Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Russia-Ukraine War: રશિયાએ યુક્રેન પર 400 ડ્રોન અને 40 મિસાઈલોથી કર્યો હુમલો

રશિયા-યુક્રેનનું યુદ્ધ વધુ આક્રમક બન્યું યુક્રેનના રાષ્ટ્રપતિ X એક નિવેદન જાહેર કર્યું રશિયાએ યુક્રેન પર ડ્રોન-મિસાઈલોથી કર્યો હુમલો Russia-Ukraine War: 2022થી ચાલી રહેલા રશિયા-યુક્રેનનું યુદ્ધ (Russia-Ukraine War)હવે દિવસેને દિવસે વધુ આક્રમક બનતુ જાય છે.હાલમાં જ રશિયાએ યુક્રેનના મુખ્ય વિસ્તારો...
russia ukraine war  રશિયાએ યુક્રેન પર 400 ડ્રોન અને 40 મિસાઈલોથી કર્યો હુમલો
Advertisement
  • રશિયા-યુક્રેનનું યુદ્ધ વધુ આક્રમક બન્યું
  • યુક્રેનના રાષ્ટ્રપતિ X એક નિવેદન જાહેર કર્યું
  • રશિયાએ યુક્રેન પર ડ્રોન-મિસાઈલોથી કર્યો હુમલો

Russia-Ukraine War: 2022થી ચાલી રહેલા રશિયા-યુક્રેનનું યુદ્ધ (Russia-Ukraine War)હવે દિવસેને દિવસે વધુ આક્રમક બનતુ જાય છે.હાલમાં જ રશિયાએ યુક્રેનના મુખ્ય વિસ્તારો પર 400 થી વધુ ડ્રોન અને 40થી વધુ બેલેસ્ટીક મિસાઈલથી હુમલો કર્યો છે.યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમિર જેલેસ્કી(Zelensky statement X)એ ટ્વિટર પર એક આક્રોશથી ભરેલું નિવેદન જાહેર કર્યું છે. તેમણે જાહેર કર્યું છે કે યુક્રેનની વાયુસેનાએ ઘણી મિસાઈલો અને ડ્રોન હુમલામાં (drone attack)સફળતા મેળવી છે. પરંતું ત્રણ ઈમરજન્સી સેવા કરી રહેલા કર્મચારીઓ અને 49 લોકોના મૃત્યુ થયા છે. કાટમાળની સફાઈ અને બચાવ કામગીરી શરૂ કરાઈ છે.

યૂક્રેનના રાષ્ટ્રપતિનું નિવેદન

યૂક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમિર જેલેસ્કીએ આગળ જણાવ્યું હતું કે રશિયા પોતાની નીતિમાં ફેરફાર કરી રહ્યું નથી.તે સામાન્ય લોકોને પણ નિશાન બનાવી રહ્યું છે.આ યુદ્ધ ફક્ત યુક્રેનનું નહીં પણ માનવતાનું યુદ્ધ છે.તેમણે જણાવ્યું હતું કે રશિયાનો આંતરાષ્ટ્રીય સ્તરે પર્દાફાશ થવો જોઈએ.અમેરિકા,યુરોપ અને આખી દુનિયાએ તેના પર દબાણ લાવવુ પડશે.જો વૈશ્વુક નેતા ચૂપ છે તો આ પણ એક મિલીભગત છે.હવે એક્શન લેવાનો અને જવાબ આપવાનો સમય છે.યુદ્ધ કરવાનો નહીં.

Advertisement

Advertisement

આ પણ  વાંચો - Shashi Tharoor : થરૂર પિતા-પુત્રના ઓપરેશન સિંદૂર પર કરેલ સવાલ જવાબનો વીડિયો થયો Viral

શિયા-યુક્રેનનું ઈન્ટરનેશનલ કનેક્શન

યુક્રેને પહેલા જ કહી દીધુ હતુ કે તે એકલા લડી લડીને થાકી ગયુ છે.તેણે નાટો,યુરોપીય સંઘ,અમેરિકા અને અન્ય સહયોગી દેશોને વિનંતી કરી કે તે રશિયાપરના આર્થિક પ્રતિબંધો વધુ કડક કરો.રાજકીય સ્તરે દબાણ લાવો અને તેને વાટાઘાટો માટે મનાવો

આ પણ  વાંચો - એલોન મસ્ક એ EPSTEIN FILES નો ઉલ્લેખ કરી ડોનાલ્ડ ટ્રમ્પને ગર્ભિત ધમકી આપી

યુક્રેનને અત્યાર સુધી શું સમર્થન મળ્યું છે

રશિયા સામેના યુદ્ધમાં ઘણા લોકોએ યુક્રેનને મદદ કરી છે.આ સમય દરમિયાન અમેરિકા દ્વારા અનેક વખત સુરક્ષા સહાય પેકેજો પૂરા પાડવામાં આવ્યા હતા.યુરોપે અદ્યતન હવાઈ સંરક્ષણ પ્રણાલીઓ પૂરી પાડી હતી. નાટો સરહદો પર દેખરેખ વધારવામાં આવી હતી.જોકે આ હોવા છતાં ઝેલેન્સકીને લાગે છે કે તેમને જે સમર્થન મળી રહ્યું છે તે રશિયા સામે ચાલી રહેલા યુદ્ધમાં પૂરતું નથી.તમને જણાવી દઈએ કે 2022 થી રશિયા-યુક્રેનના હજારો નાગરિકો માર્યા ગયા છે.લાખો લોકો વિસ્થાપિત થયા છે.આનાથી યુક્રેનની અર્થવ્યવસ્થા અને માળખાગત સુવિધાઓ પર ખરાબ અસર પડી છે.

Tags :
Advertisement

.

×