યુદ્ધ વચ્ચે રશિયાની ચેતવણી : અમેરિકા, કેનેડા અને યુરોપની મુસાફરી ટાળો!
- રશિયાની નવી ચેતવણી: અમેરિકાની, કેનેડા અને યુરોપની મુસાફરી ટાળો
- રશિયન નાગરિકોને વિદેશમાં જોખમ: યુક્રેન અને રશિયા યુદ્ધની અસર
- વિદેશમાં રશિયન નાગરિકો પર ખતરો: નવું સુરક્ષા એલર્ટ જાહેર
- રશિયાના વિદેશ મંત્રાલય દ્વારા ચેતવણી: યુએસ, કેનેડા અને યુરોપથી દૂર રહેવાની સૂચના
- યુક્રેન-રશિયા યુદ્ધના વચ્ચે રશિયાની નવી એડવાઈઝરી
- વિદેશમાં રશિયન નાગરિકો પર હુમલાની શક્યતા, રશિયા દ્વારા ચેતવણી
Russia warning our citizens : યુક્રેન અને રશિયા વચ્ચે છેલ્લા 3 વર્ષથી ચાલી રહેલા યુદ્ધમાં તણાવ સતત વધતો જોવા મળી રહ્યો છે. તેટલું જ નહીં યુરોપિયન દેશો સાથેના તણાવમાં પણ સતત વધારો થઈ રહ્યો છે, જેના પર રશિયાના વિદેશ મંત્રાલયે તેના નાગરિકો માટે નવી એડવાઈઝરી જાહેર કરી છે. આ એડવાઈઝરી મુજબ, રશિયન નાગરિકોને અમેરિકા, કેનેડા અને કેટલાક યુરોપિયન દેશોની મુસાફરી ટાળવાનું કહેવામાં આવ્યું છે.
વિદેશમાં રશિયન નાગરિકો પર ખતરો
રશિયાના પ્રવક્તા મારિયા ઝખારોવાએ આ મામલે જણાવ્યું કે, ઘણા દેશો સાથેના દ્વિપક્ષીય સંબંધો તૂટવાના આરે છે. રશિયા (Russia) એ આરોપ લગાવ્યો કે કેટલાક અમેરિકન અધિકારીઓએ રશિયન નાગરિકોને નિશાન બનાવવા માટે કાવતરું ઘડ્યું છે. તેમણે આગળ કહ્યું કે, વિદેશમાં રહેલા રશિયન નાગરિકો પર હુમલાની શક્યતા પણ નકારી શકાતી નથી. અનેક રશિયન નાગરિકોને યુરોપિયન દેશોમાં ખોટી રીતે અટકાયતમાં લેવામાં આવ્યા હોવાના અહેવાલો સામે આવ્યા છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને રશિયાએ નવું સુરક્ષા એલર્ટ જાહેર કર્યું છે. રશિયાએ રશિયન નાગરિકોને આગ્રહ કર્યો છે કે તેઓ યુનાઇટેડ સ્ટેટ્સ, કેનેડા અને યુરોપિયન યુનિયનના દેશોની મુસાફરી ટાળે, કારણ કે આ દેશોમાં રશિયન નાગરિકો પર હુમલા થવાની શક્યતાઓ વધી રહી છે. રશિયાના વિદેશ મંત્રાલયે ચેતવણી આપી કે આ મુસાફરી જોખમભરી સાબિત થઈ શકે છે.
રશિયા-અમેરિકા સંબંધોના તણાવ અને પૂર્વવૃત્તાંત
ગત મહિનામાં રશિયા-અમેરિકા સંબંધો (Russia-America Relations) માં તણાવ વધી ગયો હતો. યુક્રેને રશિયા (Russia) પર અમેરિકન અને બ્રિટિશ મિસાઈલો છોડ્યા બાદ રાજદ્વારી સંબંધો ખૂબ નબળા પડ્યા છે. રશિયા અને અમેરિકાના રાજદ્વારીઓએ માની લીધું છે કે આ સંબંધો હવે 1962ના ક્યુબા મિસાઈલ સંકટ પછીના સૌથી નીચા સ્તરે પહોંચી ગયા છે. યુનાઇટેડ સ્ટેટ્સમાં રશિયન નાગરિકો વિરુદ્ધ કથિત ષડયંત્ર અને તેમની બિનજરૂરી અટકાયતના અહેવાલોએ આ એડવાઈઝરીને વધુ મહત્વપૂર્ણ બનાવી છે.
આ પણ વાંચો: દિલ્હી જ નહીં આ દેશના શહેરની હવામાં પણ પ્રદૂષણનો જોવા મળ્યો કહેર!