ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

અલાસ્કા સમિટ પહેલા રશિયાનો મોટો ખેલ! Putin નો પ્લાન શું છે?

Alaska Summit, Trump and Putin meet : 15 ઑગસ્ટના રોજ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન વચ્ચે અલાસ્કા સમિટ યોજાવાની છે. પરંતુ આ ઐતિહાસિક મુલાકાત પહેલા જ પરિસ્થિતિ તંગ બની ગઈ છે.
03:57 PM Aug 14, 2025 IST | Hardik Shah
Alaska Summit, Trump and Putin meet : 15 ઑગસ્ટના રોજ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન વચ્ચે અલાસ્કા સમિટ યોજાવાની છે. પરંતુ આ ઐતિહાસિક મુલાકાત પહેલા જ પરિસ્થિતિ તંગ બની ગઈ છે.
Alaska_Summit_Trump_and_Putin_meet_Gujarat_First

Alaska Summit, Trump and Putin meet : 15 ઑગસ્ટના રોજ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન (US President Donald Trump and Russian President Vladimir Putin) વચ્ચે અલાસ્કા સમિટ (Alaska Summit) યોજાવાની છે. પરંતુ આ ઐતિહાસિક મુલાકાત પહેલા જ પરિસ્થિતિ તંગ બની ગઈ છે. રશિયાએ પોતાના ‘અલાસ્કા ડ્રાફ્ટ’ સાથે શરતો નક્કી કરી દીધી છે અને તે જ સમયે યુક્રેનમાં અત્યાર સુધીના સૌથી મોટા ગ્રાઉન્ડ ઓપરેશનની ગતિ તેજ કરી છે. આ કારણે આશંકા વ્યક્ત થઈ રહી છે કે જો આ બેઠક નિષ્ફળ જશે તો રશિયા યુરોપ વિજય મિશન શરૂ કરી શકે છે.

World War - 2 બાદનું સૌથી મોટું ઓપરેશન

અમેરિકાના અલાસ્કા રાજ્યમાં 15 ઓગસ્ટે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (US President Donald Trump and Russian President Vladimir Putin) વચ્ચે મહત્વપૂર્ણ મુલાકાતની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે, પરંતુ આ મુલાકાતમાં શું પરિણામ આવશે તે અંગે અનેક અટકળો અને આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. રશિયાએ આ સમિટ માટે પોતાનો વિગતવાર ડ્રાફ્ટ તૈયાર કરી લીધો છે, જેમાં પુતિન (Putin) એ તેમની શરતો સ્પષ્ટપણે નક્કી કરી દીધી છે. જણાવી દઇએ કે, છેલ્લા 24 કલાકમાં રશિયાએ પૂર્વ યુક્રેનમાં ગ્રાઉન્ડ ઓપરેશનનો વિસ્તાર અને સૈનિક વધારી દીધા છે. વિશ્લેષકો તેને બીજા વિશ્વયુદ્ધ પછીનું સૌથી મોટું ગ્રાઉન્ડ ઓપરેશન ગણાવી રહ્યા છે. રશિયન સેનાએ અનેક વર્ગ કિલોમીટર વિસ્તાર કબજે કરી નાખ્યો છે. ખાસ કરીને પોક્રોવસ્ક ડિફેન્સ લાઈન તોડી નાખતાં યુક્રેનની સેનાની સ્થિતિ નબળી પડી છે. યુક્રેનના કમાન્ડરે ખુદ સ્વીકાર્યું છે કે પરિસ્થિતિ હવે “બેકાબૂ” થઈ રહી છે.

અલાસ્કા સમિટ પહેલાં Putin નું ચક્રવ્યૂહ

મળી રહેલી માહિતી અનુસાર, જો આ બેઠક નિષ્ફળ જાય તો રશિયા યુરોપ પર વિજય મેળવવાનું તેમનું મિશન શરૂ કરી શકે છે એવી ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે, જે વૈશ્વિક તણાવને વેગ આપી શકે છે. આવનારા કેટલાક કલાકોમાં પુતિન શું પગલાં લેશે તે અંગે વિશ્લેષકોની નજર છે. અલાસ્કા સમિટ પહેલાં રશિયાએ યુક્રેન પર તેમનું નિયંત્રણ લગભગ 40 ટકા વિસ્તારમાં વધારી દીધું છે. એક તરફ અલાસ્કાના એન્કરેજ શહેરમાં ટ્રમ્પ અને પુતિન વચ્ચેની આ મહામુલાકાત માટે વ્યાપક વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે, જ્યારે બીજી તરફ રશિયાની સેનાએ યુક્રેનમાં તેમના ઓપરેશનને અત્યંત ઝડપી બનાવી દીધું છે.

