Russia Ukraine War : ઝેલેન્સ્કી ક્રિમીયા પરત લેવાની અને નાટોના સભ્યપદની માંગણી છોડી દે - ટ્રમ્પ
- Russia Ukraine War,
- ઝેલેન્સ્કી અને ટ્રમ્પ વચ્ચે વ્હાઈટ હાઉસમાં મહત્વની બેઠક થવાની છે
- બેઠક પહેલાં જ ટ્રમ્પે યુક્રેન રાષ્ટ્રપતિને ગર્ભિત ધમકી આપી છે.
- ઝેલેન્સ્કી ક્રિમીયા પરત લેવાની અને નાટોના સભ્યપદની માંગણી છોડી દે - ટ્રમ્પ
- ઝેલેન્સ્કી સાથેની બેઠક અગાઉ ટ્રમ્પે પુતિન સાથે પણ મહત્વની બેઠક કરી હતી
Russia Ukraine War : યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સ્કી (Volodymyr Zelensky) સોમવારે વ્હાઈટ હાઉસ ખાતે ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) ને મળશે. ઝેલેન્સ્કીની સાથે યુરોપિયન નેતાઓનું એક પ્રતિનિધિમંડળ પણ ટ્રમ્પને મળશે. યુરોપિયન નેતાઓનું અનુમાન છે કે ટ્રમ્પ ઝેલેન્સ્કી પર ગયા અઠવાડિયે અલાસ્કા સમિટમાં પુતિન દ્વારા મૂકવામાં આવેલી શરતો સ્વીકારવા માટે દબાણ લાવશે. આ અનુમાન વચ્ચે ટ્રમ્પની સોશિયલ મીડિયા પોસ્ટથી યુક્રેન અને યુરોપની ચિંતામાં વધુ વધારો થયો છે. આ પોસ્ટમાં ટ્રમ્પે ઝેલેન્સ્કીને ઉદ્દેશીને લખ્યું છે કે, ઝેલેન્સ્કી ક્રિમીયા પરત લેવાની અને નાટોના સભ્યપદની માંગણી છોડી દે.
Russia Ukraine War રોકવું ઝેલેન્સ્કીના હાથમાં છે - ટ્રમ્પ
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આજે યુક્રેન રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે મુલાકાત કરવાના છે. જો કે આ બેઠક અગાઉ જ તેમણે કેટલીક સ્પષ્ટતાઓ કરી દીધી છે. ટ્રમ્પે સ્પષ્ટ કર્યુ છે કે, યુક્રેનને રશિયા સાથે યુદ્ધ સમાપ્ત કરવા માટે કેટલીક માંગણીઓ છોડી દેવી પડશે. ઝેલેન્સ્કી પર નિર્ભર છે કે તેઓ લડાઈ ચાલુ રાખવા માંગે છે કે પોતાની જીદ છોડીને તેનો અંત લાવવા માંગે છે. ટ્રમ્પનું આ નિવેદન વ્હાઇટ હાઉસમાં યુક્રેનિયન રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી અને યુરોપિયન નેતાઓ સાથેની મુલાકાતના થોડા કલાકો પહેલા આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, ઝેલેન્સ્કી સાથેની છેલ્લી મુલાકાતમાં ટ્રમ્પ આકરાપાણીએ થયા હતા.
Russia Ukraine War Gujarat- First-18-08-2025
આ પણ વાંચોઃ Trump ની ઓફર બાદ Zelensky ની પ્રતિક્રિયા : Ukraine તેની શરતો પર યુદ્ધનો અંત લાવશે
પુતિન સાથેની મહત્વની બેઠક
ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવાર, 15 ઓગસ્ટના રોજ અલાસ્કામાં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન (Vladimir Putin) સાથે મહત્વની બેઠક કરી હતી. આ બેઠકનો મુખ્ય હેતુ Russia Ukraine War નો અંત લાવવાનો હતો. જોકે બંને નેતાઓ યુદ્ધવિરામ પર સહમત થઈ શક્યા ન હતા, ટ્રમ્પ કહે છે કે આ બેઠક સારી રહી હતી અને તેના ફાયદા આગામી સમયમાં જોઈ શકાય છે. આ મહત્વની બેઠક બાદ હવે ટ્રમ્પ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીને મળી રહ્યા છે. ઝેલેન્સ્કી સાથેની આ બેઠકમાં યુદ્ધના અંત અને સુરક્ષા ગેરંટી મુદ્દે વિશદ ચર્ચા-વિચારણા થશે. જો કે ઝેલેન્સ્કી અગાઉથી જ પોતાનો મત સ્પષ્ટ કરી ચૂક્યા છે. જેમાં તેમણે જણાવ્યું હતું કે, મજબૂત એકતાથી વાસ્તવિક શાંતિ મળી શકે અને યૂરોપ 2022ની જેમ એકજૂટ રહે.
Russia Ukraine War Gujarat- First-18-08-2025---
આ પણ વાંચોઃ ખુદાએ મને રખેવાળ બનાવ્યો, કોઈ પદની લાલસા નથી; પાકિસ્તાનમાં તખ્તાપલટ વચ્ચે પાક. આર્મી ચીફ આસિમ મુનીર