધિકારીઓ સાથે મળીને યુદ્ધ સંદર્ભે આગળની રણનીતિ પર ચર્ચા કરી હતી. રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને કહ્યું કે, અલાસ્કામાં ટ્રમ્પ સાથેની મુલાકાત 'અત્યંત ઉપયોગી' હતી. પુતિને અધિકારીઓને એમ પણ કહ્યું હતું કે, રશિયા યુક્રેન યુદ્ધ પર યુએસના વલણને રશિયા સ્વીકારે છે અને મોસ્કો શાંતિપૂર્ણ ઉકેલ તરફ આગળ વધવા માંગે છે. તેમણે ઉમેર્યુ કે, આ સ્તરે આવી સીધી વાતચીત લાંબા સમયથી થઈ નથી. અમને શાંતિથી અમારા વલણને પુનરાવર્તિત કરવાની તક મળી. અમે શક્ય તેટલી વહેલી તકે યુદ્ધનો અંત લાવવાની જરૂરિયાતને સમજીએ છીએ.
આ પણ વાંચોઃ Russia Ukraine War વચ્ચે મેલાનિયાનો પુતિનને પત્ર, લખ્યું, 'બાળકોના ભવિષ્યનું વિચારો...!'
ઝેલેન્સકી અને ટ્રમ્પની મુલાકાત પર સમગ્ર વિશ્વની નજર
સમાચાર એજન્સી AFP એ અનુસાર, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને પુતિન શુક્રવારે અલાસ્કામાં મળ્યા હતા. ફેબ્રુઆરી 2022 માં યુક્રેન પર રશિયાના હુમલા પછી આ પ્રથમ યુએસ-રશિયા શિખર સંમેલન હતું, જે ત્રણ કલાક સુધી ચાલ્યું હતું. હવે, યુક્રેનિયન રાષ્ટ્રપતિ ઝેલેન્સકી (Zelensky) સોમવારે વોશિંગ્ટનની મુલાકાતે આવવાના છે. ત્યાં તેમના પર રશિયા સાથેના યુદ્ધના ઝડપી ઉકેલ માટે સંમત થવા માટે યુએસ તરફથી દબાણ રહેશે. એક તરફ ઝેલેન્સકી યુક્રેનના મૂળભૂત હિતોનું રક્ષણ કરવા માંગે છે જ્યારે બીજી તરફ તેઓ આ વખતે વ્હાઇટ હાઉસમાં ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની તેમની વાતચીત દરમિયાન ઉભી થયેલી તંગ પરિસ્થિતિને પણ ટાળવા માંગે છે.
આ પણ વાંચોઃ Ukraine Russia War: 'રશિયા અને યુક્રેન વચ્ચે ત્રિપક્ષીય બેઠક થવી જોઈએ'