રશિયાનો રોજ લગભગ 11 કિમી વિસ્તાર પર કબજો

રશિયા રોજ લગભગ 11 વર્ગ કિલોમીટર વિસ્તાર પર કબજો કરી રહ્યું છે, જે પૂર્વ યુક્રેનમાં તેમના ગ્રાઉન્ડ ઓપરેશનના વિસ્તારને વધારી રહ્યું છે. રશિયાની સેનાએ આ વિસ્તારમાં સૈનિકોની સંખ્યા અને ઓપરેશનલ વ્યાપને વધારી દીધો છે, જેના કારણે યુક્રેનમાં સ્થિતિ સતત ખરાબ થઇ રહી છે. મળી રહેલી માહિતી અનુસાર, રશિયાનો મુખ્ય પ્લાન ટ્રમ્પ-પુતિન મુલાકાત પહેલાં ડોનેસ્કના તે વિસ્તારો પર કબજો મેળવી લેવાનો છે જ્યાં યુક્રેનની સેના હજુ મજબૂત સ્થિતિમાં છે.

યુક્રેનની સેના ફસાઈ

11 ઓગસ્ટે રશિયાએ ડોનેસ્કના દોબ્રોપિલ્લિયા પર કબજો કરી લીધો હતો, અને છેલ્લા 24 કલાકમાં તેમની આગળ વધવાની ગતિમાં અસાધારણ વધારો જોવા મળ્યો છે, જેના કારણે યુક્રેનની સેના ફસાઈ ગઈ છે. આ કબજા પછી, રશિયાએ દોબ્રોપિલ્લિયાની આસપાસના 24 કિલોમીટર વિસ્તાર પર પણ નિયંત્રણ મેળવી લીધું છે. હવે ડોનેસ્કમાં યુક્રેનના હાથમાં માત્ર પોક્રોવસ્ક જ બાકી છે, અને રશિયાનું લક્ષ્ય છે કે આગામી 24 કલાકમાં તેના પર પણ કબજો જમાવી લેવો.

આ મુલાકાતના પરિણામ પર વિશ્વની નજર

પૂર્વ યુક્રેનમાં વિસ્તારને વધુ વ્યાપક બનાવવા માટે રશિયાએ સૈનિકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો કર્યો છે. પુતિને ડોનેસ્કની ફ્રન્ટલાઈન પર 1,10,000 નવા સૈનિકો મોકલ્યા છે, જેઓ ત્યાં તીવ્ર હુમલાઓ કરી રહ્યા છે. આ તમામ પ્રવૃત્તિને જોતાં એવો સવાલ ઉઠે છે કે પુતિનનો વાસ્તવિક પ્લાન શું છે? અલાસ્કા બેઠક પહેલાં તેઓ એવા કયા પગલાં લઈ રહ્યા છે જેના કારણે ટ્રમ્પને લાચાર બનાવી શકાય? ઉલ્લેખનીય છે કે, આ મુલાકાતના પરિણામ પર વિશ્વની નજર છે, અને તેના આધારે યુક્રેન યુદ્ધનું ભવિષ્ય નક્કી થઈ શકે છે.

આ પણ વાંચો :   અંગ્રેજો સામે ભારત-પાકિસ્તાન સાથે મળીને લડ્યા છતાં બંને દેશનો આઝાદીનો દિવસ અલગ કેમ?

Tags :
Alaska SummitDonald TrumpEurope missionGeopolitical CrisisGlobal tensionGround operationGujarat FirstHardik ShahInternational diplomacyPokrovsk defense linerussiaRussian military buildupTerritorial controlUkraine warVladimir PutinWorld War II
Next Article