Trump And Zelenskyy Meeting : બેઠક પહેલા રશિયાનો યુક્રેન પર ભીષણ હુમલો,ઝેલેન્સ્કીનું મોટું નિવેદન
- બેઠક પહેલા રશિયાનો યુક્રેન પર ભીષણ હુમલો (Trump And Zelenskyy Meeting)
- યુક્રેનના પ્રમુખે સોશિયલ મીડિયા પર આ અંગે માહિતી આપી
- રશિયાએ જાણી જોઈને હુમલો કર્યો : ઝેલેન્સ્કી
Trump And Zelenskyy Meeting: વોશિંગ્ટનમાં યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કી અને યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેની બેઠક પહેલાં રશિયાએ ફરી એકવાર યુક્રેન પર (Trump And Zelenskyy Meeting) નિશાન સાધ્યું છે. યુક્રેનના પ્રમુખે પોતે સોશિયલ મીડિયા પર આ અંગે માહિતી આપી હતી. ઝેલેન્સ્કીએ એ વીડિયો જાહેર કરતાં લખ્યું હતું કે, વોશિંગ્ટનમાં શાંતિ મુદ્દે ચર્ચા પહેલાં જ રશિયાએ જાણી જોઈને હુમલો કર્યો. અમે પ્રમુખ ટ્રમ્પ સાથે આ મુદ્દે ચર્ચા કરીશું. આ બેઠકમાં યુક્રેન, બ્રિટન, ફ્રાન્સ, જર્મની, ઈટલી, ફિનલેન્ડ, ઈયુ, અને નાટોના નેતા સામેલ થશે. પરંતુ રશિયાએ આ બેઠક પહેલાં જ યુક્રેનના ખાર્કિવ, જાપોરિજ્જિયા, સૂમી અને ઓડેસા શહેરો પર હુમલા શરૂ કરી દીધા છે. ઘર અને જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડી રહ્યું છે
ડ્રોન હુમલામાં 10 લોકોના મોત
ઝેલેન્સ્કીએ આગળ જણાવ્યું કે ખાર્કિવમાં ડ્રોન હુમલામાં સાત લોકો માર્યા ગયા છે. જેમાં દોઢ વર્ષની બાળકી પણ સામેલ છે. જાપોરિજ્જિયામાં મિસાઈલ હુમલાથી ત્રણના મોત અને 20 ઘાયલ થયા છે. મારી સંવેદના તમામ પીડિતોના પરિવારજનો અને પ્રિયજનો સાથે છે. ઓડેસામાં એક એનર્જી સેન્ટર પર હુમલો કર્યો છે. જે અઝરબૈજાનની કંપની છે.રશિયા જાણી જોઈને લોકો પર ખાસ કરીને બાળકોને ટાર્ગેટ બનાવી રહ્યું છે. પુતિન દબાણ વધારવા તેમજ રાજકીય પ્રયાસોને નબળા બનાવવા આ પ્રકારના હુમલા કરી રહ્યા છે. અમને મદદની જરૂર છે. જેથી અમે હુમલા રોકી શકીએ. રશિયાને યુદ્ધ માટે રિવોર્ડ આપવો જોઈએ નહીં. યુદ્ધ સમાપ્ત કરવુ પડશે.
આ પણ વાંચો -Donald Trump : નોબેલની લાલચમાં યુક્રેનના ટુકડા કરાવવા પણ રાજી ટ્રમ્પ !
વ્હાઈટ હાઉસમાં લેવાશે નિર્ણય
યુક્રેનના પ્રમુખ યુરોપિયન યુનિયનના નેતાઓ પાસેથી સમર્થન મેળવ્યા બાદ વ્હાઈટ હાઉસમાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે બેઠક કરશે. સ્થાનિક સમયાનુસાર, 18 ઓગસ્ટના રોજ બપોરે 12 વાગ્યે વ્હાઈટ હાઉસમાં યુરોપિયન નેતાઓ પહોંચશે. 1 વાગ્યે ટ્રમ્પ ઝેલેન્સ્કીનું સ્વાગત કરશે. 1.15 વાગ્યે બંને વચ્ચે ઓવલ ઓફિસમાં દ્વિપક્ષીય બેઠક યોજાશે.