Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Russia-Ukraine War : રશિયાનો યુક્રેન પર સૌથી મોટો હુમલો, 367 ડ્રોન અને મિસાઈલ છોડ્યા, 13 લોકોના મોત

રશિયાએ યુક્રેન પર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો યુક્રેન પર 367 ડ્રોન મિસાઈલ છોડી હુમલાથી યુક્રેનમાં મોટા પ્રમાણમાં તબાહી મચી મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા Russia-Ukraine War: કેદીઓની મુક્તિ વચ્ચે રશિયાએ યુક્રેન પર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કરી...
russia ukraine war   રશિયાનો યુક્રેન પર સૌથી મોટો હુમલો  367 ડ્રોન અને મિસાઈલ છોડ્યા  13 લોકોના મોત
Advertisement
  • રશિયાએ યુક્રેન પર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો
  • યુક્રેન પર 367 ડ્રોન મિસાઈલ છોડી
  • હુમલાથી યુક્રેનમાં મોટા પ્રમાણમાં તબાહી મચી
  • મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા

Russia-Ukraine War: કેદીઓની મુક્તિ વચ્ચે રશિયાએ યુક્રેન પર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કરી દીધો છે. રિપોર્ટ્સ અનુસાર, રશિયાએ યુક્રેન પર 367 ડ્રોન (Ukraine missile drone attacks)અને મિસાઈલ છોડ્યા હતા. જે હુમલાથી યુક્રેનમાં મોટા પ્રમાણમાં તબાહી મચી ગઈ છે. આ યુદ્ધ શરૂ થયા બાદથી અત્યાર સુધીનો સૌથી મોટો હવાઈ હુમલો ગણાવાય રહ્યો છે. માહિતીના અનુસાર, ઓછામાં ઓછા 13 લોકોના મોત થયા છે, જેમાં ત્રણ બાળકો પણ સામેલ છે. જ્યારે મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે.

યુક્રેને દાવો કર્યો છે કે, તેમની એરફોર્સે રશિયાના 266 ડ્રોન અને 45 મિસાઈલોને તોડી પાડ્યા છે. જો કે, નુકસાનને સંપૂર્ણ રીતે રોકી ન શકાયું. આ હુમલામાં એપાર્ટમેન્ટ અને બિલ્ડિંગ્સને નુકસાન થયું છે. રશિયા બેલેસ્ટિક મિસાઈલ હુમલા કરવામાં પણ પાછળ નથી હટી રહ્યું.

Advertisement

ઝેલેંસ્કીએ ડોનાલ્ડ ટ્રમ્પને ગણાવ્યા જવાબદાર

દક્ષિણી યુક્રેનના મિકોલાઇવમાં રશિયાના ડ્રોન એટેકમાં એક 77 વર્ષના વૃદ્ધનો જીવ પણ ગયો. આ સિવાય એપાર્ટમેન્ટમાં તબાહી મચી. બિલ્ડિંગની ચોતરફ કાટમાળ પડેલો છે. આ હુમલા બાદ વોલોદિમીર ઝેલેંસ્કીએ એકવાર ફરી અમેરિકાને નિશાને લીધું છે. તેમણે કહ્યું કે, તેના માટે ડોનાલ્ડ ટ્રમ્પ જ જવાબદાર છે.

Advertisement

આ પણ  વાંચો -Pakistan : પાક.સેના પર બલૂચ આર્મીનો સૌથી મોટો હુમલો,IED થી પાક. સેનાની ગાડીઓને ઉડાવી

રશિયાએ પશ્ચિમી દેશોમાં મચાવી તબાહી

ઝેલેંસ્કીએ કહ્યું કે, અમેરિકા અને વિશ્વનું મૌન વ્લાદિમીર પુતિનના ઉત્સાહમાં વધારો કરી રહ્યું છે. રશિયા યુક્રેન પર આતંકવાદી હુમલા કરી રહ્યું છે. શું તેના પર પ્રતિબંધ લગાવવા માટે કાફી નથી? વગર દબાણથી કંઈ પણ બદલવાનું નથી. રશિયા અને તેના સહયોગી પશ્ચિમી દેશોમાં આવી જ તબાહી મચાવતા રહેશે.

આ પણ  વાંચો -Ukraine પર રશિયાના હુમલા બાદ કિવ હાઈ એલર્ટ પર, બે જગ્યાએ લાગી આગ

બંને દેશો વચ્ચે 1000 બંધકોની મુક્તિને લઈને ડીલ થઈ હતી

ત્યારે રશિયાએ દાવો કર્યો છે કે, તેમણે યુક્રેનના 95 ડ્રોન તોડી પાડ્યા છે. જેમાંથી 12ને મોસ્કોની નજીક ઇન્ટરસેપ્ટ કરાયા. જણાવી દઈએ કે, તૂર્કિયેમાં રશિયા અને યુક્રેનના પ્રતિનિધિમંડળ વચ્ચે શાંતિ વાતાઘાટો થઈ હતી. બે કલાકથી ઓછા સમયની આ વાતાઘાટોમાં કોઈ ઉકેલ આવ્યો ન હતો. યુક્રેન ઇચ્છતું હતું કે, રશિયા ઓછામાં ઓછા એક મહિના માટે સીઝફાયર માટે તૈયાર થઈ જાય. ત્યારબાદ વાતઘાટોને આગળ વધારી શકાય. ત્યારે રશિયા સીઝફાયર માટે તૈયાર ન હતું. બંને દેશો વચ્ચે 1000 બંધકોની મુક્તિને લઈને ડીલ થઈ હતી.

Tags :
Advertisement

.

×