Russia Ukraine war : કિવ પર રશિયાએ કર્યો ભયાનક હુમલો, 11ના મોત અને 124 ઘાયલ
- રશિયાએ રાતોરાત યુક્રેનની રાજધાની કિવ પર મિસાઈલો અને ડ્રોનથી ભયાનક હુમલો કર્યો
- આ હુમલામાં 6 વર્ષના બાળક સહિત ઓછામાં ઓછા 11 લોકો માર્યા ગયા અને 124 અન્ય ઘાયલ થયા
- શાંતિ શક્તિ વિના અસંભવ છે - યુક્રેનિયન રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સ્કી
Russia Ukraine war : વિશ્વને 3 જા વિશ્વ યુદ્ધ તરફ દોરી જવા માટે સક્ષમ એવા રશિયા યુક્રેન યુદ્ધ (Russia Ukraine War) નો અંત સમીપ હોય તેવું જણાતું નથી. ગત રાત્રે રશિયાએ યુક્રેનની રાજધાની કિવ પર મિસાઈલો અને ડ્રોનથી ભયાનક હુમલો કર્યો હતો. જેમાં 6 વર્ષના બાળક સહિત ઓછામાં ઓછા 11 લોકો માર્યા ગયા અને 124 અન્ય ઘાયલ થયા હતા. આ હુમલા બાદ યુક્રેનિયન રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સ્કી (Volodymyr Zelensky) એ કહ્યું કે, શાંતિ શક્તિ વિના અસંભવ છે.
રાતોરાત કર્યો ભયાનક હુમલો
રશિયાએ રાતોરાત યુક્રેનની રાજધાની કિવ પર મિસાઈલો અને ડ્રોનથી હુમલો કર્યો હતો. જેમાં 6 વર્ષના બાળક સહિત ઓછામાં ઓછા 11 લોકો માર્યા ગયા અને 124 અન્ય ઘાયલ થયા હતા. યુક્રેનિયન અધિકારીઓએ આ હુમલા વિષયક માહિતી આપી હતી. કિવ શહેરના લશ્કરી વહીવટના વડા ટી. ટાકાચેન્કોએ જણાવ્યું હતું કે, ઘાયલોમાં 5 મહિનાની છોકરી સહિત 10 બાળકોનો સમાવેશ થાય છે. આ હુમલાને કારણે 9 માળની રહેણાંક ઈમારતનો મોટો ભાગ ધરાશાયી થયો. બચાવ ટીમો ઘટનાસ્થળે કાટમાળમાં ફસાયેલા લોકોને શોધી રહી છે. યુક્રેનિયન વાયુસેનાએ કહ્યું કે રશિયાએ આખી રાત ડ્રોન અને મિસાઈલોથી હુમલો કર્યો, પરંતુ યુક્રેનિયન વાયુ સંરક્ષણ પ્રણાલીએ 288 ડ્રોન અને 3 મિસાઈલોને અટકાવી અને તેમને નિષ્ક્રિય કર્યા.
આ પણ વાંચોઃ Omar Abdullah's Gujarat Tour : અમે હતાશ નથી, J&K માં ટુરિઝમ વધે એટલે આવ્યા : CM ઓમર અબ્દુલ્લા
ઝેલેન્સ્કીની તીખી પ્રતિક્રિયા
રશિયાએ યુક્રેનની રાજધાની કિવ પર કરેલા ભયાનક હુમલા બાદ યુક્રેનિયન રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સ્કી (Volodymyr Zelensky) એ તીખી પ્રતિક્રિયા આપી છે. તેમણે ટેલિગ્રામ પર લખ્યું કે, આ હુમલામાં કિવ, ડિનિપ્રો, પોલ્ટાવા, સુમી, માયકોલાઈવ પ્રદેશોને નિશાન બનાવવામાં આવ્યા હતા. ઝેલેન્સ્કીએ લખ્યું કે, આજે વિશ્વએ ફરી એકવાર યુનાઈટેડ સ્ટેટ્સ અને યુરોપ સાથે શાંતિ માટેની અમારી ઈચ્છા પ્રત્યે રશિયાનો પ્રતિભાવ જોયો છે. હવે શાંતિ શક્તિ વિના અસંભવ છે.
રશિયાનો દાવો
બીજી તરફ રશિયન સંરક્ષણ મંત્રાલયે ગુરુવારે કહ્યું હતું કે, અમે રાત્રે 32 યુક્રેનિયન ડ્રોનને તોડી પાડ્યા હતા. સ્થાનિક ગવર્નર ઓલેગ મેલ્નિચેન્કોએ જણાવ્યું હતું કે, રશિયાના પેન્ઝા પ્રદેશમાં એક ઔદ્યોગિક સ્થળ પર ડ્રોન હુમલાથી આગ લાગી હતી. રશિયન સંરક્ષણ મંત્રાલયે એમ પણ કહ્યું હતું કે, યુક્રેનના પૂર્વીય ડોનેટ્સક પ્રદેશમાં વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ શહેર ચાસિવ યારનો સંપૂર્ણ નિયંત્રણ લઈ લીધો છે. ચાસિવ યારના નિયંત્રણ માટે રશિયન અને યુક્રેનિયન સૈનિકો વચ્ચે લડાઈ લગભગ 18 મહિનાથી ચાલી રહી છે.
આ પણ વાંચોઃ America : ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને રશિયાની અર્થવ્યવસ્થાને નાશપ્રાય ગણાવી